ગાંઠિયા – બાળકોને નાસ્તામાં બહારથી તૈયાર પેકેટ લાવીને નહિ ઘરે જ બનાવી આપો…

ચણાના લોટ, મરચું , મોણ , મીઠું, હિંગ મેળવી તળીને બનવાતી ફરસાણની એક વાનગી છે. ગાંઠિયા મુખ્યત્વે ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન માં ખૂબ પ્રચલિત છે. ગુજરાતનું ભાવનગરશહેર ગાંઠિયામાં સૌથી લોકપ્રિય છે.


સવારમાં ખાવ ચા ને ગાંઠીયા પછી ક્યાંથી હાલે ટાંટિયા ..” આવું કહેવાય છે પણ ગુજરાતીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ માટે આ કહેવત બિલકુલ લાગુ નથી પડતી . ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગાંઠીયા ખાધા પછી જ જોમ, જુસ્સો અને તાકાત આવે છે … ગાંઠીયામાં વિટામીન ભરપુર માત્રામાં હોય છે .ગાંઠિયા એ ગમે ત્યારે કરાતો નાસ્તો છે ..ગાંઠીયા ઘણા માટે લંચ પણ છે ને ડીનર પણ …!!! એનીટાઈમ ઈઝ એ ગાંઠીયા ટાઈમ વિથ ચા …!!! યસ્સસ્સ્સ ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં તો સવાર જ ગાંઠિયાથી પડે અને રાત પણ ગાંઠિયાથી જ …!!! આવું કહેવું અને સાંભળવું સૌરાષ્ટ્રમાં સાવ એટલે સાવ જ કોમન છે …!!! તીખા ગાંઠીયા સૌરાષ્ટ્રનું ઓફીશીયલ ફૂડ છે એમ કહેવું જરાય અતિશયોક્તિવાળું નથી જ …!!! તીખા ગાંઠીયા એ સૌરાષ્ટ્રનું ઓરીઝનલ ‘ ફાસ્ટ ફૂડ ‘ કહી શકાય …!!!

સામગ્રી :

૨૫૦ ગ્રામ ચણાનોલોટ

૧ ચમચી લાલ મરચું

૧ ચમચી અજમા

૧ ચમચી હિંગ

તેલ

સ્વાદ અનુસાર મીઠું

ક્રશ કરેલું લસણ

બનાવવાની રીત:

સ્ટેપ :1

એક ત્રાસ માં ચણાના લોટ લો .તેમાં માં લાલ મરચું , હિંગ ,સ્વાદ અનુસાર મીઠું , ૨ ચમચી તેલ,ક્રશ કરેલું લસણ લઇ તેમાં થોડું પાણી ઉમેરી ગરણી થી ગાળેલું પાણી નાંખી થોડો કઠણ લોટ બાંધો .તમને જરૂર લાગે તો પાણી લઇ શકો છો .

સ્ટેપ :2

એક લોયા માં તેલ ગરમ કરવા મુકો.તેલ ડૂબે એટલું લેવું .

સ્ટેપ :3

ગાંઠિયા પાડવા ના મશીન માં ગાંઠિયા ની મોટા કણાની ઝારી મૂકી લોટ ભરો .

સ્ટેપ :4

તેલ ગરમ થાય એટલે વધુ તાપ રાખી ગાંઠિયા પાડો .ત્યાર બાદ ગેસ ધીમો કરો.

સ્ટેપ :5


ગાંઠિયા જાડા હોવાથી કડક કરવા માટે થોડો સમય લાગશે.કડક ગાંઠિયા થાય ત્યારે ઉતારી લ્યો.બધાં ગાંઠિયા થઇ જાય એટલે ડબ્બા માં ભરી લ્યો.ગાંઠિયા લીલા મરચા સાથે , ડુંગળી સાથે, ગોળ સાથે ખાવાની મજા જુદી જ છે.

નોંધ :


ગાંઠિયા ને વેરાયટી માટે તમે પાલક ની પ્યૂરી લઇ શકો છો .અને એકલું ક્રશ લસણ લેસો તો મશીન માંથી ગાંઠિયા નો લોટ જલ્દી થી નીકળશે નહિ એટલે લસણ માં થોડું પાણી ઉમેરી ને ગાળી ને લેવું .

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *