ગ્રીન ગાર્લિક ખીચું (પાપડી નો લોટ) – જયારે પણ ભૂખ લાગે અને ફટાફટ કંઈક ખાવું હોય તો બેસ્ટ ઓપશન છે..

ગ્રીન ગાર્લિક ખીચું ( પાપડી નો લોટ )

દોસ્ત કેમ છો? ખીચું શબ્દ આયો તો તમને મોમ પાણી આવી ગયુ ને આ ગુજરાતી એક દમ સરળ રેસિપી છે આ મુખ્ય ચોખા ના લોટ માં થી બનાવા નો છે પણ હવે ઘઉં નો લોટ, મગ ના લોટ માં થી બંને છે આ ઇન્સ્ટન્ટ એન્ડ ફટાફટ બની જાય એવો નાસ્તો છે આ લોટ મોસ્ટલી આપણા ઘરે હોય કોઈ ભી મેહમાન આવે તો તમે ગરમ ગરમ બનાવી શકો છો આ ખીચું માં થી પાપડી, સેવ બધું બનાવી શકો છો એ લોન્ગ ટાઈમ માટે સ્ટ્રોર કરી શકો છો બધા ગુજરાતી કરતા હોય છે આ ખીચુ જોડે ઓઈલ એન્ડ મેથી ના મસાલા જોડે ખાવા ની મઝા આવે છે આ એક ડાયેટ ફૂડ છે આ વિન્ટર માં ગ્રીન લસણ વાળું બનવા માં આવે છે

સામગ્રી

  • 2 કપ ચોખા ના લોટ
  • 4 કપ પાણી
  • 1/2 કપ ગ્રીન ગાર્લિક ( સૂકું લસણ )
  • 2 સ્પૂન મરચા
  • 1 સ્પૂન તલ
  • 1 સ્પૂન અજમો
  • 1 સ્પૂન જીરું
  • 1 સ્પૂન મીઠુ
  • 1/4 સ્પૂન ખાવા નો સોડ
  • 1/2 કપ ઓઈલ
  • 2 સ્પૂન મેથી નો મસાલો
  • 2 સ્પૂન કોથમીર

રીત :

એક તપેલી માં 4 કપ પાણી ગરમ કરો હવે પાણી 3 મિનિટ માટે ઉકાળો,

હવે પાણી ઊકળે એટલે તેમાં જીરું, અજમો તલ , ગ્રીન ગાર્લિક કોથમીર એન્ડ મરચું નાખો

હવે તેને 3 મિનિટ માટે ઉકાળો પ્રોપર રીતે હવે તેમાં મીઠુ એન્ડ ખાવા નો સોડા નાખો

હવે 30 સેકન્ડ માટે ઉકાળો હવે તેમાં ધીમે ધીમે ચોખા નો લોટ નાખો

વેલણ મદદ થી હલાવતા જાવો મિક્સ થાઈ જાય ગાંઠો ના પડે

હવે પાણી એન્ડ લોટ મિક્સ થઇ ગયા છે હવે તેને 15 મિનિટ માટે સ્ટિમ કરો કૂકર માં હવે આપણું ખીચું રેડી થઇ ગયું છે તેને કોથમીર થી ગ્રાનીશ કરો

હવે તેને ઓઈલ એન્ડ મેથી ના મસાલા સાથે સર્વ કરો

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *