ઘઉં ના લોટ ની કેક – બાળકોને ખૂબ પસંદ આવશે, કોઈપણ નાની મોટી ઉજવણી કરો જાતે બનાવેલ કેક સાથે…

ઘઉં ના લોટ ની કેક

બર્થ ડે હોય કે કઈ પણ ખુશી ની વાત સેલિબ્રેશન માં કેક વગર તો ચાલે જ નઈ બરાબર ને? હવે તો માર્કેટ માં પણ અસંખ્ય પ્રકાર નઈ કેક મળે છે અપને બધા બહાર થી લાવી ને ખાતા જ હોઈએ છે, આજે આપણે એકદમ જ હેલ્થી કેક બનાવીશુ જેમાં બિલકુલ પણ મેંદો કે ખાંડ નો ઉપયોગ નથી કરવા માં આવ્યો. તો ચાલો જોઈ લઈએ એકદમ જ હેલ્થી કેક ની રેસીપી.

સૌ પ્રથમ સામગ્રી જોઈ લઈએ

૧/૨ કપ ગોળ ની કતરણ

૧ કપ ઘઉં નો લોટ

૧/૨ ચમચી – બેકિંગ પાવડર

૧/૪ ચમચી – બેકિંગ સોડા

૧/૨ કપ – તેલ

૧/૨ કપ – મોળું દહીં

ચપટી મીઠું

ડેરી મિલ્ક

જેમ્સ

ઓવેન ને ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનિટ માટે પ્રિ – હિટ કરી લેવું.

સૌ પ્રથમ એક પોહળા વાસણ માં ગોળ ની કતરણ નાખો , તેલ, દહીં અને મીઠું નાખી બરાબર હલાવો ગોળ એકદમ ઓગળી જવો જોઈએ,

હવે ઘઉં નો લોટ ચાળી લો , તેમાં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખી અને બધું બરાબર મિક્સ કરી લો . કેક નું બેટર બહુ કઠણ ના હોવું જોઈએ એટલે તો કઠણ લાગતું હોય તો થોડું પાણી નાખી અને હલાવી લો. પાણી ના બદલે દૂધ પણ વાપરી શકો.

હવે કેક બનવાનું પેન લો તેને ઘી થી ગ્રીસ કરી લો , અને બટર પેપર મૂકી દો , બટર પેપર ના હોય તો થોડો ઘઉં નો લોટ લઇ ભભરાવી દો. હવે કેક નું બેટર લઇ અને પેન માં નાખી દો , ૨-૩ વખત પેન ને ધીમે થી ઠપકારો જે થી હવા રહી ગઈ હોય એ નીકળી જાય.

હવે કેક ને ઓવેન માં મૂકી ૧૮૦ ડિગ્રી પર ૪૫ મિનિટ સુધી રહેવા દો. ૩૫ મિનિટ પછી એક વખત ચેક કરી લેવું. જો હજી ના બની હોય તો હજી ૫ મિનિટ સુધી રહેવા દો .

હવે ટૂથપિક કે ચપ્પુ થી ચેક કરો , સાફ બહાર આવશે એટલે બની ગઈ છે.

હવે કેક ના પેન ને ઓવેન ગ્લોવ્સ ની મદદ થી પકડી ને બહાર કાઢી લો , અને ઠંડુ થવા દો , પછી કેક ને એક પ્લેટ માં લઇ લો.

હવે ડેરી મિલ્ક ચોકલેટ લો, એક તપેલી માં પાણી ગરમ કરવા મુકો તેમાં વાટકો કે ડીશ મૂકી તેમાં ડેરી મિલ્ક ચોકલેટ મૂકી અને પીગળવા દો. ( ડેરી મિલ્ક આ રીતે જ પીગાળવી ગરમ પાણી માં જો સીધી જ ગેસ પર કોઈ વાસણ માં ગરમ કરશો તો બળી જશે. )

ચોકલેટ પીગળી જાય એટલે કેક ની ઉપર બરાબર લગાવી દો અને જેમ્સ થી ડેકોરેટ કરી લો. તમે તમારી પસંદ નું ડેકોરેશન કરી શકો છો.
બસ તૈયાર છે એકદમ હેલ્થી ઘઉં ની કેક , આશા છે તમને પસંદ આવી હશે તો જરૂર થી બનાવજો.

જો કૂકર માં બનાવી હોય તો જાડા તળિયા વાળા કૂકર માં નીચે ડીશ કે કાંઠો મૂકી તેના ઉપર કેક પેન મૂકી દો, ઢાંકણ માં થી સીટી અને રિંગ કાઢી લઇ ઢાંકી અને ૪૫-૫૦ મિનિટ સુધી માધ્યમ ગેસ પર રહેવા દેવું , વચ્ચે વચ્ચે ચેક કરી લેવું.

રસોઈની રાણી : નિરાલી કોરાટ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો… જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *