લીલુ લસણ – ખજુરની તીખી ચટણી – સ્ટોર કરી શકશો ચટણી તો બનાવો અને આનંદ માણો અનેક સાથે…

લીલુ લસણ – ખજુરની તીખી ચટણી :

ખજુર ખુબજ હેલ્થફુલ ફ્રુટ છે. તેના ઘણા બધા ફાયદાઓ છે. જે પહેલા આપણે જોઇ લઇએ.

ખજુરનો પલ્પ કે અર્ક જઠર અને આંતરડામાં થતી સંક્રમણ પ્રવૃત્તિને ઉત્તેજિત કરે છે. અને કબજિયાતની સારવારમાં મદદ કરે છે. પાચક સિસ્ટમના કેંસરને રોકે છે.

ખજુરમાં રહેલું એંટિઓક્સિડેંટ્સ એથરોસ્ક્લેરોસિસને અટકાવે છે. હ્રદયની ધમનીઓના કોષોમાંથી કોલેસ્ટ્રોલને દૂર કરવા ઉત્તેજિત કરે છે.

ખજુરમાં રહેલુ કોપર, મેગ્નેશિયમ, સેલેનિયમ અને મેંગેનિઝ હાડકાને સ્વસ્થ રાખી ઓસ્ટિયો પોરોસિસ જેવા અસ્થિ સંબંધિત રોગને રોકવા માટે ખૂબજ મહત્વ પૂર્ણ છે.

તેમાં રહેલું પોટેશિયમ બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે અને કિડનીમાં થતી પથરીમાં રાહત આપે છે.

તેમાં રહેલું ફાઇબરઅને સોડિયમ સુગર લેવલને સ્ટેબીલાઇઝ કરે છે.

ખજુર મગજમાં થતી તાણ અને બળતરા સામે રક્ષણ આપે છે. અલ્ઝાઇમરની પ્રગતિ રોકે છે. કોલોરેક્ટર કેન્સરમાં મદદ રુપ છે. તેમજ નાઇટ બ્લાઇંડનેસ રોકવામાં મદદ રુપ થાય છે. સ્કીન માટે પણ એટલો જ ફાયદાકારક છે.

ખજૂરમાં રહેલી સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ જેવી નેચરલ સુગર એનર્જી બુસ્ટ કરે છે.

આવા ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ અને ન્યુટ્રીશન ધરાવતા ખજુરને ઘી સાથે કે બીજા કોમ્બીનેશન કરીને કોઇપણ પ્રકારે અહારમાં લવો જોઇએ.

તો આ માટે અહી હું ખજુરનું બીજા હેલ્ધી ઇંગ્રીડિયંટ્સ સાથે કોમ્બિનેશન કરીને ચટણીની રેસિપિ આપી રહી છું.

તો જરુરથી દરેક પ્રકારના ભજીયા, ઢોકળા, દહીંવડા, રગડો, ભેળ, ચાટ વગેરે બનાવો ત્યારે તેની સાથે આ લીલુ લસણ – ખજુરની તીખી ચટણી બનાવજો.

સામગ્રી :

  • ¾ બાઉલ ઠળિયા કાઢેલો ખજુર
  • 1 મોટુ ફ્રેશ લાલ મરચુ બરીક કાપેલું
  • 3-4 સ્ટ્રીંગ ફ્રેશ ગ્રીન લસણ-બારીક કાપેલું
  • 1 ટેબલ સ્પુન લેમન જ્યુસ
  • 1 ટેબલ સ્પુન ધાણા જીરું પાવડર
  • 1 ટેબલ સ્પુન ચાટ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ઇંચ આદુનો ટુક્ડો બારીક કાપેલો

લીલુ લસણ – ખજુરની તીખી ચટણી બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ ખજુરમાંથી ઠળીયા કાઢી નાખો. ત્યારબાદ ખજુરને ધોઇ લ્યો.

ખજુરને બાઉલમાં ભરી, ખજુર પાણીમાં ડૂબે તેટલું પાણી ઉમેરી 1 કલાક માટે પલાળી લો.

ત્યારબાદ ઉકાળી લ્યો. ઠરવા દ્યો.

હવે ગ્રાઇંડરના જારમાં ઉકાળેલો ખજુર ભરી દ્યો.

તેના પર જારમાં જ 1 ઇંચ જેટલું બારીક કાપેલું આદુ, લાલ મરચાના બારીક કાપેલા ટુક્ડા, 3-4 સ્ટ્રીંગ ફ્રેશ ગ્રીન લસણ-બારીક કાપેલું ઉમેરો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન ધાણાજીરું, 1 ટેબલ સ્પુન ચાટ મસાલો અને તમારા સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

ગ્રાઇંડર ચાલુ કરીને બધું સરસ સ્મુધ ગ્રાઇંડ કરી લો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન લેમન જ્યુસ ઉમરો. જરુર પડે તો વચ્ચે એકવાર ગ્રાઇંડર બંધ કરી, જાર નું લિડ ખોલી, ચમચીથી જારમાં સાઇડ પર લાગેલું બધું ભેગું કરી ફરીથી ગ્રાઇંડ કરી લ્યો.

ગ્રાઇંડ કરેલી બધી ચટણી બાઉલ કે કપ માં ટ્રાંસ્ફર કરી લ્યો.

તો હવે તૈયાર છે લીલુ લસણ ખજુરની તીખી ચટણી. આ ચટણી લચકા પડતી બનશે.

આ ચટણીને એર ટાઇટ કંટેનરમાં ભરી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો.

જીપલોક કે જાડી પ્લાસ્ટીક બેગમાં ભરી પ્લાસ્ટીકની લોક પીનથી લોક કરી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો.

જરુર પડે ત્યારે તેમાં થોડું પાણી ઉમેરી તેને થોડી લિક્વીડાઇઝ કરી લ્યો. તેને દરેક પ્રકારના ભજીયા, ઢોકળા, દહીંવડા, રગડો, ભેળ, ચાટ વગેરે પર ઉમેરી ટેસ્ટી ટેસ્ટ બનાવી શકો છો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *