લેયર્ડ ગાર્લિક પરાઠા – થોડા સ્પાઈસ મિક્ષ કરી તેને સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે

લેયર્ડ ગાર્લિક પરાઠા :

દરેક ઘરમાં બનતા પરોઠા બનાવવા ખૂબ જ સરળ છે. થેપલાની જેમ વારંવાર બનતા પરોઠા અનેક પ્રકારે બનાવવામાં આવે છે. સાદા ઘઉંના લોટમાંથી પરોઠા મરી, જીરુ, હિંગ જેવા થોડા સ્પાઇસ ઉમેરીને સ્વાદીષ્ટ બનાવવામાં આવતા હોય છે. જ્યારે સ્ટફ્ડ પરાઠા આલુ, લીલા વટાણા, ગાજર, મૂળા કે બીટ ઓનિયન કે ફ્લાવર જેવા શાક્ભાજીમાંથી બનાવવામાં આવતા હોય છે. તો ઘણી વખત સ્ટફિંગ કર્યા વગર જ ડાયરેક્ટ પરોઠાના લોટમાં જ શાક કે મેથીની ભાજી, પાલક, ફુદિનો કે કોથમરી મિક્સ કરીને બનવવામાં આવતા હોય છે. લેયર્ડ પરોઠામાં બટર સાથે ગાર્લીક કે બારીક કાપેલી ઓનિયન સાથે થોડા સ્પાઇસ ઉમેરીને મિક્ષ કરવામાં આવતા હોય છે. અને બનાવેલા મિશ્રણને પરાઠા પર સ્પ્રેડ કરીને પછી લેયર બનાવવામાં આવતા હોય છે. આમ અનેક પ્રકારે પરોઠા બનવવામાં આવે છે.

આજે હું અહીં લેયર્ડ ગાર્લીક પરોઠાની રેસિપિ આપી રહી છું, જે ઘઉં અને મેંદાના લોટના મિશ્રણથી બનાવી છે. થોડા સ્પાઈસ મિક્ષ કરી તેને સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે. જેથી બધાને ખૂબજ ભાવશે.

ઘરના જ રસોડામાંથી બધી સામગ્રી મળી જશે.

લેયર્ડ ગાર્લિક પરાઠા બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ ઘઉંનો લોટ
  • ½ કપ મેંદાનો લોટ
  • 1 ટેબલ સ્પુન ઓઇલ
  • ½ ટી સ્પુન સોલ્ટ
  • 12- 15 લસણની ફોલેલી કળી
  • 3 ટેબલ સ્પુન બટર (રેડી બટર સોલ્ટી હોય છે ) રુમ ટેમ્પરેચર પર હોય તેવું
  • ½ ટી સ્પુન સોલ્ટ – ઘરનું વ્હાઇટ બટર વાપર્યું હોય તો એમાં ઉમેરવું
  • ½ ટી સ્પુન ઓરેગાનો
  • 1 ટી સ્પુન ચીલી ફ્લેક્સ
  • ¾ કપ બારીક કાપેલી કોથમરી
  • 12 – 15 ફુદિનાના પાન
  • ઓઇલ પરાઠા રોસ્ટ કરવા માટે + ½ ટી સ્પુન ઓઇલ બાંધેલા લોટ પર ગ્રીસ કરવા માટે

લેયર્ડ ગાર્લિક પરાઠા બનાવવાની રીત :

સૌ પ્રથમ લસણની 12-15 કળીઓ ફોલીને તેને અધકચરી ખાંડી લ્યો.

ત્યારબાદ અધકચરી ખાંડેલી કળીઓને એક નાના બાઉલમાં લઈને તેમાં 3 ટેબલ સ્પુન રેડી સોલ્ટી બટર કે ઘરમાં બનાવેલું વ્હાઇટ બટર ઉમેરો.

જો વ્હાઇટ બટર વાપર્યુ હોય તો તેમાં તમારા સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરી દ્યો.

હવે તેમાં ½ ટી સ્પુન ઓરેગાનો અને 1 ટી સ્પુન ચીલી ફ્લેક્સ ઉમેરો.

હવે બધું મિક્ષ કરી લ્યો. ગાર્લીક પરાઠા માટેનું સ્પ્રેડ રેડી છે. થોડીવાર એકબાજુ રાખો.

પરાઠા માટેનો લોટ બાંધવાની રીત :

હવે એક મોટા મિક્ષિંગ બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ અને ½ કપ મેંદાનો લોટ લ્યો.

તેમાં 1 ટેબલ સ્પુન ઓઇલ અને ½ ટી સ્પુન સોલ્ટ ઉમેરો.

હવે બન્ને લોટને બરાબર ઓઇલ અને સોલ્ટ સાથે મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરીને રોટલીના લોટ કરતા થોડો ટાઈટ અને ભાખરીના લોટ કરતા થોડો ઢીલો એવો લોટ બાંધી લ્યો. સરસથી મસળી લ્યો.

ત્યારબાદ તેના પર થોડું ઓઇલ લગાવી, ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપો.

10 મિનિટ પછી બાંધેલા લોટને ફરી મસળીને સ્મુધ બનાવી લ્યો.

લેયર પરોઠા માટે લુવા બનાવવાની રીત :

હવે તેમાંથી 5 મોટા લુવા બનાવો.

અહીં પરોઠા માટે તેમાંથી મોટા બેઇઝ બનાવવાના છે. કેમેકે તેમાંથી લેયર બનાવવાનાં છે.

બનાવેલા એક લુવામાંથી એક મોટી તેમજ થોડી જાડી રોટલી (બેઇઝ) બનાવી લ્યો.

જરુર મુજબ લુવાને વણવા માટે લોટનું જરુર મુજબ અટામણ લ્યો. વચ્ચે જરુર પડે તો તેના પર લોટ સ્પ્રીંકલ કરતા જઇ વણતા જ્વું.

હવે વણેલા પરોઠા પર લસણ-બટરના મિશ્રણને બ્રશ વડે ઓલ ઓવર સરસથી સ્પ્રેડ કરી લ્યો.

હવે તેના પર તેના પર બારીક કાપેલો ફુદીનો સ્પ્રિંકલ કરો.

સાથે બારીક કાપેલી કોથમરી સારા એવા પ્રમાણ સ્પ્રેડ ઉપર સ્પ્રિંકલ કરો.

સ્પ્રીંકલ કરેલા ફુદિનો અને કોથમરીને તવેથાથી જરા હલકા હાથે પ્રેસ કરી લ્યો. એટલે પરાઠા પર બરાબર સેટ થઇ જાય અને લેયર બનાવતી વખતે છુટા ના પડી જાય.

હવે પરોઠાને લેયર માટે ફોલ્ડ કરવાનું છે.

સૌ પ્રથમ પરોઠાને એક બાજુથી થોડું પટ્ટી થાય એ પ્રમાણે આગળ લઈ જવાનું છે. ત્યારબાદ તેટલું જ પાછળ લાવવાનું છે. એ પ્રમાણે ઉભી પટ્ટીઓ –લેયર બનાવી લેવાના છે.

આખા પરોઠામાંથી એ પ્રમાણે લેયર કરીને એક જાડી ઉભી લેયરવાળી પટ્ટી બની જશે.(પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે ).

બનેલી પરોઠાની પટ્ટી પર લસણ – બટરનું મિશ્રણ લગાવી લ્યો. હવે તેના પર થોડી કોથમરી સ્પ્રિંકલ કરી લ્યો.

ત્યારબાદ તેનાં પર થોડો ઘઉંનો સૂકો લોટ સ્પ્રીંકલ કરો.

હવે તૈયાર થયેલી પટ્ટીમાંથી તેને ફોલ્ડ કરીને ફરીથી લુવુ બનાવવાનું છે.

તેના માટે પટ્ટીના છેડા પર આંગળી રાખી બાકીની પટ્ટી તેના પર વીંટાળતા જઇને રાઉંડ રોલ બનાવો. વિંટળાઇ જાય એટલે સેંટરમાંથી આંગળી કાઢીને તે જગ્યાએ સામેના છેડાને પ્રેસ કરીને ફીટ કરી હલકા હાથે પ્રેસ કરી દ્યો.

હવે પરોઠા બનાવવા માટે લુવા તૈયાર છે. આ પ્રમાણે બધા લુવા બનાવી લેવા.

જ્યારે લેયર્ડ ગાર્લીક પરાઠા ગરમા ગરમ સર્વ કરવા હોય ત્યારે પરાઠા ઓઇલમાં રોસ્ટ કરી સર્વ કરવા.

લેયર્ડ ગાર્લીક પરાઠા બનાવવાની રીત :

હવે બનાવેલા લુવા પર સૂકો ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરી તેને હલકા હાથે થોડો પ્રેસ કરતા જઇ પુરી જેવડો બનાવી લ્યો.

ત્યારબાદ બનેલી થીક પુરી પર ફરીથી લોટ સ્પ્રિંકલ કરી વેલણથી હલ્કા હાથે પરોઠું વણી લેવું.

વચ્ચે થોડો થોડો લોટ સ્પ્રિંકલ કરીને પરોઠું થોડું જાડું વણી લેવું.

પરોઠા જરા જાડા વણવાથી ઓઇલમાં રોસ્ટ કરતી વખતે સરસ લેયર છુટા પડતા દેખાશે.

હવે ઓઇલમાં રોસ્ટ કરવા માટે તવાને ગરમ મૂકો.

ગરમ થઇ જાય એટલે મિડિયમ ફ્લૈમ પર રાખી પરાઠાને તવામાં મૂકો.

પહેલા બન્ને બાજુ ઓઇલ વગર જ પરોઠાને થોડો રોસ્ટ કરી લ્યો.

ત્યારાબાદ બન્ને બાજુ વારા ફરતી ઓઇલ મૂકી ફ્લિપ કરતા જઇ ગોલ્ડન બ્રાઉન સ્પોટ થાય અને થોડો ક્રંચી થાય ત્યાંસુધી ઓઇલમાં રોસ્ટ કરી લ્યો. પરોઠું જેમ રોસ્ટ થતું જશે તેમ તેના સરસ લેયર છુટા પડતા દેખાશે. (પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે).

હવે લેયર્ડ ગાર્લીક પરોઠું પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો. આ પ્રમાણે બધા પરોઠા ઓઇલ કે ઘીમાં રોસ્ટ કરી લ્યો.

તો હવે સર્વ કરવા માટે ગરમા ગરમ લેયર્ડ ગાર્લિક પરાઠા રેડી છે.

વધારે ક્રંચી કરવા હોય તો ઘી મૂકીને તેમાં રોસ્ટ કરો.

આ પરાઠાને ખાટા કે મીઠા અચાર, કોરી ચટણી અને દહીં સાથે સર્વ કરી શકાય છે.

ઘરના નાના બાળકોથી માંડીને મોટા લોકો સુધીના બધાને આ થોડા ક્રંચી, સ્પાયસી અને ટેસ્ટી લેયર્ડ ગાર્લીક પરાઠા ખૂબજ ભાવશે.

તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *