ઘઉંના ફાડાની ખીચડી – ખાવામાં હેલ્થી અને ટેસ્ટમાં બેસ્ટ રાહ જોયા વગર આજે જ બનાવો…

તમે ઘઉં ના ફાડા ની લાપસી તો ખાધી જ હશે અને ભાવતી પણ હશે જ. હું અહીં એજ ઘઉં ના ફાડા માંથી ખીચડી બનાવની રેસીપી લાવી છું. ઘઉં ના ફાડા માંથી બનતી ખીચડી બહુ જ સ્વાદિષ્ટ હોય છે. ડાયાબિટીસ હોય એ લોકો ચોખા માંથી બનાવેલી ખીચડી ખાઈ શકતા નથી એટલે તેમની માટે આ ઘઉં ના ફાડા માંથી બનાવેલી ખીચડી ઉત્તમ હોય છે.

ફાડા માં સૌથી વધારે પ્રમાણ માં ફાયબર હોય છે, ઓછી કૅલરી હોય છે અને વધારે પ્રમાણ માં નુટ્રિશન હોય છે. ફાડા ની ખીચડી ઘઉં ના ફાડા અને મગ ની દાળ માંથી બનાવા માં આવે છે. ફાડા ની ખીચડી પચવા માં પણ હલકી હોય છે એટલે એ સરળતા થી પછી જાય છે. તો આજે જ શીખી લો આ સ્વાદિષ્ટ ઘઉં ના ફાડા ની ખીચડી જે ડાયાબિટીસ માટે છે ઉત્તમ આહાર.

સામગ્રી :-

  • ૧/૪ ચમચી – રાઇ
  • ૧/૪ ચમચી – જીરું
  • ૧/૪ ચમચી – હળદર
  • ચપટી – હિંગ
  • ૨ – સૂકા લાલ મરચા
  • ૪-૫ – મીઠા લીમડા ના પાન
  • ૨ ચમચી – ઘી
  • ૫-૬ – કળી લસણ
  • ૧ વાટકી – વેજીટેબલ ( ગાજર, વટાણા, ડુંગડી,)
  • ૨ ચમચી – લીલી કોથમીર, સમારેલી

ઘઉં ના ફાડા અને મોગર દાળ ને મિક્સ કરો

તેને બરાબર ધોઈ ને અડધા કલાક માટે પલાળી દો

કુકર માં ઘી/ તેલ ગરમ કરવા મુકો અને તેમાં રાઈ અને જીરું ઉમેરો

રાઈ ફૂટી જાય એટલે તેમાં લીમડો, લસણ, સૂકા લાલ મરચા, હિંગ અને હળદર મિક્ષ કરો

હવે તેમાં પલાળેલા ફાડા અને દાળ મિક્ષ કરો

તેમાં ૩ કપ પાણી મિક્ષ કરો અને કુકર બંધ કરી દો અને ૩-૪ સીટી વગાડો

કુકર માંથી બધી હવા/ વરાળ નીકળી જાય પછી તે ખોલી તેમાં કોથમીર મિક્ષ કરો.

ફાડા ની ખીચડી ને સર્વ કરવા ના બાઉલ માં કાઢી લો અને ગરમ ગરમ ઘી સાથે પીરસો

તો તૈયાર છે ઘઉ ના ફાળા ની ખીચડી

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *