ચીઝ ગાર્લિક મસાલા રવા ઉતપમ – બાળકોને એકના એક ઢોંસા અને ઈડલી નહિ કાંઈક નવીન બનાવી આપો..

આપણે ગુજરાતી લોકોએ સાઉથ ઇન્ડિયન ફૂડને એકદમ સારી રીતે અપનાવી લીધુ છે.

બ્રેકફાસ્ટ હોયકે ડિનર સાઉથ ઇન્ડિયન ફૂડ આપણો ખૂબજ સારો હિસ્સો બની ગયો છે પછી તે ઢોસા હોય કે ઇડલી કે પછી મેંદુવડા એક પણ ગુજરાતીનું ઘર એવુ નહીં હોય કે જ્યાં સાઉથ ઇન્ડિયન ફૂડ ના બનતુ હોય.

તો ચાલો આપણે પણ આજ એક સરસ મજાની સાઉથ ઇન્ડિયન આઇટમ શીખીએ.

તો ચાલો બનાવીએ

ચીઝ ગાર્લિક મસાલા રવા ઉતપમ

સામગ્રી:

• ૨૫૦ ગ્રામ રવો

• જરૂર મુજબ ખાટી છાશ

• મીઠું સ્વાદઅનુસાર

• લાલ મરચું એક ચમચી

• લસણની ૬ થી ૭ કળી

• ૨ મોટી ડુંગરી

• ૨ ટમેટા

• ૧ નાનું કેપ્સિકમ(ઓપ્સનલ)

• થોડીક કોથમીર

• ૧૦૦ ગ્રામ (૪ ક્યુબ) ચીઝ

• તેલ

રીત:


૧. રવાની અંદર જરૂર મુજબની ખાટી છાશ અને સ્વાદઅનુસાર મીઠું નાખીને ઇડલીનું રાખીએ તેટલુ જાડુ ખીરું રાખીને સાત થી આઠ કલાક પલાળી રાખવું.

૨. પલાળેલા ખીરામાં સાત થી આઠ કલાકમાં સરસ મજાનો આથો આવી જાસે.

૩. ડુંગરી,ટમેટા,કોથમીર અને કેપ્સિકમને(જો નાખવુ હોય તો) એકદમ ઝીણા ઝીણા સુધારી લેવા.

૪. સાત થી આઠ કળી લસણમાં એક ચમચી લાલ મરચુ,સ્વાદઅનુસાર મીઠું અને થોડુંક પાણી એડ કરીને મિક્ષરમાં સ્હેજ પતલુ પીસી લેવુ.

૫. રેડી કરેલા ખીરામાં ઝીણા સમારેલા ડુંગરી,ટમેટા,કોથમીર અને કેપ્સિકમ(જો નાખવુ હોત તો) એડ કરીને મિક્ષ કરી લેવા.

૬. એક લોઢીમાં એકાદ ચમચી તેલ પાથરીને તેના ઉપર ઉતપમનું ખીરું રાઉન્ડ શેઇપમાં પાથરી લેવું.

૭. એક સાઇડ ઉતપમનુ પડ ચડી જાય એટલે બીજી સાઇડ તેલ લગાવીને ઉતપમને ઉથલાવીને ચડી ગયેલ સાઇડ ઉપર લસણની રેડી કરેલ ચટણી એક ચમચી લગાવી દેવી.

૮. બેય સાઇડ ઉતપમ સરખુ ચડી જાય એટલે જે સાઇડ લસણની ચટણી લગાવી હોય તે સાઇડ થોડુંક ચીઝ બધી બાજુ ફરતું ખમણી લેવું.

લ્યો તૈયાર છે અપણા એકદમ યમ્મી ચીઝ ગાર્લિક મસાલા રવા ઉતપમ ખરેખર ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગસે સંભાર તથા ટોપરાની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *