ગરમાગરમ લાઈવ મોહનથાળ – પાકી ચાસણીની ઝંઝટ વગર – How To Make Mohanthad At Home – Gujarati Recipes

આજે આપણે ગરમા ગરમ લાઈવ મોહનથાળ પાકી ચાસણી ની ઝંઝટ વગર બનાવીશું.જ્યારે મન થાય ત્યારે તમે દાણાદાર મોહનથાળ તમે ઘરે બનાવી શકો છો તો ચાલો બનાવી લઈએ દાણાદાર મોહનથાળ.

સામગ્રી

  • બેસન
  • ઘી
  • ખાંડ
  • પાણી
  • કેસર
  • ઈલાયચી પાવડર
  • દૂધ
  • પિસ્તા

રીત

1- સૌથી પહેલા આપણે બે ચમચી દૂધ લઈશું અને હવે તેમાં બે ચમચી ઘી એડ કરીશું ઘી આપણે પીગળેલું લેવાનું છે હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે એક વાસણમાં એક કપ બેસન લઈશું તેના માટે થોડો જાડો લોટ હોય તો તે પણ લઈ શકો છો.

2- હવે જે દૂધ અને ઘી મિક્સ કર્યું હતું તે થોડું થોડુ એડ કરતા જઈશું આને હાથ થી મસળવાનું નથી તેને હળવા હાથે ચમચી થી મિક્સ કરી લઈશું આવું કરવાથી ખૂબ જ સરસ દાણાદાર મોહનથાળ બને છે ધાબો દેવો ખૂબ જ જરૂરી છે હવે આ સરસ મિક્સ થઈ ગયું છે.

3- હવે તેને ઢાંકીને દસ મિનિટ રહેવા દઈશું હવે તમે દસ મિનિટ પછી આ તમે મિક્સર જોઈ શકો છો દૂધ અને ઘી અંદર ઉમેર્યું હતું તે સરસ ભળી ગયું છે તેનો કલર બદલાઈ ગયો છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.હવે આને તમે ચાયણી ની મદદ થી તમે ચારી શકો છો કાતો હાથ થી મસળી શકો છો.

4- એક સરખો લોટ થઈ જવો જોઈએ તેમાં કોઈ ગાઠા ના રહેવા જોઈએ હવે આ લોટ શેકવા માટે તૈયાર છે હવે એક જાડા તળિયા વારી કડાઈ લઈ લઈશું તેમાં આપણે છ ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લઈશું મોહનથાળ માં ઘી આગળ પડતું હોય છે તો જ તમને ખાવા માં મજા આવશે.

5- હવે મિશ્રણ થોડું ડ્રાય થઇ ગયું છે તો તેમાં બીજું બે ચમચી ઘી એડ કરીશું આ જેમ જેમ ગરમ થશે તેમ તેમ ઘી છૂટું પણ પડશે આ મોહનથાળ ગરમ જ સારો લાગે છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે જેમ જેમ શેકાય છે તેમ તેમ મિશ્રણ આપણું ઢીલું થવા લાગ્યુ છે આપણે આને ધીમા તાપે શેકતા રહીશું.

6- આ મિશ્રણ ને સતત હલાવતા રહીશું હવે આને દસ મિનિટ થશે શેકતા તો ત્યાં સુધી બાજુ માં તેની ચાસણી બનાવવા મૂકી દઈશું.હવે બીજા વાસણ માં અડધો કપ ખાંડ અને અડધો કપ પાણી નાખીશું હવે તેમાં થોડું કેસર એડ કરીશું અને સરસ મિક્સ કરી લઈશું.

7- હવે આને ધીમા ગેસ પર ગરમ કરી લઈશું આ ચાસણી ને દસ મિનિટ ઉકળવા દેવાની છે જ્યારે આ લોટ શેકવાનું ચાલુ કરીએ ત્યારે આપણે ચાસણી પણ ઉકળવા મૂકી દેવાની છે હવે તેમાં ઈલાયચી નો પાવડર એડ કરીશું.

8- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો લોટ સરસ શેકાય ગયો છે તેનો કલર પણ બહુ સરસ આવી ગયો છે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા માંળશે અને તેની સુગંધ પણ આવશે કે લોટ તમારો સરસ શેકાય ગયો છે હજુ તેને હલાવતા રહીશું વધુ ના શેકતા ગેસ ઉપર થી ઉતારી લેવાનો છે જેથી કરી ને લોટ બળી ના જાય કારણકે આ સ્ટેજ પર હવે બળી જવાના ચાન્સ રહે છે.

9- હવે ગેસ બંધ કરી તેને નીચે ઉતારી લઈશું હવે તેમાં પા કપ દૂધ એડ કરીશું ગરમ દૂધ નથી લીધું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે દૂધ નાખતા જ તેમાંથી ધુમાડા નીકળે છે અને લોટ માં બધું દૂધ ચૂસાઈ ગયું છે હવે આપણે જે ચાસણી બનાવી ને રાખી હતી તે ધીમે ધીમે એડ કરીશું.

10- ચાસણી એડ કરીએ ત્યારે પણ તેને હલાવતા રહીશું તમારે મોહનથાળ ના પીસ બનાવવા હોય તો પાકી ચાસણી બનાવી પડે આપણે અહીંયા જે લાઈવ મોહનથાળ બનાવી એ છીએ તે આપણે બનાવ્યો છે.

11- તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખૂબ જ સરસ દાણાદાર મોહનથાળ બન્યો છે તેનો કલર પણ બહુ સરસ આવ્યો છે તમે આને સા રીતે તાજો તાજો પણ ખાય શકો છો જો તમે તાજો ના ખાવા ના હોય તો આ મોહનથાળ ને ફ્રીઝ માં વધારે સમય રાખી શકો છો બહાર તમે બે દિવસ રાખી શકો છો આપણો મોહનથાળ તૈયાર છે તો તેને ઉપર થી પિસ્તા થી ગાર્નિશ કરીશું.તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *