ગાલિૅક બ્રેડ – નાના મોટા ને ખૂબ જ પસંદ આવે એવી ગાલિૅક બ્રેડ બનાવો કઢાઈમાં જ…

ગાલિૅક બ્રેડ:-

• આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઘઉં ના લોટની ગાલિૅક બ્રેડ બનાવીશું.

• નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

• તો નાના મોટા ને ખૂબ જ પસંદ આવે એવી ગાલિૅક બ્રેડ ની રેસીપી તમે વિડીયો રેસીપી દ્રારા જોઈ શકો છો.

સામગ્રી:-

  • • 1 ચમચી તેલ
  • • 10 થી 11 કળી લસણ
  • • 2 ચમચી બટર
  • • 2 વાટકી ઘઉં નો લોટ
  • • 1 ચમચી ખાંડ
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • ¼ ચમચી બેકિંગ સોડા
  • • ½ ચમચી બેકિંગ પાવડર
  • • 1 ચમચી પિઝા સિંઝનીંગ
  • • 1 વાટકી મોળું દહીં
  • • ચીઝ
  • • ½ વાટકી બાફેલી મકાઈ ના દાણા

રીત:-

• સ્ટેપ 1:-સૌપ્રથમ ગાલિૅક બટર તૈયાર કરીશું. તો એના માટે એક વાસણમાં તેલ ઉમેરી લો. અને એમાં ક્રશ કરેલું લસણ ઉમેરી ગેસ ની ધીમી આંચ પર સાંતળી લો અને બટર પણ ઉમેરી લો .લસણ વધારે સંતળાઈ જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું.

• સ્ટેપ 2:-હવે આપણે લોટ બાંધી લઈએ. તો એક વાસણમાં 2 વાટકી ઘઉં નો લોટ ઉમેરો એમાં ખાંડ, મીઠું, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર, પિઝા સિંઝનીંગ અને દહીં ઉમેરતાં જાઓ અને ઢીલો લોટ બાંધી લેવો. અને 10 મિનિટ સુધી સારી રીતે મસળી લો. અને મોણ માટે ગાલિૅક બટર ઉમેરી ફરીથી મસળી લો અને ઢાંકી ને 10 મિનિટ માટે રેસ્ટ આપો.

• સ્ટેપ 3:-હવે નોનસ્ટિક પેન ને પ્રિસહિટ કરવા માટે મૂકો. અને હવે લુઆ વાળી ને થોડી જાડી રોટલી વણી લો. ઉપર ગાલિૅક બટર લગાવી લો.

• સ્ટેપ 4:-રોટલા ના અડધા ભાગ પર ચીઝ પાથરી લો અને પિઝા સિંઝનીંગ સ્પિંકલ કરી લો. અને થોડા મકાઈના દાણા ઉમેરી લો.

• સ્ટેપ 5:-હવે વચ્ચે થી ફોલ્ડ કરી લો. અને સાઈડની કીનારને કાંટાવાળી ચમચી થી પ્રેસ કરી લો. અને ઉપરથી ગાલિૅક બટર લગાવી લો. અને પિઝા સિંઝનીંગ સ્પિંકલ કરી લો.

• સ્ટેપ 6:-પ્લેટ ને પણ ગાલિૅક બટર થી ગ્રીસ કરી લો.અને બ્રેડ ને પ્લેટ માં મૂકી દો. અને ઉપરથી થોડા કાપા કરી લો. કટ નથી કરવાનું.

• સ્ટેપ 7:-હવે આ પ્લેટ ને પ્રિહિટ થયેલી પેનમાં મૂકો અને ઢાંકી ને ગેસ ની મિડીયમ આંચ પર 20 મિનિટ સુધી કુક થવા દો. અને બ્રાઉન કલર ની બ્રેડ થાય ત્યાં સુધી કુક થવા દો.

• સ્ટેપ 8:- તો હવે ખૂબ જ ટેસ્ટી ઘઉં ના લોટની ગાલિૅક બ્રેડ રેડી છે.

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *