ગાર્લિક પાલક સેવ – બાળકોને બહારથી લાવેલ સેવ નહિ પણ ઘરે બનાવેલ આ હેલ્થી સેવ બનાવી આપજો…

ગાર્લિક પાલક સેવ :

સામાન્ય રીતે આપણે બેસનમાંથી બનતી સેવ, ગાંઠિયા બનાવતા હોઇએ છે. તેમાં થોડા રેગ્યુલર સ્પાયસીસ ઉમેરીને ટેસ્ટી બનાવતા હોઇએ છીએ. તેમાં મેથી, ટમેટા, ચીઝ વગેરેના ટેસ્ટ પણ ઉમેરવામાં આવતા હોય છે. અહીં હું આપ સૌ માટે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી ગાર્લીક અને પાલકના મિક્ષ ટેસ્ટની સેવ બનાવવાની રેસિપિ આપી રહી છું. આ સેવ જાડી કે જીણી બનાવી શકાય છે તેનો ચેવડો, પાણી પૂરી, ચાટ વગેરે માટે પણ ઉપયોગ કરી શકાય છે. ચા સાથે નાસ્તામાં પણ લઇ શકાય છે. તેમજ તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને દિવાળીના તહેવારમાં આ સ્પેશિયલ સેવ બનાવજો. ઘરના નાનાથી માંડીને મોટા સુધીના દરેક લોકોને ક્રીસ્પી ગાર્લિક પાલક સેવ ખૂબજ ભાવશે.

ગાર્લિક પાલક સેવ બનાવવા માટેની સામગ્રી :

  • 5 કપ બેસન અથવા ચણાનો લોટ
  • 150 ગ્રામ પાલક ના પાન
  • 1 ½ કલ પાણી
  • 7-8 મોટી કળી ફોલેલું લસણ
  • 1 ટેબલ સ્પુન સંચળ પાવડર
  • 2 ટેબલ સ્પુન ઓઇલ
  • ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ
  • સોલ્ટ સ્વાદ મુજબ

ગાર્લિક પાલક સેવ બનાવવાની રીત :

સૌ પ્રથમ પાલકના પાનને પાણીથી બરાબર ધોઈને મોટા કાપી લ્યો. ગ્રાઇંડર જાર લઈ તેમાં મૂકો. સાથે તેમાં સાથે લસણ ઉમેરી ગ્રાઇંડ કરી લ્યો. તેમાં થોડું પાણી ઉમેરી ફાઇન ગ્રાઇંડ કરી લ્યો.

એક બાઉલ પર ચાળણી રાખી તેમાં ગ્રાઇંડ કરેલ પાલક અને ગાર્લીકનું મિશ્રણ ઉમેરી ગાળી લ્યો. તેના પર ચમચાથી પ્રેસ કરી બધો પલ્પ ગાળી લ્યો. હવે તેમાં ટોટલ 1 ½ કપ થાય એટલું પાણી ઉમેરી પાતળું સિરપ બનાવો.

ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન સંચળ પાવડર ઉમેરી મિક્ષ કરો. એક બાજુ રાખો.

હવે એક મિક્ષિંગ બાઉલ લઈ તેમાં 5 કપ બેસન કે ચણાનો લોટ ચળણીથી ચાળી લ્યો. જેથી ગાંઠા ના રહે. લોટમાં 2 ટેબલ સ્પુન ઓઇલ, ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ અને સોલ્ટ સ્વાદ મુજબ ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં ગાર્લીક પાલકનું સિરપ ઉમેરી મિક્ષ કરી લોટ બાંધો. સોફ્ટ લોટ બાંધવા માટે જરુર પડે તો સાદુ પાણી ઉમેરી સેવ પાડી શકાય તેવી કંસીસ્ટંસી નો લોટ બનાવો.

હવે તેનાપર જરા ઓઇલ લગાવી ઢાંકી દ્યો. જેથી સુકાઈ ના જાય.

હવે કીચન પ્રેસ કે સાદો સેવ પાડવાનો સંચો લઇ તેને અને સેવની પ્લેટ અને ઢાંકણમાં રહેલ પીસ્ટલ પણ ઓઇલથી ગ્રીસ કરી લ્યો.

હવે સંચામાં જીણી સેવની ઓઇલ કરેલી પ્લેટ મૂકી, સમાય તેટલો ગાર્લીક પાલકથી બાંધેલો લોટ ભરી, ઢાંકણ બંધ કરી દ્યો.

ત્યારબાદ એક પેનમાં ઓઇલ મૂકી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. ઓઇલ બરાબર ગરમ થઇ જાય એટલે પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે સંચાથી ઓઇલમાં સેવ પાડો. એક્બાજુ ક્રીસ્પી થઇ જાય એટલે ફ્લીપ કરી બીજી બાજુ પણ ક્રીસ્પી ફ્રાય કરી લ્યો.

જારામાં લઈ ઓઇલ નિતારી ગાર્લીક પાલક સેવ પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો. આ પ્રમાણે બાકીની બધી ગાર્લીક પાલક સેવ ઓઇલમાં પાડી ફ્રાય કરી લ્યો. પાલક્નો સરસ ગ્રીન કલર, ગાર્લીક્ની સરસ અરોમા અને ટેસ્ટ અને સંચળનો ચટપટો ટેસ્ટ ગાર્લીક પાલક સેવને સ્પેશિયલ બનાવે છે. બધા લોકોને આ સેવ ખાવી ખૂબજ પસંદ પડશે. ચા સાથે નાસ્તામાં પણ આ સેવ ખૂઅબજ ટેસ્ટી લાગે છે. તો તમે પણ મારી આ રેસિપિ ફોલોકરીને ચોક્કસથી આ દિવાળીના તહેવારમાં ઘરે બનાવજો.

તેના પર ચાટ મસાલો અને લાલ મરચુ પાવડર સ્પ્રીંકલ કરી ખાવાથી વધારે ટેસ્ટી લાગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *