ગોટલી નો મુખવાસ – કેરી ખાઈને ગોટલા ફેંકશો નહિ બનાવો આ હેલ્થી મુખવાસ…

ગોટલી નો મુખવાસ:-

શું તમે કેરી ખાઈને ગોટલા નાખી દો છો તો આજે જ ટ્રાય કરો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ગોટલી નો મુખવાસ. કેમ છો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગોટલી નો મુખવાસ ની રેસીપી. તો ગોટલી નો મુખવાસ શરીર ને ખૂબ જ ફાયદાકારક હોય છે. અને ગોટલીથી શરીરમાં બી-12 ની ઉણપ ને દૂર કરે છે. સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પાચનક્રિયા માં પણ મદદ કરે છે તો ગોટલી ના કેટલાયે ફાયદા છે તો ચાલો જોઈએ ગોટલી નો મુખવાસ ની રેસીપી વિડીયો રેસીપી દ્રારા.

Advertisement

• રેસીપી પસંદ આવે તો વિડીયો ને લાઈક, શેર અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

• સામગ્રી:-

Advertisement
  • • ગોટલા
  • • પાણી (બાફવા માટે)
  • • મીઠું
  • • ઘી
  • • સંચર

• રીત:-

• સ્ટેપ 1:-સૌપ્રથમ બધા જ રોટલા ને કૂકર માં લો. અને પાણી અને મીઠું ઉમરેવું અને કૂકર માં 5 થી 6 સીટી વાગે ત્યાં સુધી બાફવા માટે રાખો.

Advertisement

• સ્ટેપ 2:-હવે ગોટલા બફાઇ ગ્યા છે તો બધા જ ગોટલા માંથી ગોટલી કાઢી લો. અને ઠંડા થવા માટે રાખો.

• સ્ટેપ 3:-હવે અડધા ભાગની ગોટલી ને છીણી લેવી અને બીજી ગોટલી ને સમારી લેવી.

Advertisement

• સ્ટેપ 4:-હવે એક પેનમાં 2 ચમચી ઘી ઉમેરી લો અને બધી જ ગોટલી પેનમાં ઉમેરો અને એમાં સંચર ઉમેરી લો અને ગોટલી ને શેકાવા દો. એકદમ ક્રિસ્પી બને ત્યાં સુધી શેકવી.

• સ્ટેપ 5:-હવે એવી જ રીતે સમારેલી ગોટલી ને પણ શેકી લો. તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ગોટલી નો મુખવાસ રેડી છે.

Advertisement

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

Advertisement

અમારી વિડિઓ ચેનલ : Prisha Tube

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *