ઘઉંના લોટમાંથી બનતી યમ્મી ડબલ લેયર ચોકલેટ કેક, પહેલા ક્યારેય નહિ બનાવી હોય…

આજે હું હેલ્થી એવી ઘઉં ના લોટ માંથી બનતી એવી ચોકલૅટ સોસ ઉમેરી ડબલ લયેર કેક શીખવીશ .જે બાળકો ને ખુબ ભાવશે .અને બાળકો જયારે પણ ડિમાન્ડ કરે ત્યારે જરુર થી બનાવી આપજો .

તૈયારીનો સમય 10 min

બનાવવાનો સમય 20 min

પીરસવું 6 people

સામગ્રી :

– 1 & 1/2 કપ ઘઉં નો લોટ

– 1 ટી સ્પૂન બેકિંગ પાવડર

– 1 પેકેટ ઇનો

– 4 ટી સ્પૂન કોકો પાવડર

– 1 ટી સ્પૂન તેલ

– 1/2 ટી સ્પૂન ચોકલેટ એસસેન્સ

– 1 કપ દળેલી ખાંડ

– 1 કપ દૂધ

– 50 ગ્રામ ડાર્ક ચોકલેટ ના ટુકડા

રીત :

સ્ટેપ :1

એક તપેલી માં ઘઉં નો લોટ , બેકિંગ પાવડર, ઇનો આ બધાં મિક્સર પાવડર ને ચાળી લો.ત્યારબાદ ખાંડ ઉમેરી ને મિક્સ કરો .

સ્ટેપ :2

હવે તેમાં તેલ ,એસેન્સ અને થોડું થોડું દૂધ ઉમેરી નું મિશ્રણ નાખી ફેટતા જાઓ.5 મિનિટ બરાબર ફેટી લો.

સ્ટેપ :3

પછી થોડા ડાર્ક ચોકલેટ ના ટુકડા કરી તેમાં ગરમ દૂધ ઉમેરી .અને કોકો પાવડર ઉમેરી .બીજું લયેર નું મિશ્રણ તૈયાર કરવું .

સ્ટેપ :4

હવે ,કેક ના મોઉલ્ડ માં બટર થી ગ્રીસ કરી .ઘઉં અથવા મેંદા થી ડસ્ટ કરી પહેલા ઘઉં ના લયેર નું બેટર ઉમેરી પછી ડાર્ક ચોકલેટ નું લયેર કરી .કેક નું મોઉલ્ડ તૈયાર કરવું .પછી સ્ટિક થી શેપ આપી રેડી કરવું .

સ્ટેપ :5

પ્રિહિટ ઓવન ના 180ડિગ્રી પર 30થી 35 મિનિટ બેક કરો.અથવા એક મોટાં કુકર માં મીઠું ઉમેરી પ્રિહિટ કરી તૈયાર કરેલું મોઉલ્ડ મુકી 25-30 મિનિટ બેક કરવું .

સ્ટેપ :6

ગરમ ગરમ સર્વિંગ પ્લેટ માં મુકી .પીસ કટ કરી સર્વ કરો.

નોંધ :

– ઘઉં ના લોટ ને બદલે મેંદો પણ લઇ શકો છો .

– ઇનો ના હોય તો તમે 1 ચમચી બેકિંગ સોડા પણ લઇ શકો છો.

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *