ગાજરનું અથાણું – અથાણું ખાવા માટે કેરીની સીઝનની રાહ ના જુઓ, આજે જ બનાવો આ ગાજરનું અથાણું…

હેલો ફ્રેંડસ, હમણાં ગાજર બઉ સરસ મડી રયા છે.બધાએ હલવો તો ખાયી જ લીધો હશે. આજે હું બતાવાની છું ગાજર નું અથાણું….આ અથાણું તમે ૬ મહિના સુધી સ્ટોર પણ કરી શકો…

ગરમી ની પણ થોડી થોડી શરૂવાત થયી રહી છે.ગરમી માં બધા શાક પણ ભાવતા નથી હોતા તો આ અથાણું તમને રોટલી, ભાખરી,પરાઠા સાથે ખાવાની ખુપ મજા આવશે…તો જોઈ લઈએ તેની સામગ્રી…

ગાજરનું અથાણું

સામગ્રી :-

  • ગાજર – ૫૦૦ ગ્રામ
  • અથાણાનો મસાલો – ૫ ચમચી
  • લીંબુ નંગ – ૨
  • સિંગ તેલ – ૧૦૦ ગ્રામ
  • હળદર – અર્ધી ચમચી
  • મીઠું – ૧ ચમચી
  • રાઈના કુરિયા – ૨ ચમચી
  • હિંગ – ૧ નાની ચમચી

રીત :-

સૌથી પેલા ગાજર ને છોલી તેના ટુકડા કરી તેની ઉભી ચીરીયો કરવાની.પછી તેમાં મીઠું, હળદર નાખી મિક્સ કરી ૨૪ કલાક માટે ઢાંકી મૂકવું.

હવે એક કોટન ના કપડાં ઉપર ચીરીયો ને સૂકવવા મુકવી ઘરમાં કે ફેન નીચે સુકવી શકાય.૪-૫ કલાક સૂકવવા દેવી.

આ પ્રોસેસ કરવાથી અથાણું ૬ મહિના સુધી તમે સ્ટોર કરી શકાય છે. તેમાં ફંગસ નથી થતું.

ડ્રાય થઈ ગયા પછી એક મોટા બાઉલ માં ચીરીયો કાઢી લેવી.વઘારીયા માં તેલ ગરમ મૂકવું તેમાં હિંગ નાખી ગેસ બંદ કરી પછી તેમાં રાઈ ના કુરિયા નાખી હલાવી બાઉલ માં કાઢી લેવું.તેલ નવશેકુ હોય ત્યારેજ અથાણાં નો મસાલો નાખી દેવો.પછી તેમાં ૨ લીંબુ નિચોવવા.બધું સરસ મિક્સ કરી ગાજરની ચીરીયો મિક્સ કરવી.

હવે અથાણાં ને એરટાઈટ બરની માં ભરી દેવુ..અને મન થાય ત્યારે અથાણાં ની મજા માણવી…..

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *