લીલા ચણાનો હલવો – ગાજરનો હલવો તો અવારનવાર ખાતા હશો આજે ટ્રાય કરો આ નવીન હલવો…

અત્યારે લીલા ચણા ખૂબ સરસ મડી રહ્યા છે. ગાજર નો હલવો હમણાં બધા સીઝન માં તો ખાતા જ હશો.લીલા ચણા માંથી આપણે સાક,કઢી,કચોરી પરાઠા બધું બનાવી એ છે. આજે હું લઈને આવી છું સ્વીટ ડીશ “લીલા ચણાનો હલવો ” મારા ઘરે જમીને બધાયને સ્વીટ ખાવાની આદત છે તો કયિક ને કયી નવું બનાવવાનો ટ્રાય કરતી હોઉં છુ.અને સીઝનલ જે ફ્રુટ વેજીટેબલ હોય તેનો ચોક્કસ થી ઉપયોગ કરવો જ જોઈએ. અને બનાવવા માં પણ એકદમ સહેલું છે.

લીલા ચણાનો હલવો

સામગ્રી :

  • ૨૫૦ ગ્રામ ફોલેલા લીલા ચણા
  • ૫૦૦ ગ્રામ દૂધ
  • ૨૫૦ ગ્રામ ખાંડ
  • ૨૫૦ ગ્રામ મોળો માવો
  • ૩-૪ ટેબલસ્પૂન ઘી
  • ૧ કપ કાજુ, બદામ, પીસ્તાની કતરી
  • ૧/૨ ટીસ્પુન ઈલાયચી-જાયફળનો ભૂકો

રીત :

ચણાને મિક્સરમાં અધકચરા વાટી લેવા. એક તપેલીમાં દૂધ ગરમ કરવા મુકવું, દૂધમાં ઉભરો આવે પછી ધીમા તાપે દુધને ઉકાળવું. એક કડાઈમાં ઘી ગરમ કરી, તેમાં ચણાનો ભૂકો નાંખી, ૩-૪ મિનિટ સાંતળવો. પછી તેમાં દૂધ નાંખી મિક્સ કરી, ઢાંકણ ઢાંકી, ચણાને ચડવા મુકવા.

થોડી-થોડી વારે દુધને હલાવતા રહેવું જેથી ચણા વાસણમાં નીચે ચોંટે નહી. ચણા બરાબર ચડી જાય એટલે તેમાં ખાંડ નાંખવી. ખાંડ ઓગળે અને લોચા જેવું થાય એટલે તેમાં માવો અને ૧ ટીસ્પૂન ઘી નાંખી, મિક્સ કરવું.

પછી તેમાં ઈલાયચી-જાયફળનો ભૂકો અને થોડા કાજુ, બદામ, પીસ્તાની કતરી નાંખવા. હલવો બરાબર ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લેવો.

એક બાઉલ હલવો કાઢી તેની ઉપર કાજુ, બદામ, પીસ્તાની કતરી નાંખી સજાવવું.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *