ઘઉં ના લોટ ના માલપુઆ – હવે જયારે પણ માલપુઆ બનાવો તો મેંદાના લોટનો ઉપયોગ કરતા નહિ…

માલપુઆ આ એ લગભગ દરેક ની પસંદ ની સ્વીટ ડીશ છે, તહેવારો માં આપણે ખાસ બનાવીને ખાતા હોઈએ છે ખાસ કરી ને હોળી પર , લગભગ માલપુઆ મેંદા ના લોટ માં થી બનાવી અને ગળ્યા સ્વાદ માટે ખાંડ ની ચાસણી બનાવામાં આવે છે,

આજે આપણે ખાંડ ની ચાસણી અને મેંદા વગર એકદમ ટેસ્ટી માલપુઆ બનાવના છીએ , આપણે આજે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી અને માલપુઆ બનાવીશુ તો ચાલો રેસીપી જોઈ લો.

સામગ્રી :

  • અડધો કપ ગોળ
  • થોડું પાણી ગોળ ઓગાળવા
  • ૧ કપ ઘઉં નો જીણો લોટ
  • દૂધ જરૂર મુજબ
  • થોડી વરિયાળી ૧ ચમચી જેટલી
  • ૨ મોટી ચમચી ઘી

સૌ થી પેહલા એક મિક્સિંગ બાઉલ માં ગોળ અને પાણી મિક્સ કરો ગોળ ઓગળે ત્યાં સુધી હલાવી લો , ગોળ બરાબર પાણી માં ઓગળી જાય એટલે તેમાં ઘઉં નો લોટ નાખી દો, રોટલી માટે વાપરીએ તે લોટ લેવાનો છે , હવે જરૂર મુજબ દૂધ નાખતા જઈ અને મિક્સ કરતા જવાનું છે.

દૂધ એકદમ ફ્રિજ નું ઠંડુ ન વાપરવું , થોડી વાર બાર રહેવા દઈ અને નોર્મલ દૂધ વાપરવું, એક પણ ગાંઠ ન રે તે રીત નું સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે , લગભગ ૧ કપ જેટલા દૂધ ની જરૂર પડશે. સાથે વરિયાળી પણ નાખી દેવાની છે ,

હવે એક પેન માં ઘી ગરમ કરી લેવાનું છે , ઘી ગરમ થાય એટલે તેમાં નાની સાઈઝ ના માલપુઆ બનાવી લેવાના છે , કિનારી બ્રાઉન કલર ની થવા આવે એટલે ફેરવી લેવાના , બીજી બાજુ પણ બરાબર તળાઈ જાય એટલે , નીકળી લેવાના છે. આવી રીતે બધા માલપુઆ બનાવી લેવાના છે.

આપણે ગોળ નાખેલો છે એટલે ચાસણી માં ડુબાડવાની જરૂર નથી પણ જો તમને વધારે ગાળ્યા પસંદ હોય તો ખાતા પેલા ઉપર થોડું મધ લગાવી લેવું .

માલપુઆ ગરમ ગરમ જ સર્વ કરો અને સર્વ કરતી વખતે ઉપર વરિયાળી , કાતરેલી બદામ થી ગાર્નિશ કરી લો , ખુબ જ ટેસ્ટી લાગે છે આ ઘઉં ના લોટ અને ગોળ વાળા માલપુઆ એક વાર જરૂર થી બનાવો અને તમારો અભિપ્રાય પણ કોમેન્ટ માં જણાવો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *