ઘઉંના લોટના પાલકના શક્કરપારા – બહુ જ ઓછી સામગ્રીના ઉપયોગથી બનાવો આ ટેસ્ટી નાસ્તો..

તમારા અવનવા નાસ્તા ની યાદી માં આ પાલક ના શક્કરપારા પણ ઉમેરી દો ખૂબ જ ઝડપ થી અને ઘર માં રહેલી સામગ્રી થી જ બની જશે. તો ચાલો રેસીપી જોઈ લઈએ.

  • ૧.૫ કપ ઘઉં નો જીનો લોટ
  • ૨ ચમચી રવો
  • મીઠું સ્વાદ મુજબ
  • અડધી ચમચી મરી પાઉડર
  • અડધી ચમચી આખું જીરું
  • 3-૪ ચમચી ઘી મોણ માટે
  • તળવા માટે તેલ
  • પાલક ના પાન

સહુથી પેલા પાલક ના પાન ને ધીમા ગેસ પર પાણી માં બોઈલ કરવા મૂકી દેવાના છે , વધારે વાર બોઈલ નથી કરવાના, બોઈલ થવાનું ચાલુ થાય એટલે પાલક ને નીકળી લઇ સીધા જ બરફ વાળા પાણી માં નાખી દેવાના તેના થી પાલક નો લીલો કલર જળવાઈ રહેશે. અને પછી તેની પેસ્ટ બનાવી લેવી

હવે એક મિક્સિંગ બાઉલ માં ઘઉં નો લોટ , રવો , મીઠું , મરી પાઉડર , આખું જીરું , અને ઘી નું મોણ નાખી ને હાથે થી મસળી લો , મુઠ્ઠી પડે તેટલું મોણ હોવું જોઈએ એમ ન થતું હોય તો ચમચી ઘી વધુ નાખી દો. મોણ બરાબર હશે તો જ શક્કરપારા ક્રિસ્પી થશે. હવે પાલક ની પેસ્ટ નાખતા જઈ લોટ બાંધવાનો છે , અહીં મેં બિલકુલ પાણી નો ઉપયોગ નથી કર્યો . ખાલી પેસ્ટ થી જ લોટ બાંધ્યો છે , જો તમને પાણી ની જરૂર જણાય તો બોઈલ કરેલી પાલક નું પાણી લઇ શકો.


સોફ્ટ લોટ બાંધી લેવાનો છે , લોટ બંધાઈ જાય એટલે થોડું તેલ લગાવી દઈ અને ૧૦ મિનિટ સુધી ઢાંકી ને મૂકી દેવાનો છે.

૧૦ મિનિટ પછી થોડી વાર લોટ મસળી લઇ એક સરખા લુઆ કરી લેવાના છે , થોડો કોરો લોટ લઇ મોટી અને સહેજ જાડી રોટલી વણી લો. રોટલી વણાઈ જાય એટલે શક્કરપારા ના શેપ માં કટ કરી લઇ એક ડીશ માં રાખી દો.

તેલ ને ગરમ કરવા મૂકી દો , થોડો લોટ નાખી ને જોઈ લો જો ઉપર આવી જાય તો તેલ તળવા માટે બરાબર છે.   થોડા થોડા શક્કરપારા નાખતા જઈ ધીમા ગેસ પાર ગોલ્ડન કલર થવા આવે ત્યાં સુધી તળી લેવાના છે.

તો હાજી તો નાસ્તા બનાવના બાકી હોય તો આ પાલક ના શક્કરપારા ચોક્કસ થી બનાવજો.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *