લીલી ડુંગળી ના પરાઠા – તમે ક્યારેય લીલી ડુંગળીના પરાઠા ટ્રાય કર્યા છે? બહુ સરળ રીત છે શીખી લો…

લીલી ડુંગળી ના પરાઠા

આલુ પરોઠા, ગોબી પરોઠા, ચીઝ પરોઠા વગેરે તો તમે બનાવતા જ હશો, પણ હવે ટ્રાય કરો ગ્રીન ઓનિયન પરાઠા એટલે કે લીલી ડુંગળીના પરોઠાની રેસિપી. આ પરોઠા ખુબ ટેસ્ટી લાગશે અને તેને બનાવતાં વધારે સમય નહીં લાગે.

સામગ્રી :

  • – બે ટેબલસ્પૂન તેલ પરાઠા શેકવા માટે
  • – અડધી ચમચી જીરું
  • – બે ચપટી હિંગ
  • – અડધી ચમચી લસણની પેસ્ટ
  • – પા ચમચી આદુની પેસ્ટ
  • – એક ઝીણું સમારેલું લીલું મરચું
  • – 250 ગ્રામ લીલી ડુંગળી, ઝીણી સમારેલી
  • – 1 ચમચી ધાણાજીરું
  • – અડધી ચમચી લાલ મરચું
  • – પા ચમચી હળદર
  • – સ્વાદ અનુસાર મીઠું
  • – અડધી ચમચી અજમો
  • – પા ચમચી મરી પાવડર
  • – એક ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  • – બે કપ ઘઉંનો લોટ
  • – લોટ બાંધવા જરૂર મુજબ પાણી

રીત :

સ્ટેપ :1

સૌપ્રથમ એક બોવેલ માં ઘઉં નો લોટ લો . હવે તેમાં ઘઉં ના લોટ માં અંદર જીરું પાવડર અને હિંગ નાખો. ત્યારબાદ અંદર આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને લીલું મરચું નાખી મિક્સ કરવું .

સ્ટેપ :2

ત્યારબાદ અંદર લીલી ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછી અંદર ધાણાજીરું, લાલ મરચું, હળદર, મીઠું, અજમો અને મરી પાવડર નાખી બધું જ બરાબર મિક્સ કરી લો .

સ્ટેપ :3

આ દરમિયાન જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠા માટેનો લોટ બાંધી લો. પરોઠાનો લોટ રોટલીના લોટ જેવો એકદમ સોફ્ટ જ બાંધવો. 5 મિનિટ થઈ જાય એટલે પરોઠા બનાવવાના શરૂ કરો. સૌપ્રથમ એક લુવો બનાવો અને અટામણવાળો કરો અને રોટલીની જેમ વણો. ત્યારબાદ અંદર ઘી લગાવી ત્રિકોણ સેપ થી પેક કરી ફરી અટામણાવાળો કરી વણી લો. આ દરમિયાન પરાઠા શેકવા તવી ગરમ કરી રાખવી. વણ્યા બદા પરાઠાને શેકવા તવી પર મૂકો. એકબાજુ થોડો શેકાઇ જાય એટલે ઉપરની તરફ તેલ લગાવી પલટી દો અને બીજી બાજુ પણ તેલ લગાવી દો અને બંને બાજુ ગોલ્ડન ટપકી પડે ત્યાં સુધી શેકી લો. પરોઠા શેકવા માટે તેલની જગ્યાએ ઘી કે બટરનો ઉપયોગ પણ કરી શકાય છે. પરોઠાને સર્વ કરો દહીં, રાયતું, અથાણું કે ચટણી સાથે.

નોંધ :

– મેં મોણ માટે તેલ કે ઘી નથી લીધું તે છતાં પણ પરાઠા એકદમ સોફ્ટ થશે .

– તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળી છીણી ને પણ લઇ શકો છો .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *