ગાર્લિક પરાઠા – એકના એક થેપલા, પુરી અને રોટલી ભાખરી નહિ હવે બનાવો આ ટેસ્ટી પરાઠા…

હેલો ફ્રેન્ડ આજે હું લાવી છું ગાર્લિક પરાઠાની રેસિપી આપણે સ્ત્રીઓને રોજની એક સમસ્યા હોય છે કે રોજ રસોઈ માં નવું શું બનાવો આપણે શાકમાં તો વિવિધતા લાવીએ જ છે પરંતુ સાથે ખાવા માટે પરાઠા થેપલાં પૂરી રોટલી કે બનાવીએ છીએ આપણે પરોઠા માં પણ વિવિધ જાતના પરાઠા બનાવીએ છીએ જેમ કે મેથીના પાલકના ફુદીના ના વગેરે

આજે હું ગાર્લિક પરાઠાની રેસિપી લાવી છું જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ખાસ કરીને બાળકોને આ ગાર્લિક પરાઠા ખૂબ જ પસંદ આવશે આપણે હોટેલમાં ગાર્લિક કુલચા કે ગાર્લિક નાન ખાતા જ હોઈએ છીએ એવી જ રીતે ગાર્લિક પરાઠા પણ ખુબ સરસ લાગે છે ફટાફટ બનતા આ પરાઠા તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો આ પરાઠા છોલે દમ આલુ કે દાલ મખની સાથે ખૂબ સરસ લાગે છે તો ચાલો આજે ગારલિક પરાઠા બનાવવા શું સામગ્રી જોઈએ છે તે નોંધી લો.

સામગ્રી


* 3-4 કપ ઘઉંનો લોટ

* 1/2 કપ બારીક સમારેલું લસણ

* 3 થી 4 ટેબલ સ્પૂન તેલ

* 3 થી 4 ટેબલ સ્પૂન કસૂરી મેથી

* 3 થી 4 ટેબલ સ્પૂન બારીક સમારેલી કોથમીર

* 4-5 tbsp સફેદ તલ

* સ્વાદ અનુસાર મીઠું

* પરાઠા શેકવા માટે ઘી અથવા તેલ


1- પરાઠા બનાવવાની રીત સૌ પ્રથમ એક વાસણ માં લોટ લસણ કસૂરી મેથી બારીક સમારેલી કોથમીર સફેદ તલ અને તેલનું મોણ તથા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લો.


2- ત્યારબાદ તેમાં જરૂર પુરતું પાણી ઉમેરી તેનો પરાઠા જેવો કડક લોટ તૈયાર કરો તેને પાંચથી દસ મિનિટ ઢાંકીને મૂકી દો.

3- ત્યારબાદ તૈયાર કરેલા લોટમાંથી એક સરખા લુવા તૈયાર કરી લો અને તેનો પરાઠા વણી લો.


4- ત્યારબાદ ગેસ પર તવો ગરમ કરવા મૂકો અને વણેલા પરાઠા ને બંને બાજુએ તેલ અથવા ઘી મૂકીને ક્રિસ્પી શેકી લો તૈયાર છે તમારા ગરમાગરમ ગાર્લિક પરાઠા તેને દમ આલુ દાલ મખની કે છોલે સાથે પીરસી શકો છો


ટીપ- મે આ પરાઠા બનાવવા માટે સુકુ લસણ વાપર્યું છે તમે લીલા લસણ ના પણ પરાઠા બનાવી શકો છો

આ પરાઠાને બટરમાં શેકીને બટર ગાર્લિક પરાઠા પણ બનાવી શકાય છે બાળકોને બટર ગાર્લિક પરાઠા ખૂબ ભાવે છે


આશા છે તમને આ ઝટપટ પરાઠા ની રેસીપી પસંદ આવી હશે તો ચાલો તમે બનાવો આ ઝટપટ ગાર્લિક પરાઠા અને હું બનાવુ બીજી નવી રેસિપી અને હા તમારો ફીડબેક આપવાનું ભૂલતા નહિ આવી નવી નવી રેસિપી શીખવા માટે મારી ચેનલ Mumma’s kitchen ને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો।

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *