ગરમરનું અથાણું – બહુ જ ઓછી સામગ્રીથી થઇ જશે તૈયાર આ અથાણું, સ્વાદમાં લાગી જશે ચાર ચાંદ…

ગરમરનું અથાણું :

ઉનાળાની અથાણાની સીજનમાં માર્કેટમાં કેરી ગુંદાની સાથે સાથે ડાળા –ગરમર પણ અથાણું બનાવવા માટે આવવા લાગે છે. અથાણું બનાવવામાટે ફ્રેશ લાંબી, કૂણી, પાતળી ગરમર પસંદ કરવી. જેથી અથાણું સારું બને. આ અથાણામાં બીલ્કુલ ઓઈલનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરમ્પરાગત ચાલ્યું આવતું આ અથાણું માત્ર ખારા-ખાટા પાણીમાં ડુબાડી રાખવાથી ખારાશ-ખટાશ તેમાં બેસી જાય છે, ત્યારબાદ તેને ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે. કેમેકે ગરમર સ્વાદમાં ચરચરે તેવી હોય છે. તેથી આ રીતે બનાવવામાં આવે છે.

સામાન્ય રીતે બધા ગરમરને છોલીને લાંબી ચીરી કરીને અથાણું બનાવતા હોય છે. જે મોટી ઉમરના લોકને કે આગળના દાંતની તકલીફ વાળા લોકોને ગરમર કાપવામાં તકલીફ પડે છે. તેથી અહીં હું ગરમરને નાના પીસમાં સમારીને બનાવી રહી છું. જેથી ઘરના બધા જ લોકો આ ગરમરનું અથાણું ખાઈ શકે.

અહી હું આપસૌ માટે બહુ થોડીજ સામગ્રીમાંથી બની જતું ગરમરનું અથાણું ખુબજ સરળ રીતે બનાવી શકાય એવી રેસીપી આપી રહી છું. તમે પણ મારી આ સરળ રેસીપી ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

ગરમરનું અથાણું બનાવવા માટેની સામગ્રી :

  • ૫૦૦ ગ્રામ ગરમર
  • ૪-૫ ટેબલ સ્પુન સોલ્ટ + ૨ ટેબલ સ્પુન સોલ્ટ
  • ૧ ટેબલ સ્પુન હળદર
  • ૨ નાની કાચી કેરી – ખમણેલી
  • ૧ ૧/૨ ટેબલ સ્પુન સોલ્ટ
  • ૧ ટી સ્પુન હળદર
  • ૧/૨ ટેબલ સ્પુન વિનેગર ( ઓપ્શનલ )
  • પાણી – જરૂર મુજબ

ગરમરનું અથાણું બનાવવાની રીત :

કાચી કેરી :

સૌ પ્રથમ કાચી કેરીની છાલ કાઢી લ્યો. ત્યારબાદ તેને ખમણી લ્યો. હવે તેને એક બાઉલમાં કાઢી તેમાં ૧. ૧/૨ ટેબલ સ્પુન સોલ્ટ અને ૧ ટી સ્પુન હળદર ઉમેરી મિક્ષ કરીને ઢાકીને એકબાજુ રાખી મૂકો. ૧૦-૧૫ મીનીટે સ્પુન વડે ઉપર નીચે કરી લેવું.

હવે એક મોટા બાઉલમાં પાણી ભરીને તેમાં સોલ્ટ અને ૧/૨ લેમન જ્યુસ ઉમેરી મિક્ષ કરી લ્યો. *આ સોલ્ટ અને લેમન જ્યુસ વાળા પાણીમાં ગરમર સમારીને ડુબાડવાથી ગરમર જરા પણ કાળી નહિ પડે.

ગરમર :

હવે ગરમર ૨-૩ પાણીથી જરા ઘસીને, ધોઈને તેના પર લાગેલી માટી દૂર કરો. ત્યારબાદ ગરમરને ચપ્પુ વડે છોલીને ફરી એકવાર સાદા પાણી ધોઈ લ્યો. હવે તેના નાના પીસ કરો.( પિકચરમાં બતાવ્યા પ્રમાણે ). આ પીસને સીધા જ સોલ્ટ –લેમનવાળા તૈયાર કરેલા પાણીમાં ઉમેરો.

હવે તેમાં ૧૫ મિનીટ રહેવા દઈ, ત્યારબાદ તેને આ પાણીમાંથી નીતારી લઈ બીજા એક બાઉલ માં મુકો. હવે તરતજ આ સમારેલી ગરમરનાં પીસ પર ૪-૫ ટેબલ સ્પુન સોલ્ટ અને ૧ ટેબલ સ્પુન હળદર ઉમેરી સરસથી મિક્ષ કરી લ્યો. હવે તેને ઢાંકીને ૧૦-૧૫ મિનિટ ઢાંકીને રહેવા દઈ થોડી થોડી ૨-૩ વારે ઉપર નીચે કરી હલાવી લ્યો. થોડીવારમાં તેમાં સોલ્ટનું પાણી થતું દેખાશે.

ત્યારબાદ તેમાં કેરીના ખમણને નીચોવીને જે ખાટુ પાણી નીકળે તે અને તેમાંથી અર્ધા ખમણને ગરમરના બાઉલમાં ઉમેરી હલાવી મિક્ષ કરી લ્યો. આ પાણીમાં બધી ગરમર ડૂબેલી રહે તે ખૂબજ જરૂરી છે. પાણીમાં ડૂબેલી રહેલી ગરમર જરાપણ કાળી પડશે નહિ. કદાચ ગરમર ડૂબાડવામાં પાણી ઘટે તો તેમાં થોડું ઠંડુ પાણી ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે આ રીતે બનાવેલી ગરમરને ૨-૩ કલાકે ઉપર નીચે કરી હલાવતા રહી ફરી સ્પુન વડે પાણીમાં દબાવીને ડુબાડી રાખો. આમ ૭-૮ કલાક રાખી ઢાંકી રાખો.

ત્યારબાદ તપાવીને ક્લીન કરી ઠંડાં થયેલા ગ્લાસના જારમાં આ બનાવેલી ગરમર પાણી સહીત ભરી લ્યો. લીડ બંધ કરી રાખવું. જારમાં ગરમર પાણીમાં ડૂબેલી રહે તે ખાસ ધ્યાન રાખવું. તેને ૩દિવસ સુધી દિવસમાં એકવાર હલાવતા રહેવું. ૪ દિવસ પછી તેમાં તમે ઈચ્છો તો ૧/૨ ટી સ્પુન વિનેગર મિક્ષ કરી લ્યો.

આ ઓઈલ લેસ ગરમરનું અથાણુ ૫-૬ દિવસ પછી ખાવાના ઉપયોગમાં લેવાથી સરસ ટેસ્ટી – ખટાશ વાળુ બની ગયું હશે.

હવે જારને લીડ વડે એર ટાઈટ કરીને ફ્રિજમાં સ્ટોર કરો. ૧ વર્ષ સુધી આ ગરમરનું અથાણું ખૂબજ સરસ રહેશે.

ઘરના દરેક લોકોને ભાવે તેવું હેલ્ધી, ઓઈલલેસ ખાટું-ખારું ગરમરનું અથાણુ તમે પણ મારી આ સરળ રીતથી આ જ સીજનમાં ચોક્કસથી બનાવી આખું વર્ષ ખાઈ શકશો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *