ઘઉંના લોટનું ખીચું – જયારે પણ ભૂખ લાગે અને શું બનાવું એ સમજાય નહિ ત્યારે બનાવો આ ખીચું…

ઘઉં ના લોટ ખીચું

ખીચું આપણા ગુજરાતી એક મુખ્ય ફૂડ છે આપણે ખીચું ગમે તયારે બનાવી શકીયે છે મોસ્ટલી ખીચું ચોખા લોટ મા થી બનતું હોય છે પણ ઘઉં નો લોટ બધા ઘર મા હોય છે આ ફટાફટ બની જાય છે ફક્ત 7 મિનિટ મા મે આમાં થોડું ચેન્જ કર્યું છે બટર ઉપયોગ કર્યો છે બટર ખીચું નાના બાળકો ભી ખાઈ શકે છે આ ખીચું એક હેલ્થી ખીચું છે ખીચું તમે ડાયટિંગ મા ભી લઇ શકો છો

સામગ્રી

  • 1 કપ ઘઉં નો લોટ
  • 2 કપ પાણી
  • 1 સ્પૂન જીરું
  • 1 સ્પૂન અજમો
  • 3 સ્પૂન બટર
  • 1 સ્પૂન મીઠુ
  • 1/4 સ્પૂન ખાવા નો સોડા
  • 2 સ્પૂન આદુ મરચા એન્ડ લસણ પેસ્ટ
  • 1 સ્પૂન કોથમીર
  • 2 સ્પૂન તલ મિક્સ
  • 2 સ્પૂન ઓઈલ
  • 1 સ્પૂન મેથી નો મસાલો

રીત

એક પેન માં બટર ગરમ કરો તેમાં જીરું અજમો નાખો. તેને 2મિનિટ થવા દો.

તેમાં પાણી નાખો તેને પ્રોપર ઊકાળો 5મિનિટ તેમાં મીઠુ આદુ મરચા એન્ડ લસણ ની પેસ્ટ નાખો તેને હલવો ખાવા નો સોડા નાખો હવે તેમાં ઉભરો આવેશે એટલે લોટ નાખો તેમાં ઘઉં નો લોટ નાખો ધીમે ધીમે વેલણ મદદ થી તેને મિક્સ કરી લો

તેને ડોનટ્સ જેવો શેપ આપો

તેને 7મિનિટ માટે બાફી દો. પછી એ થઇ જાય એટલે મેથી નો મસાલો એન્ડ ઓઇલ ગાર્નિશ કરો

આ બટર વગર ભી બનાવી શકો છો

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *