ગોટા – વરસતા વરસાદમાં ભજીયા ગોટા ખાવાનું મન કોને ના થાય? તો હવે આ રીતે બનાવજો..

મેથીના ગોટા:-

વરસાદ ની મોસમ આવી ગઈ છે અને ઝરમર વરસતાં વરસાદ માં ખૂબ જ ટેસ્ટી ગરમાગરમ ગોટા મળી જાય તો આનંદ આવી જાય

Advertisement

• કેમ છો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગોટા ની રેસીપી તો મિત્રો વરસાદ પડતાં જ બધાને ઘરે ગોટા બનતા જ હોય છે. પણ બજારમાં મળે છે એવા સોફ્ટ અને ટેસ્ટી ગોટા કેવી રીતે બનાવવા તે જોઈશું તો ચાલો જોઈએ ગોટા બનાવવાની પરફેક્ટ અને સરળ રીત વિડીયો રેસીપી દ્રારા.

મિત્રો રેસીપી પસંદ આવે તો વિડીયો ને લાઈક શેર અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

Advertisement

સામગ્રી:-

 • • 1 બાઉલ ગોટા નો તૈયાર લોટ
 • • 1 બાઉલ ચણાનો લોટ
 • • 1 નાનો બાઉલ સોજી
 • • 2 ચમચી ખાંડ
 • • 4 થી 5 ઝીણા સમારેલા લીલા મરચાં
 • • 1 ચમચી કાળા મરી
 • • 1 ચમચી સૂકા ધાણા
 • • જરૂર મુજબ પાણી
 • • 2 બાઉલ ઝીણી સમારેલી મેથી
 • • સમારેલી કોથમીર
 • • મીઠું સ્વાદ પ્રમાણે
 • • ½ ચમચી સોડા

રીત:-

Advertisement

• સ્ટેપ 1:-સૌપ્રથમ આપણે ગોટાનુ ખીરું રેડી કરીશું તો એના માટે એક મોટા વાસણમાં ગોટા નો લોટ, ચણાનો લોટ, સોજી, ખાંડ, લીલા મરચાં, કાળા મરી અને સૂકા ધાણા ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો.

• સ્ટેપ 2:-હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ખીરું રેડી કરી લો. હવે તેમાં ઝીણી સમારેલી મેથી, કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું અને સોડા ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો.

Advertisement

• સ્ટેપ 3:-હવે તેલ ગરમ કરવા માટે મૂકો અને તેલ ગરમ થાય ત્યારે ગોટા ઉતારી લો. અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો.

તો હવે ગરમાગરમ ફરસાણ ની દુકાન જેવા ગોટા તૈયાર છે.

Advertisement

વિડિઓ રેસિપી:

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

• YouTube channel:- Prisha Tube

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *