“ઘઉંના લોટના પનીર પરાઠા” – આજે જ ટ્રાય કરો, પછી અમને જણાવજો કેવા લાગ્યા…

બાળકો ને સ્કુલ માં ટીફન માં દેવા માટે કે નાસ્તા માં કે ડીનર માં આપી શકાય એવા આ સ્વાદિષ્ટ પરાઠા બનવા માં એકદમ સરળ છે. બાળકો શું મોટા પણ આ પરાઠા ના દિવાના હોય છે . આ પરાઠા કોથમીર ની ચટણી કે દહીં કે દૂધ/ચા સાથે પણ પીરસી શકાય.

ઘણી વાર બને કે બાળકો ને કઈક નવીન ખાવું હોય, અને આપણે વિચારીએ કે શું નવીન જે સ્વાદિષ્ટ , પૌષ્ટિક હોય અને ફટાફટ બને એવું પણ હોય . પનીર પરોઠા પણ એવા જ છે. અંદર ના મસાલા માં તમે તમારી સમજણ શક્તિ મુજબ હજારો વિકલ્પ બનાવી શકો .

મારી દીકરી માટે આ પરાઠા બનાવેલા એટલે મેં લીલા મરચા કે ચીલી ફ્લેક્સ ણો વપરાશ નથી કર્યો. નાના બાળકો માટે આ સદા પરોઠા ઉત્તમ છે . આપ આપના સ્વાદ મુજબ મસાલો ઉમેરી શકો .. આ પરાઠા માં આપ છીણેલા ગાજર, બીટ અથવા ડુંગળી ઉમેરી શકો.

સામગ્રી :

  • • ૨ વાડકા ઘઉં નો લોટ ,
  • • ૩ ચમચી તેલ ,
  • • ૧/૨ વાડકો ખમણેલું તાજું પનીર ,
  • • ૨ ચીઝ ક્યુબ ,
  • • ઘી – શેકવા માટે ,
  • • ચાટ મસાલો ,
  • • મીઠું,
  • • ૧/૨ ચમચી લાલ મરચું ,
  • • ૧/૨ ચમચી જીરા નો ભૂકો ,
  • • ૧/૨ ચમચી ઓરેગાનો ,

રીત :

મોટી થાળી માં ઘઉં નો લોટ લો. મીઠું અને તેલ ભેળવી લોટ બાંધી લો. લોટ બહુ ઢીલો કે કઠણ ના કરવો. ૧૫-૨૦ min સુધી ઢાંકી ને રાખી મુકો ..

ત્યાં સુધી પનીર નો મસાલો તૈયાર કરી લઈયે .. ખમણેલા પનીર માં મીઠું , જીરાનો ભૂકો, લાલ મરચું ,ઓરેગાનો બધું ભેળવી મસાલો તૈયાર કરી લો .

હાથ માં જરા તેલ લઇ લોટ ને બરાબર મસળો .. લોટ માંથી નાનાં લુવા લઇ ૨ રોટી વણો .

હવે એક રોટી પર તૈયાર કરેલો મસાલો થોડો પાથરો .. એના પર થોડું ચીઝ ખમણો. ચપટી ચાટ મસાલો છાંટો . એના ઉપર બીજી રોટલી રાખી કિનારી બરાબર દબાવી બંધ કરી દો. એક બે વેલન ફેરવો એટલે મસાલો બરાબર બધે એકસરખો થઇ જશે .

ગરમ તવા પર સદા પરાઠા ની જેમ ઘી માં શેકો .. ગરમ ગરમ ચાર કટકા માં પીરસો …

રસોઈની રાણી : રુચિ શાહ (ચેન્નાઇ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *