ગરમા ગરમ બટાકા વડા – હવે જયારે પણ બટાકા વડા બનાવો તો આવીરીતે જ બનાવજો…

આજે આપણે ગુજરાત નું ફેમસ ફરસાણ ગરમા ગરમ બટાકા વડા બનાવવાની રીત જોઈશું.આ એકદમ દુકાન વાળા જેવા જ બને છે જો તમે આ પરફેક્ટ રીત સાથે બનાવશો તો.તો ચાલો બનાવી લઈએ સૌના મન પસંદ બટેકા વડા.

સામગ્રી:

  • બેસન
  • મીઠું
  • ફ્રૂટ સોલ્ટ
  • બટાકા
  • આદુ અને મરચા ની પેસ્ટ
  • લીલા ધાણા
  • ગરમ મસાલો
  • ખાંડ
  • દાડમ ના દાણા
  • લીંબુ નો રસ
  • તેલ
  • રાઈ
  • હિંગ
  • હળદર
  • મીઠા લીમડાના પાન
  • ચોખા નો લોટ

રીત

1- સૌથી પહેલા આપણે ચાર મોટા બટાકા લઈ લઈશું અને તેને બાફી લઈશું.બટાકા બાફી ને તેને બરાબર ઠંડા થવા દઈશું.પાણી વાળો ભાગ ઓછો રાખવાનો છે,હવે મેસર થી મેસ કરી લઈશું.

2- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે બટાકા સરસ મેસ થઈ ગયા છે હવે તેમાં મસાલા કરી લઈશું.હવે તેમાં એક મોટી ચમચી આદુ અને મરચા ની પેસ્ટ એડ કરીશું.તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો.ત્યારબાદ બે ચમચી લીલા ધાણા નાખીશું.

3- હવે અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું.હવે ગળપણ માટે એક ચમચી ખાંડ એડ કરીશું.બટકા વડા માં ગળપણ અને ખટાશ સારા એવા પ્રમાણમાં હોય છે.ત્યારબાદ બે મોટી ચમચી દાડમ ના દાણા નાખીશું.

4- જો દાડમ ના દાણા મળતા હોય તો તમે નાખી શકો છો અથવા સ્કીપ કરી શકો છો.હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું,હવે એક લીંબુ નો રસ નાખીશું. મસાલા આપણે કરી દીધા છે હવે તેમાં વઘાર કરી લઈશું.હવે વઘાર કરવા માટે એક પેન મૂકી દીધું છે.

5-હવે બે નાની ચમચી તેલ નાખીશું તેલ નું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે.હવે તેલ ને ગરમ થવા દઈશું.હવે અડધી નાની ચમચી રાઈ નાખીશું.અને ચપટી હિંગ નાખીશું,હવે ચપટી હળદર નાખીશું વધારે નથી નાખવાની.

6- હવે પાંચ થી છ મીઠા લીમડાના પાન તોડી ને નાખીશું.હવે વઘાર ને સરસ સાંતળી લઈશું.હવે ગેસ બંધ કરી દઈશું હવે આ વઘાર ને બટાકા ના મિશ્રણ માં નાખીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું,અહીંયા આપણે હાથ થી મિશ્રણ ને મિક્સ કરી લઈશું.

7- હવે આપણે લીંબુ જેવા બોલ્સ બનાવી લઈશું.તમને ફાવે તેવા તમે બનાવી શકો છો.જો તમારું મિશ્રણ ઢીલું થઈ જાય તો તેમાં થોડા પૌવા નાખી શકો છો અથવા આવા બોલ્સ બનાવી ને ફ્રીઝ પણ મૂકી શકો છો.

8- હવે આપણે ખીરું બનાવી લઈશું. હવે બાઉલ લઈ લઈશું હવે તેમાં એક કપ ઝીણો બેસન લઈ લઈશું.તેને ચાળી ને જ લેવાનો છે અને બે ચમચી ચોખા નો લોટ લઈશું.જેથી ઉપર નું પડ એકદમ ક્રિસ્પી બને છે.

9- હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે ચપટી હીંગ નાખીશું.જેથી પચવા માં સરળ રહે છે અને ચપટી આપણે હળદર નાખીશું વધારે નથી નાખવાની. હવે થોડું થોડું પાણી નાખી ને મિક્સ કરતા જઈશું.અને ધ્યાન રાખવાનું છે કે થોડું થોડું જ પાણી નાખીશું.

10- હવે બધું વિસ્કર થી મિક્સ કરી લઈશું.હવે તેને એક મિનિટ માટે સારી રીતે તેને ફેટી લઈશું.ફેટવાથી ખીરું એકદમ હલકું થશે અને એકદમ સોફ્ટ આપણા બટેકા વડા બનશે.ખીરું એવું હોવું જોઈએ કે ચમચી પર કોટ થઈ જાય તેવું તે પણ આપણે ચેક કરી લઈશું જે તમે વિડિયો માં જોઈ શકો છો.

11- હવે આપણે તેમાં બેકીંગ સોડા નાખીશું. એટલે કે ખાવા નો સોડા એ પણ ચપટી જ નાખીશું જ્યારે તમારે ફ્રાય કરવાનું હોય ત્યારે જ નાખવાનો.હવે તેને બરાબર ફેટી લઈશું. હવે ફ્રાય કરવા માટે વડા નાખીશું.હવે તમે હાથ થી કે ચમચી થી પણ પાડી શકો છો.જે તમે વિડિયો માં જોઈ શકો છો.ગેસ એકદમ ધીમો જ રાખીશું.

12- હવે ચમચી થી વડુ લઈ ને તેલ માં મુકીશું.હવે આ રીતે બીજુ પણ વડુ એડ કરીશું.ધ્યાન એ રાખવાનું છે કે વડુ આપણું આખું કોટ થઈ જવું જોઈએ. આપણે બધા બટાકા વડા નાખી દીધા છે અને આ જ્યાં સુધી ફ્રાય ના થાય ત્યાં સુધી તેને હલાવવાનું નથી.નઈ તો તમે હલાવસો તો તે તૂટી જશે.

13- હવે આ ક્રિસ્પી થાય અને કલર આવી જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે સરસ કલર આવી ગયો છે તો તેને ટિસ્યુ પેપર પર કાઢી લઈશું.જેથી વધારા નું તેલ પેપર સોસી લે. અને બાકી ના બટાકા વડા આ જ રીતે ફ્રાય કરી લઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ સરસ અને ટેસ્ટી બની ગયા છે જોઈ ને જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે તો તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *