હાંડવો ઘરે કેવી રીતે પરફેક્ટ બને તે માટેની સિક્રેટ ટિપ્સ જોઈશું

આજે આપણે હાંડવો ઘરે કેવી રીતે પરફેક્ટ બને તે માટેની સિક્રેટ ટિપ્સ જોઈશું.

1- સૌથી પહેલાં તો તેનો લોટ કેવી રીતે આપણે તૈયાર કરીશું તે જોઈશું. લોટ તૈયાર કરતી વખતે એક સિમ્પલ માપ યાદ રાખવાનું છે અઢી કપ ચોખા લઈએ તો દોઢ કપ ચણા ની દાળ લેવાની.તેની સામે 2 ચમચી અડદ ની દાળ લઈશું.2 ચમચી તુવેર દાર લેવાની છે.

2-તેના લીધે હાંડવો બહુ સોફ્ટ થાય છે અને તેની સાથે દસથી બાર મેથીના દાણા ઉમેરવાના છે. આ બધું મિશ્રણ તમારે દળી લેવાનું છે. આ માપ સાથે તમે દાળ ચોખા પલાળીને પણ પીસી શકો છો. હવે હાંડવા નો લોટ 1 કપ લેવાનો છે.

3- હવે તેની અંદર દહીં અને પા કપ પાણી આ બંને મિક્સ કરીને છાશ બનાવી લેવાની છે. અને હૂંફાળી ગરમ કરી લેવાની છે. હાંડવા નો લોટ છે તેમાં ચપટી સોડા ઉમેરી દેવાનો છે. તેની સાથે જે છાસ હતી ગરમ કરેલી તેની અંદર ઉમેરી દેવાની છે. અને ખીરું એકદમ સરસ તૈયાર થઇ જશે. અને જો તમને પસંદ હોય તો ૧ ચમચી મલાઈ ઉમેરજો. જેથી હાંડવો એકદમ સરસ સોફ્ટ થશે.

4- હવે આપણે જે ખીરું પલડ્યું તેને લગભગ પાંચથી છ કલાક આથો આપવા માટે રેહવા દેવાનું છે. હવે વગાર નો વારો. જ્યારે પણ વગર કરતા હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે કે બધા જ મસાલા ખીરામાં ઉમેરી દેતા હોય છે વેજીટેબલ પણ ઉમેર તા હોય છે. જેમાં દૂધી કોબીજ વટાણા તમને કોઈપણ મનગમતી વેજીટેબલ છે.એડ કરી શકો છો.

5- હવે આપણે બે ચમચી તેલ લઈશું. તેની અંદર રાય, અડદની દાળ અને તલ નો વગાર કરવાનો છે. તેની સાથે લીમડો અને એ લીલા મરચાં લેવાના છે અને એક ચપટી હિંગ અને હળદર પા ચમચી જેટલી લેવાની છે. હવે જે ઉમેરીએ એ લાલ મરચું પાવડર એક ચમચી અને એક મેથી નો મસાલો 1 ચમચી હવે આ બંને ઉમેર્યા પછી તરત જ લગભગ પા કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. જેથી લાલ મરચું છે તે બળી ના જાય.

6- હવે બે ચમચી ધાણાજીરું પાવડર અને ફરી થી એક નાની ચમચી લાલ મરચુ પાઉડર ઉમેરીશું. આને હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે એ મીઠું ઉમેરી શું અને તેની સાથે ગોળ પણ ઉમેરી શું. હવે આ વઘાર તૈયાર થયો તે ખીરામાં ઉમેરી દેવાનું છે.અને સરસ રીતે મિક્સ કરી લઈશું.

7- હવે તમે જ્યારે હાંડવો કરવા મૂકો ત્યારે સાથે ખીરું વઘારી અને મોટા પીસ પડે તેવી રીતે પણ હાંડવો બનાવી શકો છો. સિંગલ સિંગલ ડાંગેલા ની જેમ પણ બનાવી શકો છો. હવે ખીરું તૈયાર થઈ ગયો તો તેમાં સોડા પણ ઉમેરી શકો છો. પા ચમચી જેટલું જ સોડા ઉમેરી શું. અને તે ગરમ પાણીમાં નાખીને પછી ઉમેરવાનું છે. તમે પા ચમચી સોડા લો તો બે ચમચી પાણી લેવાનું. પછી તેને ખીરામાં ઉમેરી દેવાનું છે. જેથી હાંડવો બહુ સરસ થશે.

8- હવે ફરીથી વઘાર કરવાનો છે. અને જે મોવાણ અંદર આવ્યો ને એટલે હાંડવો બહુ સરસ સોફ્ટ થશે.આ હાંડવો તમે ચારથી પાંચ કલાક પછી ખાસો ને તો પણ તે ડ્રાય નહિ લાગે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે ફરીથી તેલ મુકવાનું છે. તેમાં લગભગ એક ચમચી જેટલું તેલ લઈશું. રાઈ, અડદની દાળ અને તલનો વઘાર કરી શું. અને તૈયાર કરેલું ખીરૂં છે તે ઉમેરી દઈશું ઉપરથી તેલ છાંટીને લઈશું. અને તલ છાંટી લઈશું. ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર મૂકી દઈશું.

9- હવે તેને દસ મિનિટ સુધી કુક થવા દેવાનું છે. પછી તેને બીજી બાજુ પલટાવીને ફરી થી ઉપર અને નીચે તેલ આવે તે રીતે ફેલાવી લેવાનું છે. જેના કારણે નીચે પણ ડ્રાય નહીં લાગે અને ઉપરનું પડ જે એકદમ ક્રિસ્પી તૈયાર થાય તે બહુ સરસ લાગે છે. અને તેની પર તેલ નાખી એ તો તેનો કલર પણ બહુ સરસ આવે છે. અને તેને દસ મિનિટ માટે કુક થવા દઈશું.

10- હવે આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે. તમે ચા સાથે ખાઈ શકો છો.અને ગ્રીન ચટણી સાથે પણ ખાય શકો છો. અને સોસ સાથે પણ ખાઈ શકો છો.

11- હવે ગરમાગરમ હાંડવો તૈયાર છે. ચોક્કસથી તમે ઘરે બનાવજો ખાજો અને ખવડાવજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *