સ્પાયસી ઘુઘરા ચાટ – બહાર મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને ચટપટા ઘુઘરા હવે ઘરે જ બનાવો…

સ્પાયસી ઘુઘરા ચાટ:

લોકોને ઘુઘરા અને સમોસા ખૂબજ પ્રિય હોય છે. ઘુઘરા બે પ્રકારના હોય છે. સ્વીટ ઘુઘરા અને સ્પાયસી ઘુઘરા. સ્વીટ ઘુઘરા તહેવારોમાં કે ઘણી વાર અમુક પ્રસંગોએ બનતા હોય છે. ઘુઘરાને ગુજિયા પણ કહેવામાં આવતા હોય છે. સ્વીટ ઘુઘરાનું સ્ટ્ફિંગ સોજી, માવો, કોકોનટ તેમજ ડ્રાય ફ્રુટ સાથે એલચી કે કેશર જેવી ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવતું હોય છે. અને સ્પાયસી ઘુઘરામાં બટેટા-વટાણા (ડ્રાય કે ફ્રેશ)નું થોડા સ્પાઈસ સાથે મિક્ષ કરીને સ્ટફીંગ બનાવવામાં આવતુ હોય છે.

સાથે મનગમતી ચટણીઓ સર્વ કરવામાં આવતી હોય છે. આ ઘુઘરાને વધારે સ્પાયસી બનાવીને નાસ્તામાં લેવા હોય તો સ્પાયસી ઘુઘરાની ચાટ બાનવાવામાં આવે છે. જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે જેથી લોકો તે ખાવાનું વધારે પસંદ કરતા હોય છે.

તેના કારણે સ્પાયસી ઘુઘરા ચાટ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ બહુ ફેમસ છે.

તો આજે હું આપ સૌ માટે અહીં સ્પાયસી ઘુઘરા ચાટની રેસિપિ આપી રહી છું જે બધાને ખૂબજ ભાવશે. તો મારી આ રેસિપિને ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

સ્પાયસી ઘુઘરા બનાવવા માટેના સ્ટફીંગની સામગ્રી :

  • 5 બાફેલા બટેટા
  • 3 ટેબલ સ્પુન લીલા બાફેલા વટાણા
  • 1 ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ
  • 1 ટેબલ સ્પુન લસણ મરચાની પેસ્ટ
  • 1.1/2 ટી સ્પુન લાલા મરચાની પેસ્ટ
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટી સ્પુન ધાણાજીરું
  • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • 1 ટી સ્પુન સુગર પાવડર
  • 1 ટી સ્પુન ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ½ ટી સ્પુન લેમન જ્યુસ

ઘુઘરાનું આઉટર લેયર બનાવવા માટેની સામગ્રી :

  • 2 કપ મેંદાનો લોટ
  • 4-5 ટેબલ સ્પુન ઓઇલ-મોણ માટે
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરુર મુજબ
  • ઓઇલ ફ્રાય કરવા માટે

ચાટ માટેની સામગ્રી:

  • નાયલોન સેવ
  • આમલીની મીઠી ચટણી
  • લાલા મરચાની રેડ તીખી ચટણી
  • કોથમરી
  • ચાટ મસાલો
  • દાડમના દાણા
  • બારીક સમારેલી થોડી ઓનિયન

સ્પાયસી ઘુઘરા બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ બટેટા અને વટાણા કુકરમાં બાફી લ્યો.

બટેટા ઠરે એટલે તેની છાલ ઉતારી મિક્ષિંગ બાઉલમાં સ્મેશરથી અધકચરા મેશ કરી લ્યો.

હવે તેમાં 3 ટેબલ સ્પુન લીલા બાફેલા વટાણા, 1 ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ, 1 ટેબલ સ્પુન લસણ મરચાની પેસ્ટ, 1.1/2 ટી સ્પુન લાલ મરચાની પેસ્ટ, ½ ટી સ્પુન હળદર પાવડર, 1 ટી સ્પુન ધાણાજીરું, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, 1 ટી સ્પુન સુગર અને 1 ટી સ્પુન ગરમ મસાલો ઉમેરો. ત્યારબાદ તેમાં 1 ½ ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરી દ્યો.

ત્યારબાદ બરાબર બધું મિક્ષ કરી લ્યો.

બનેલા મિશ્રણમાં મીઠું સ્વાદ મુજબ ઉમેરો. તેમાં મિક્ષ કરી લ્યો. આ મિશ્રણને 10 મિનિટ માટે એકબાજુ મૂકી રેસ્ટ આપો. જેથી મસાલા બારાબર સેટ થઇ જાય.

ઘુઘરાનું આઉટર લેયર બનાવવાની રીત :

એક મિક્ષિંગ બાઉલ લ્યો. તેમાં 2 કપ મેંદાનો લોટ ઉમેરો.

હવે તેમાં 4-5 ટેબલ સ્પુન ઓઇલ-મોણ માટે ઉમેરો અને સાથે મીઠું સ્વાદ મુજબ ઉમેરી લ્યો.

બધું મિક્ષ કરી લ્યો.

આઉટર લેયર માટેનો લોટ બાંધવા માટે તેમાં મુઠ્ઠી પડતું ઓઇલ ઉમેરવું ખૂબ જરુરી છે.

(પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે).

હવે મોણ નાખેલા લોટમાં જરુર મુજબ થોડું થોડું પાણી ઉમેરી લોટ મસળતા જઇ રોટલીના લોટ કરતાં થોડો જ ટાઇટ લોટ બાંધો. (ભાખરી કરતા ઢીલો). એકદમ સરસ મસળીને ઢાંકીને આ બાંધેલા લોટને 10 મિનિટ રેસ્ટ આપો.

10 મિનિટ બાદ ફરી સરસથી મસળી લ્યો.

હવે તેમાંથી નાની રોટલી બની શકે તેવા નાના લુવા બનાવો.

તેમાંથી નાની રોટલી બનાવો.

બનાવેલા સ્ટફિંગમાંથી એક લંબગોળ લુવુ બનાવીને ઘુઘરા માટે બનાવેલી રોટલીના સેંટરમાં મૂકો.

ત્યારબાદ તેને રોટલીમાં સ્ટફ કરી બધી બાજુએથી આંગળીથી પ્રેસ કરી બરાબર સ્ટીક કરી દ્યો.

ત્યારબાદ પ્રેસ કરેલી ઘુઘરાની કિનારીને એક છેડેથી બીજા છેડા સુધી ઉપરા ઉપર વાળીને પ્રેસ કરવાથી પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે ડીઝાઇન પડશે.

એ પ્રમાણે ઘુઘરા ના વાળવા હોય તો રોટલીની કિનાર પર જરા પાણી લગાવી રોટલીની બન્ને કિનાર જરા પ્રેસ કરી સ્ટીક કરી લ્યો. જેથી ફ્રાય કરતી વખતે ઘુઘરા ખૂલી ના જાય.

આ પ્રમાણે બનેલા લોટ અને સ્ટફિંગમાંથી 10 લુવા કરી સ્ટફિગ ભરી, સ્ટફ કરી 10 ઘુઘરા બનાવી લ્યો.

હવે ઘુઘરા ફાય કરવા માટે ફ્રાય પેનમાં ઓઇલ ગરમ મૂકો.

ઓઇલ ગરમ થઇજાય એટલે ફ્લૈમ ધીમી કરી દ્યો.

ઓઇલમાં ઘુઘરા ઉમેરી સ્લો ફ્લૈમ પર વારાફરતી બધાં ઘુઘરા બન્ને બાજુ ફેરવીને ફ્રાય કરી લ્યો.

ફ્રાય થઇને આઉટર લેયર સરસ ક્રંચી થઇ જાય ત્યાંસુધી ઘુઘરા ફ્રાય કરો.

પ્લેટમાં ટ્રાંસફર કરો.

સ્પાયસી ઘુઘરા ચાટ બનાવવા માટેની રીત :

હવે ગરમ ગરમ ઘુઘરા સર્વિંગ પ્લેટમાં મૂકી તેમાં ચટણી ભરવા માટે ઘુઘરામાં વચ્ચે સ્પુનથી એક હોલ કરો.

ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન જેટલી આમલીની સ્વીટ ચટણી ઉમેરો.

ત્યારબાદ તેના પર લાલ મરચાની રેડ ચટણી ઉમેરો.

હવે તેનાં પર થોડી નાયલોન બેસન સેવ અને કોથમરી ઉમેરો.

ત્યારબાદ તેના પર બારીક ઓનિયન અને દાડમના દાણાથી ગાર્નીશ કરો.

છેલ્લે ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરો.

તો હવે સર્વ કરવા માટે રેડી છે બધાની પસંદીદા ખૂબજ સ્વાદિષ્ટ એવી સ્પાયસી ઘુઘરા ચાટ….

તમે પણ બનાવજો. ઘરમાં નાના મોટા બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *