ગરમીમાં ઠંડક આપતું નેચરલ પીણું બનાવો અને મેળવો ઠંડક… સજાવટ ખાસ શીખો…

સૌને આકર્ષે એવા રંગરૂપ અને સૌને ઠંડક આપે એવું પીણું આપ સૌને આપવું છે.🍉


હમમમમ સમજદાર છો… તડબૂચ… લાલ લીલો રંગ જોતા જ આંખોને કેટલી બધી ઠંડક આપે છે નહીં….. તો પીશો ત્યારે કેટલી બધી ઠંડક આપશે નહીં…???🍹


તો ચાલો બનાવતા શીખીએ…👍

બનાવતા બનાવતા વચ્ચે વચ્ચે તડબૂચ માંથી કરેલી આર્ટ પણ જોવા મળશે જેનાથી ખૂબ મજા આવશે.

સામગ્રી…

તડબૂચ

ફુદીનો

બરફના ટુકડા

લીંબુ

સંચળ

મીઠુ

મરી પાવડર

ખાંડ

રીત..


તડબૂચ ને સમારી એના બી કાઢી નાખી નાના નાના ટુકડા કરી લો.


મિક્સરના બાઉલમાં તડબૂચ, મીઠું, ફુદીનો, મરી પાવડર, સંચળ, અને લીંબુ નો રસ આ બધું મિક્સ કરીને મિક્સરમાં ફેરવો. મિક્સ કરેલો જ્યુસ ગાળી લો.

હવે એક મનગમતાં કાચના ગ્લાસમાં બરફના ટુકડા નાંખો.

એમાં તડબૂચનો જ્યુસ રેડો બે ચાર ફુદીનાના પાન નાંખો.


એક સ્ટીકમા તડબૂચ ના નાના પીસ ભરાવી ને સજાવો.

બસ તૈયાર છે તડબૂચનો જ્યુસ. 🍉🍹

પીને જણાવજો હો જતાં ના રહેતાં…. ☺

રસોઈની રાણી : શોભના શાહ. 💕

Leave a comment

Your email address will not be published. Required fields are marked *