ફરાળી ગલકાના ભજીયા – નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને? તો આજે બનાવી જ લો…

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે ઉપવાસ કે વ્રતમાં ખવાઈ એવા “ફરાળી ગલકાના ભજીયા” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયુંને??એકદમ ગરમાગરમ ક્રિસ્પી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા ભજીયા એક વખત બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે. એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી.

  • ગલકા
  • મોરૈયાનો લોટ
  • દહીં
  • રાજગરાનો લોટ
  • આદુ મરચા પેસ્ટ
  • શેકેલું જીરું
  • મીઠું
  • તલ
  • લાલ મરચું પાવડર

રીત-

1- પહેલા આપણે અડધું ગલકુ લઈએ છીએ.

2- પહેલા આપણે ગલકા ને વોસ કરી લઈએ.

3- હવે કોરું કરીને પીલ કરવાનું છે. એની છાલ રીમૂવ કરવાની છે.

4- હવે ગલકા ને છીણી લેવાનું છે

5- હવે આપણે એક વાડકી રાજગરા નો લોટ લઈશું.

6- રાજગરાના લોટ કરતાં મોરૈયા નો લોટ ઓછો રાખવાનો છે લગભગ અડધી વાડકી જેટલો લોટ લેવાનો.

7- તેમાં એક મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરવાની છે.

8- શેકેલું જીરું અડધી ચમચી જેટલું. થોડા તલ એડ કરીશું.

9- એક નાની ચમચી લાલ મરચું એડ કરવાનું છે.

10- સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું.

11- હવે આપણે બધું મિક્સ કરી લઈએ અને જરૂર પ્રમાણે દહી એડ કરીશું.

12- હવે થોડું મિક્સ કરતા કરતા દહીં એડ કરીશું.

13- હવે થોડું પાણી એડ કરીશું.જરૂરિયાત પ્રમાણે.

14- હવે આપણું બેટર રેડી છે તેને આપણે થોડું સ્મૂધ કરવાની કોશિશ કરીશું તેને વધારે પાતળું નથી કરવાનું.

15- હવે આપણે ભજીયા ઉતારીશું.

16- આપણે હવે તેલ ગરમ કરવાનું મુકીશું.

17- હવે તેલ ગરમ થઈ ગયું છે.

18- તેમાં હવે ભજીયા મુકીએ.

19- નાના નાના ભજીયા મૂકવાના છે. જેથી કરીને અંદર સરસ ચડી જાય.

20- હવે તેને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું.

21- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ગલકા ના ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે.

22- હવે આપણે તેને કાઢી લઈશું.

23- આ પ્રમાણે બાકીના બધાં ભજીયા તળી લઈશું.

24- આપણે ધીમા ગેસ પર તળવાના છે.

25- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આવી રીતે તરવાથી ક્રિસ્પી થાય છે.

26- ટીસ્યુ પેપર પર ભજીયા કાઢી લઈશું.

27- ગરમાગરમ ભજીયા રેડી છે તમે જોઈ શકો છો વીડિયોમાં એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *