ગ્રીન સૂપ – ઘણા મિત્રોને પાલકનું શાક કે બીજી ભાજી પસંદ નથી હોતી તો તેમની માટે ખાસ છે આ સૂપ.

લીલોત્રી શરીર માટે ખૂબજ ફાયદાકારક છે પણ અત્યાર ના છોકરાઓ ને લીલી ભાજી કે એવુ કાઇ ભાવતુ જ નથી, પાલક ની ભાજી માં ખૂબજ પ્રોટીન હોય છે નાના બાળકો ને પાલક ખવડાવવી ખૂબજ સારી તો ચાલો આપણે નાના અને મોટા બધાને ભાવે તેવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો સૂપ બનાવીએ

ગ્રીન સૂપ

સામગ્રી:

• ૪ ટમેટા

• ૪ પાલક ની ઝૂડી

• ૩ ડાળખી ફૂદીનો

• ૩ કળી લસણ

• પા ઇંચ આદૂ

• મીઠું અડધી ચમચી

રીત:

૧ ફૂદીના ને બીટી લેવો અને પાલક ને ઝીણી સુધારી લેવી અને બેય ને સારી રીતે ધોઇ લેવા.

૨ એક ટમેટા ની ગોળ ગોળ ફરતી આખી છાલ ઊતારી લેવાની છાલ આખી જ નીકળે તે વાતનું ધ્યાન રાખવુ.

૩ બેય હાથ થી ટમેટાની છાલ ને ગોળ રાઉન્ડ શેઇપ મા વાળતા જવી અને છેડો આવે ત્યા હળવા હાથે એક લવીંગ ખુચાડી દેવુ તમે જોઇ શકશો કે એક સરસ મજાનું ગુલાબનું ફૂલ તૈયાર થઈ ગયું છે આ ફૂલ ને સાઇડ પર મૂકી દેવુ.

૪ એક કુકર મા ટમેટા,પાલક,ફુદીનો,લસણ અને આદુ ભેગુ કરવુ.

૫ કુકરમાં એક ગ્લાસ પાણી અને એક ચમચી મીઠું નાખીને કુકર બંધ કરીને બે થી ત્રણ સીટી કરવી.

૬ કુકર માથી પ્રેશર નીકળે એટલે તેમા બ્લેન્ડર ફેરવી દેવુ.

૭ નીચે તપેલી અને ઉપર ચાયણી કે મોટી ગરળી રાખીને સૂપને ગાળી લેવો આમ કરવાથી ટમેટાના બી અને છાલ બધું ગરળીમા રહી જાસે.

૮ એક ઊભરો આવે એટલો સૂપ ઉકાળી લેવો. એક બાઉલમાં ગરમ ગરમ સૂપ લઇ ઉપર આપણે તૈયાર કરેલા ગુલાબ ના ફૂલથી ગાર્નિશ કરીને સર્વ કરવો.

* તમને સૂપ થોડો વધારે સ્પાઇસી જોઇતો હોયતો તમે ઉપરથી થોડો મરીનો પાઉડર યુઝ કરી શકો છો.

* તમે ઇચ્છો તો બ્રેડ ના નાના ક્યુબ કરીને ડિપફ્રાય કરી લેવા અને આ બ્રેડક્રમ્સ ને સૂપ સર્વ કરતી વખતે ઊપર થી તેમા એડ કરવા.

* ક્રિમ અને ચીઝ થી પણ ગાર્નિશ કરી શકો છો.

* હેલ્થ વાઇસ પ્લેન સૂપ જ ઉત્તમ છે.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *