ચીઝ વગરના ઘઉંના પિઝા – બજારમાં મળતા તૈયાર પીઝાની સરખામણીમાં આ ઘરે બનાવેલા પીઝાની બનાવટ જ અલગ છે

ફ્રેન્ડ્સ આજે હું ચીઝ વગર ના પિઝા ની રેસિપિ લાવી છું.. નવાઈ લાગીને કે પિઝા અને ચીઝ વગરના અને એ પણ ઘઉંના !!!!!! જી હા , “ ચીઝ વગર ના ઘઉં પિઝા “

જે હેલ્થી પણ છે અને સ્વાદ માં ખુબજ ટેસ્ટી.બાળકો ને અને મોટાઓને પણ ચીઝ ખાવાની ખૂબ ટેવ પડી છે જે હેલ્થ માટે બહું સારી નથી.

Advertisement

બજારમાં મળતા તૈયાર પીઝાની સરખામણીમાં આ ઘરે બનાવેલા પીઝાની બનાવટ જ અલગ છે, કારણકે તે આપણા પોતાના રસોડામાં તૈયાર થયેલા છે અને તેમાં ઉમેરવામાં આવેલી વસ્તુઓ સારામાં સારી છે અને તેનું ટોપીંગ તમારી મનપસંદનું છે. વિવિધ ઇટાલીની પ્રખ્યાત વાનગીઓમાંથી પસંદ કરેલા પીઝાની વાનગી નાના બાળકો અને મોટા લોકોને પણ પસંદ પડશે કારણકે તેના દરેક ટુકડામાં ઉત્તેજના પેદા કરે એવી વસ્તુઓ મેળવવામાં આવી છે. આ પીઝાના તેમા મેળવેલા ટોપીંગ વગેરે દરેક વસ્તુ તેને આકર્ષક બનાવે છે. અને આ પિઝા તો ચીઝ વગર ના છે છતાં બી ખુબજ ટેસ્ટી લાગે છે . તો ચાલો જોઈ લઈએ રીત.

“ ચીઝ વગર ના ઘઉં પીઝા “ માટે જોઈશે :

Advertisement

સામગ્રી :

લોટ બાંધવા :

Advertisement
 • 2 કપ ઘઉં નો લોટ
 • 1 ચમચી બેકિંગ પાવડર
 • 1 ચમચી બેકિંગ સોડા
 • ½ ચમચી ખાંડ
 • 5-6 ચમચી દહીં
 • 1/૨ ચમચી મીઠું
 • લોટ બાંધવા જરૂર પ્રમાણે પાણી

પિઝા સોસ માટે :

 • ૧ ૧/૪ કપ થોડા ઉકાળેલા ટામેટા
 • ૨ ટેબલસ્પૂન ઓલિવ તેલ
 • ૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
 • ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
 • ૧/૪ કપ ટમૅટો કેચપ
 • ૧ ટીસ્પૂન સાકર
 • ૧ ટીસ્પૂન સૂકા ઑરેગાનો
 • ૧ ટીસ્પૂન સૂકો લાલ મરચાંના ફ્લેક્સ્
 • મીઠું , સ્વાદાનુસાર

વાઈટ સોસ માટે :

Advertisement
 • 2 કપ ઘઉં નો લોટ
 • 2 કપ દૂધ
 • 2 ચમચી બટર
 • મીઠુ ,મરી સ્વાદ પ્રમાણે

બીજી સામગ્રી :

 • 1 કપ સ્લાઇસ કરેલા કાંદા
 • 1 કપ સ્લાઇસ કરેલા સિમલા મરચાં
 • ૧૦ ઓલિવ સ્લાઇસ
 • 2 ટીસ્પૂન સૂકા ઑરેગાનો
 • 2 ટીસ્પૂન રેડ ફ્લેક્સ્
 • 2 ટીસ્પૂન પિઝા seasning

રીત :

Advertisement

સ્ટૅપ 1: સૌથી પહેલા એક બાઉલ માં લોટ બાંધવાની બધી સામગ્રી ભેગી કરી થોડો લોટ ઢીલો રેહ એ રીતે બાંધો.લોટ બન્ધાઈ જાય પછી 6-8 મિનિટ મસળવો . પછી એક થોડું ભીનું કરી કપડું આ લોટ પર ઢાંકવું. મિનિમમ એક કલાક ઢાંકીને રાખવો .

સ્ટૅપ 2:

Advertisement

ત્યાર સુધી પિઝા સોસ બનવવો, તેના માટે

 • 1. એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
 • 2. સ્ટૅપ તે પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા કાંદા transparent થાય ત્યાં સુધી સાંતળી લો.
 • 3. તે પછી તેમાં હલકા ઉકાળેલા ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 • 4. તે પછી તેમાં ટમૅટો કેચપ, ઑરેગાનો, ચીલી ફ્લેક્સ્ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહો.

સ્ટૅપ 3: ત્યાર પછી વાઈટ સોસ બનાવવી લેવો એના માટે એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં દૂધ, મેંદો, મરી અને મીઠું મેળવી સારી રીતે ફીણી લો જેથી તેમાં ગાંગડા ન રહે. એકદમ સ્મૂથ texure આવે એમ બનાવવું તે પછી તેને બાજુ પર રાખો.

Advertisement

સ્ટૅપ 4: હવે લોટ ને ફરી મસળી મોટો લુવો વણવો. બેકિંગ ટ્રે ની સાઈઝ હોય તેટલું મોટુ વણવું. થોડું જાડુ વણવું. ફોર્ક ની મદદ થી છુટા છુટા કાપા પાડી લો.

Step 5: તેને બેકિંગ ટ્રે પર મૂકવું. ત્યારબાદ પીઝા સોસ લઈને તેને આખા રોટલા ઉપર લગાવી દો. પછી તેના પર વાઈટ સોસ પાથરી દો. એની ઉપર સિમલા મરચા, કાંદા, olive ના ટુકડા વગેરે એડ કરો. ત્યાર પછી ફરી વાઈટ સોસ પાથરવો.

Advertisement

સ્ટૅપ 6 પછી તેને પ્રેમ હિટ ઓવેન માં 180° પર 25 મિનિટ બેક કરવા મૂકવું.

25 મિનિટ પછી ઓવેન માંથી કાઢી પિઝા ઉપર ઓરેગાનો, રેડ ચીલી ફ્લૅક્સ અને પિઝા seasoning ભભરાવવું.

Advertisement

સ્ટૅપ 7 ડીશ મા pieces કરી સર્વ કરવું.

તૈયાર છે એકદમ ટેસ્ટી અને ચીઝ વગર ના ઘઉંના પિઝા. ફ્રેડ્સ આ પિઝા તમે જરૂર થી try કરજો કંઈક નવીજ જ રેસિપી છે અને પિઝા વગર પણ ચીઝ નથી એ ખ્યાલ પણ નથી આવતો અને ખુબજ ટેસ્ટી પણ લાગશે., તો તમે જરર થી બનાવજો આ “ ચીઝ વગર ના ઘઉં ના પિઝા “

Advertisement

રસોઈની રાણી : રૂચિતા અંકુર શાહ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *