ગ્રીન મસાલા છાશ – સીઝન કોઈપણ હોય ગેસ અને એસીડીટીની તકલીફમાંથી રાહત મેળવવા માટે પીવો આ ગ્રીન મસાલા છાસ…

આયુર્વેદમાં છાશને અમૃત સમાન ગણવામાં આવી છે જો તેને યોગ્ય માત્રા અને યોગ્ય સમય પર લેવામાં આવે તો …

છાશ કોઈપણ સિઝનમાં લઈ શકાય છે અને આજે હું ઘરે મસાલા છાશ ની રેસિપી લઈને આવી છું જે હેલ્ધી અને પીવામાં એકદમ ટેસ્ટી છે .

ચોમાસાની સિઝનમાં આપણી પાચનશક્તિ મન થઈ જાય છે મંદ થઈ જાય છે અને જો મસાલા છાશ પીવામાં આવે તો પાચનમાં ખૂબ મદદ થાય છે. એસીડીટી ,ગેસ જેવી પેટની તકલીફો દૂર થાય છે.

રેસ્ટોરન્ટમાં મસાલા છાશ નામે મળતી આ છાશ ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકાય છે..

સામગ્રી


1 લિટર છાશ

2 ચમચા દહીં

1 નાનો કપ સમારેલી કોથમીર

2 ચમચા ફુદીના ના પાન

8-10 મીઠા લીમડાના પાન

1 ચમચી શેકેલું જીરું

1/2 ચમચી સંચળ

1/4 ચમચી ચાટ મસાલો

1/2 ચમચી મીઠું

એક આદુ નો કટકો અને એક અડધું લીલુ મરચું

રીત:-

એક મિક્સર જારમાં કોથમીર, લીમડો, ફુદીનો, આદુ લીલા મરચાં, મીઠું સંચળ ,ચાટ મસાલો અને બે ચમચા દહીં ઉમેરી એકદમ ઝીણું ચટણી જેવું ક્રશ કરી લેવાનું…

એક બાઉલમાં ગ્રીન મિક્સર નીકાળી લો… એક ચમચી શેકેલા જીરાનો ભૂકો ઉમેરો અને એક લીટર ઠંડી છાશ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે ગ્લાસમાં બરફ ઉમેરી અને છાશ ઠંડી સર્વ કરો.

નોંધ..

જો તમને એસિડિટી અને પેટની તકલીફ હોય તો લીલાં મરચાં ના ઉમેરો.

છાશ વધુ પડતી ઘટ્ટ ના પીવી જોઈએ એ પચવામાં ભારે હોય છે…

શીખો વિડિઓ રેસિપીથી પરફેક્ટ ચાસ બનાવતા..

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *