ગવાર ઢોકળી – હવે જયારે ઢોકળી બનાવો ગવાર ઢોકળી બનાવજો, બધાને ખુબ પસંદ આવશે..

ઉનાળા ની સીઝન ચાલું થઈ ગઈ છે ગવાર પણ પણ મળી રહે છે. ગવાર લસણ જોડે ખાવા થી ટેસ્ટ સારો લાગે છે,

સંસ્કૃત માં ગુચ્છ બિંદુ નામ અપાય છે, ગવાર, સ્વાદિષ્ટ મધુર હોય છે, રુચિ આપનાર શાક છે, બળ આપનાર, શાક છે બીજ , પણ ફાયદાારક છે, પાલતુ પ્રાણી, ગાય, ભેંસ ને ગવાર ખવડાવે દૂધ વધારે આપે છે, ગવાર પાન પીવા થી કબજિયાત માં રાહત થાય છે, ગવાર ને પાણી મા બોડી ને પગ ની એડી માટે ફાયદાારક છે. ગવાર માં થી શાક, ઢોકળી, બનાવીએ તો ટેસ્ટી લાગે છે, ગવાર નું શાક બનાવો તો તેમાં, લસણ, અજમો નાખી ને શાક ને ઢોકળી બનાવો તો તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. ગવાર ને બાફી ને પણ ખવાય છે, ગવાર ને તળી ને ઉપર મસાલા નાંખી ને પણ ખવાય છે.

ગવાર ને નો પાન નો રસ દરેક રીત ઉપયોગી છે.

ગવાર ઢોકળી

  • ૨૦૦ગ્રામ ગવાર
  • ૨ વાટકી ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • લાલ મરચું સ્વાદ અનુસાર
  • અજમો
  • ૨ચમચી ધાણા જીરું
  • સુકુ લસણ કળીઓ જરૂર મુજબ
  • એક ચમચી રાઈ
  • જરૂર મુજબ હળદર
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

રીત:

સૌ પ્રથમ એક તાસ લેવી, તેમાં ઘઉંનો લોટ લઇને તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું અજમો અને તેલ નાખી પાણી નાખીને પૂરી જેવો લોટ બાંધવો.

સ્ટેપ: ગવાર ને ઝીણુ સમારીને પાણીમાં બેથી ત્રણવાર ધોઈ દેવો.

સ્ટેપ: ગેસ ચાલુ કરીને ત્રણથી ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકવું.

સ્ટેપ:તેલ ગરમ થઈ જાય પછી લસણની કળી ઝીણી સમારીને તેલમાં નાખવી પછી નાખવી પછી અજમો હળદર નાંખવી, અરે સમારેલો ગવાર નાખવો.

સ્ટેપ:ગવારના થી ઉપર મીઠું લાલ મરચું ધાણાજીરું અને પાણી ૨ ગ્લાસ ગ્લાસ નાખવા, અને બધું મિક્સ કરી દેવું. અને પાણી ઊકળવા દેવું.

સ્ટેપ:પછી લોટ નું મોટું ગુલ્લુ લઈને એકદમ પાતળી ઢોકળી વણવી અને ચપ્પુના મદદથી મનગમતો શેપ આપી ને કટ કરવી.

સ્ટેપ:પછી એક-એક ઢોકળી અંદર શાકમાં નાખવી એકબીજાની ચોંટે નહીં તે રીતે ધીમે ધીમે બધી ઢોકળી નાખી દેવી.

સ્ટેપ:જરૂર લાગે તો પાણી નાખી શકાય છે અને ઢોકળી ની રસો ગટ્ટુ થવા આવે ત્યાં સુધી અને કાચી ન રહે તેનું ખાસ ધ્યાન રાખો વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું અને થાળીને ઢાંકીને 15 મિનિટ સુધી થવા દેવી.

સ્ટેપ: ઢોકળી નો રસ્તો થોડો ઘટ્ટ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવી અને નીચે ઉતારીને એક બાઉલમાં ઢોકળી કાઢીને ઉપર ૧ ચમચી ઘી નાખીને બાઉલમાં સર્વ કરવી.

આ ઢોકળી દહી સાથે પછી ઉપર છાસ નાખીને કા તો તેલ સાથે વાતો મસાલા ભાખરી સાથે સાથે તમે ખાઈ શકો છો.

ગવાર ઢોકળી ગરમ-ગરમ ખાઈ શકાય છે.

જો મિત્રો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરશો.

રસોઈની રાણી : ફોરમ ભોજક

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *