ઘઉં ના લોટ ની ફરસી પુરી – હા તમે સાચું વાંચ્યું છે મેંદાના લોટની નહિ પણ ઘઉંના લોટની ફરસી પુરી..

દિવાળી આવી રહી છે એટલે નાસ્તા બનાવવાની તૈયારી તો થઇ જ રહી હશે , તો આજ ની આ રેસીપી પણ તમારા લિસ્ટ માં ઉમેરી દો. આજે આપણે જોઇશુ ઘઉં ના લોટ ની ફરસી પુરી. તો ચાલો રેસીપી જોઈ લઈએ

સામગ્રી

૨ કપ ઘઉં નો ઝીણો લોટ

૧/૪ કપ રવો

૧ ચમચી મીઠું

૧ ચમચી જીરું

૧ ચમચી મરી પાઉડર

૩ ચમચી મોણ માટે ઘી

તેલ તળવા માટે

પાણી લોટ બાંધવા માટે

સૌ પ્રથમ લોટ બાંધી લેવાનો છે પુરીનો તેના માટે એક બાઉલ માં ઘઉં નો લોટ અને રવો લઇ લો , તેમાં મીઠું , જીરું , મરી પાઉડર , અને ઘી નું મોણ નાખી લો. પછી હાથે થી બરાબર મસળી લો. તમે ઘી ના બદલે તેલ નું મોણ પણ નાખી શકો પણ ઘી નાખવા થી પુરી ખસ્તા બનશે.

હવે જોઈએ તેટલું પાણી નાખતા જઈ અને સોફ્ટ લોટ બાંધી લો. બધો લોટ સરસ ભેગો થઇ જાય એટલે થોડું ઘી લગાવી અને ઢાંકી દઈ ૧૦ મિનિટ માટે રેવા દેવાનો છે.

૧૦ મિનિટ પછી થોડું તેલ લગાવી અને ફરી થયો થોડી વાર મસળી લેવાનો છે , પછી તેના એકસરખા ભાગ કરી લો.

હવે કોરો લોટ લીધા વગર જ મોટી પુરી વણી લેવાની છે , પુરી સહેજ જાડી રાખવાની છે એકદમ પાતળી નથી કરવાની. મોટી પુરી વણાઈ જાય એટલે નાનો ગ્લાસ કે કોઈ પણ ગોળ વસ્તુ નાની સાઈઝ ની હોય તેના થી પુરી કટ કરી લેવાની છે.

તમે અલગ અલગ નાની નાની પુરી પણ વાણી શકો છે પણ આ રીતે કરવા થી ટાઈમ પણ બચશે અને બધી પુરી એક સાઈઝ ની બનશે. પુરી કટ થઇ જાય એટલે તેમાં કાંટા ચમચી કે ધારવાળા ચપ્પુ થી કાણા કરી લેવાના છે જેથી પુરી ફૂલે નઈ.

એકક સાઈડ તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે , સેજ લોટ નાખી ને તેલ ગરમ થયું કે નઈ તે ચેક કરી લો. તેલ ગરમ હોય તો મીડીયમ ગેસ પર થોડી થોડી પુરી નાખી તળવા નાખી દો.

ધીમે ધીમે ફેરવતા જઈ એકદમ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

આ રીતે થોડી થોડી કરી ને બધી પુરી બનાવી લો . બસ તૈયાર છે ઘઉં ના લોટ ની ફારસી પુરી , આ દિવાળી માં ચોક્કસ થી ટ્રાય કરવા જેવી રેસીપી છે તો જરૂર થી બનાવજો.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *