ઘઉં ના લોટ ના પિઝા – યીસ્ટ અને ઓવન વગર ફટાફટ બની જશે આ પિઝા…

ઘઉં ના લોટ ના પિઝા – મેંદા , યીસ્ટ અને ઓવન વગર ઇન્સ્ટન્ટ

સામગ્રી

  • ૧ કપ દહીં
  • ૧ ચમચી મીઠું
  • ૧/૨ ચમચી ખાંડ
  • ૧/૨ ચમચી બેકિંગ પાઉડર
  • ૧/૨ ચમચી બેકિંગ સોડા
  • ૨ ચમચી ઘી
  • ૧.૫ કપ ઘઉં નો લોટ
  • પાણી જરૂર મુજબ
  • ફરી થી ૧ ચમચી ઘી
  • પિઝા સોસ
  • મોઝરેલા ચીઝ
  • કેપ્સિકમ
  • ડુંગળી
  • બાફેલી મકાઈ ના દાણા
  • ઓરેગાનો
  • ચીલી ફ્લેક્સ
  • ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ

પિઝા એ નાના મોટા દરેક ને પસંદ હોય છે , આપણે મોટા ભાગે બહાર પિઝા ખાતા હોઈએ છે , જેમાં મોટા ભાગે મેંદા નો ઉપયોગ થતો હોય છે, આજે આપણે પિઝા બનાવાની રેસિપી જોઈશું તેમાં ઘઉં ના લોટ નો જ ઉપયોગ કર્યો છે અને યીસ્ટ કે ઓવન ની પણ જરૂર નઈ પડે અને ખુબ જ ઓછા ટાઈમ માં એકદમ ચીઝી પિઝા તૈયાર થશે , તો ચાલો રેસિપી જોઈ લઇએ .

સૌ થી પેલા એક મિક્સિંગ બાઉલ માં ૧/૪ કપ દહીં લઇ લો , ૧ ચમચી મીઠું લઇ લો , અડધી ચમચી ખાંડ નાખી દો , ૧/૨ ચમચી બેકિંગ પાઉડર , ૧/૪ ચમચી બેકિંગ સોડા , ૨ ચમચી ઘી , આટલી વસ્તુ ને બરાબર મિક્સ કરી લેવાની છે ,

૧.૫ કપ ઘઉં નો લોટ જે રેગ્યુલર રોટલી બનાવવા માટે લઈએ છીએ. હવે જોઈએ તેટલું પાણી નાખતા જઈ અને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે , લોટ સરખો ભેગો થઇ જાય એટલે ૫-૬ મિનિટ જેવું મસળી લેવાનો છે, ૧ ચમચી ઘી નાખી ફરી થી મસળી લો , હવે ઉપર થોડું ઘી લગાવી લો સુકાઈ ન જાય લોટ તેના માટે અને ઢાંકી દઈ ૨૦-૨૫ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે,

૨૦-૨૫ મિનિટ થાય એટલે તમે જોઈ શકશો લોટ એકદમ સરસ સોફ્ટ થઇ ગયો છે , થોડી વાર મસળી લઇ અને તેમાં થી એક સરખા ભાગ કરી લેવાના છે , હવે પાતળી ઉપર થોડો મકાઈ નો કોરો લોટ લઇ અને પિઝા બેઝ વણી લેવાનો છે , જો મકાઈ નો લોટ ન હોય તમારી પાસે તો ઘઉં નો કોરો લોટ લઇ શકાય , અને મીડીયમ થીક્નેસ ના વણી લઇ , ફોર્ક સ્પૂન થી પ્રિક કરી લેવાનું .

હવે નોન સ્ટિક પેન માં ઘી લગાવી લઇ પિઝા બેઝ મૂકી લઇ ઢાંકી અને ૧.-૨ મીનીટ કુક થવા દેવાનું છે , એક સાઈડ કુક થઇ જાય એટલે ફરી પેન માં ઘી લગાવી લઇ અને સાઈડ ફેરવી લો . હવે ઉપર પિઝા સોસ લગાવી લો , મોઝરેલા ચીઝ મૂકી દો , કેપ્સિકમ મૂકી દો કટ કરી , ડુંગળી કટ કરી મૂકી દો , થોડા મકાઈ ના બાફેલા દાન મૂકી દો , ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરી લો , ઓરેગાનો સ્પ્રિન્કલ કરી દો , ફરી થી થોડું મોઝરેલા ચીઝ મૂકી દો , તું પ્રોસેસ ચીઝ , અહીં તમે કોઈ પણ એક ચીઝ લઇ શકો , અને વેજિટેબલ્સ પણ તમારી પસંદ ના કોઈ પણ લઇ શકાય. હવે ઢાંકી અને ચીઝ બધું મેલ્ટ થાય ત્યાં સુધી ઢાંકી અને એકદમ ધીમા ગેસ પર રેવા દેવાનું છે .

બસ રેડી છે એકદમ ચીઝી પિઝા , ચોક્કસ થી એક વાર આ રીતે બનાવો , બહાર ના મેંદા ના પિઝા કરતા હેલ્ધી અને ટેસ્ટી. બાળકો અને મોટા બંને ને મજા પડશે .

વિડિઓ રેસિપી :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *