ઘઉં ના લોટ ના ગાર્લિક લચ્છા પરાઠા – હવે પંજાબી સબ્જી સાથે સાદી રોટલી નહિ આ પરાઠા બનાવો અને ખાવ..

પરોઠા એ નાના મોટા દરેક ને પસંદ હોય છે, અને પરોઠા દાળ , સબ્જી , દહીં , અથાણું , ચા ગમે તેની સાથે ખાઈ શકાય છે અને બધા ખાતા જ હશે . લંચ બોક્સ માટે પણ સારો ઓપ્સન છે. આજે આપણે ખુબ જ ટેસ્ટી લાગે તેવા ગાર્લિક લચ્છા પરાઠા બનાવની રેસિપી જોઇશુ. ખુબ જ ટેસ્ટી લાગે છે આ ગાર્લિક ફ્લેવર ના પરોઠા . એક વાર ચોક્કસ થી ટ્રાય કરવા જેવા છે તો ચોક્કસ થી બનાવજો રેસિપી જોઈને.

સામગ્રી

  • ૧ કપ ઘઉં નો લોટ
  • અડધી ચમચી મીઠું
  • ૨ ચમચી તેલ
  • જરૂર મુજબ પાણી
  • ૨ ચમચી ઘી
  • ૧ ચમચી લસણ ની પેસ્ટ
  • ચાટ મસાલો
  • શેકેલ જીરા પાઉડર

સૌ થી પેલા એક મિક્સિંગ બાઉલ માં ઘઉં નો લોટ લઇ લો , તેમાં મીઠું નાખી દો , તેલ નાખી દો અને હાથે થી મિક્સ કરી લો ,

ત્યાર પછી જોઈએ તેમ પાણી નાખતા જઈ અને એકદમ સોફ્ટ પાણી નાખી દેવાનું છે , લોટ બંધાઈ જાય એટલે ૩-૪ મિનિટ માટે મસળી લેવાનો છે , પછી ઉપર થોડું તેલ લગાવી લઇ અને ઢાંકી દઈ ૧૦-૧૫ મિનિટ માટે રાખી દેવાનો છે.

હવે એક બાઉલ માં ૨ ચમચી ઘી લઇ લો , તેમાં ૧ ચમચી લસણ ની પેસ્ટ નાખી દો , અને મિક્સ કરી સાઈડ માં રાખી દો ,

૧૦-૧૫ મિનિટ થઇ જાય એટલે લોટ ને થોડી વાર મસળી લઇ તેમાં થી એક સરખા લુઆ કરી લેવાના છે ,

પછી પાટલી પર કોરો લોટ લઇ અને રોટલી જેટલું પાતળું પરોઠું વાણી લેવાનું છે , તેમાં ઉપર ઘી અને લસણ નું મિશ્રણ કર્યું હતું તે આખા પરોઠા પર લગાવી લો , પછી ઉપર ચાટ મસાલો અને શેકેલ જીરા પાઉડર સ્પ્રિન્કલ કરી દો ,

થોડો કોરો લોટ સ્પ્રિન્કલ કરી દો અને પછી વિડિઓ કે ફોટો માં જોઈ અને બતાવ્યા પ્રમાણે પ્લીટ્સ બનાવતી જવાનું છે ,

બધી પ્લીટ્સ બની જાય એટલે બતાવ્યા પ્રમાણે ગોળ વાળી લઇ , કોરો લોટ લઇ અને પરોઠું વાણી લેવાનું છે , એકદમ પાતળું નથી કરવાનું પરોઠું.

હવે ગરમ લોઢી પર મીડીયમ ગેસ પર પેલા કોરું શેકી લો પછી સાઈડ ફેરવી લઇ ઉપર ઘી કે તેલ લગાવી લો , બીજી બાજુ પણ ઘી કે તેલ લગાવી લઇ હળવા હાથે પ્રેસ કરતા જઈ બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે.

તમે જોઈ શકો છો વિડિઓ માં ખુબ જ સરસ લેયર છુટ્ટા પડી રહ્યા છે . આ રીતે બધા પરોઠા વણી અને શેકી લેવાના છે.

ખુબ જ સરસ લાગે છે ખાવામાં આ ગાર્લિક ફ્લેવર ના લચ્છા પરાઠા જરૂર થી બનાવજો .

વિડિઓ રેસિપી :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *