લીલી તુવેરના ટોઠા – જો આ રીત પ્રમાણે બનાવશો તો બધા આંગળી ચાટતા રહી જશે અને થશે તમારી વાહ વાહ…

મિત્રો, આજે હું તમારી સાથે મહેસાણાની પ્રખ્યાત ડીશ તુવેરના ટોઠા બનાવવાની રેસિપી શેર કરવાની છું. આમ તો તુવેરના ટોઠા સૂકી તુવેરના આખા દાણા લઈને બનાવવામાં આવે છે પરંતુ અહીંયા આપણે લીલી તુવેરના દાણા લઈને તુવેરના ટોઠા બનાવીશું જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે.

શિયાળામાં લીલી તુવેર મળતી હોય છે માટે અત્યારે આ રેસિપી બનાવી શકાય. આ રેસિપીમાં તુવેરના દાણા, લીલું લસણ, લીલા કાંદા, સૂકા કાંદા, ટામેટા તેમજ તેલ સરખી માત્રામાં યુઝ થાય છે, શિયાળામાં લીલા શાકભાજી મળતા હોય છે માટે જ તો આ શાક સ્પેશિયલી શિયાળામાં બનતું હોય છે. તેલ અહીંયા આપણે રેગ્યુલર ટોઠા કરતા ઓછું યુઝ કરીશું. તો ચાલો જોઈ લઈએ રેસિપી

સામગ્રી :

  • Ø 1/2 કપ લીલી તુવેરના દાણા
  • Ø 1/2 કપ બારીક કાપેલા કાંદા
  • Ø 1/2 કપ બારીક કાપેલ ટમેટા
  • Ø 1/2 કપ લીલું લસણ
  • Ø 1/4 કપ તેલ
  • Ø 1.5 ટેબલ સ્પૂન આદુ-લસણ-મરચાની પેસ્ટ
  • Ø 1.5 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  • Ø 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું
  • Ø 1/4 ટેબલ સ્પૂન ગરમ મસાલો
  • Ø 1/4 ટેબલ સ્પૂન હળદર
  • Ø 1/4 ટેબલ સ્પૂન આખું જીરું
  • Ø સ્વાદપ્રમાણે મીઠું
  • Ø ફ્રેશ કોથમીર
  • Ø લીંબુ નો રસ
  • Ø તજ, તમાલપત્ર, સૂકું લાલ મરચું, મીઠો લીમડો

તૈયારી :

  • તુવેરના દાણાને કૂકરમાં એક સીટી કરી બાફી લો.
  • કાંદા, ટમેટા, લસણને બારીક સમારી લો.

રીત :

1) સૌપ્રથમ પેનમાં તેલ ગરમ કરી તેમાં તજનો ટુકડો, તમાલપત્ર, સૂકું લાલ મરચું, આખું જીરું તેમજ મીઠો લીમડો ઉમેરો. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખી જીરું બ્રાઉનિશ થવા દો.

2) જીરું બ્રાઉનિશ થતા જ બારીક ચોપ કરેલ કાંદા એડ કરો. આ કાંદાને સાંતળીને ટ્રાન્સપેરન્ટ થવા દો.

3) કાંદા ટ્રાન્સ્પરેન્ટ થતા જ મીઠું તેમજ આદુ-લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી મિક્સ કરીને સાંતળી લો.

4) ત્યારપછી બારીક કાપેલું લીલું લસણ ઉમેરો. લસણને પણ થોડીવાર માટે સાંતળી લો જેથી લસણમાંથી કચાચ દૂર થાય. આપણે તેલ અહીં વધારે લીધેલ છે જેથી બધું ઝડપ સંતળાઈ જાય છે.

5) બે થી ત્રણ મિનિટ બાદ હળદર તેમજ બારીક કાપેલા ટમેટા ઉમેરો. ટમેટા ઉમેર્યા બાદ થોડીવાર માટે સ્ટવની ફ્લેમ વધારી ટમેટા સોફ્ટ પડે ત્યાંસુધી ચડવા દો.

6) ટમેટા સોફ્ટ પડતા જ તેમાં ગરમ મસાલો, ધાણાજીરું તેમજ કાશ્મીરી લાલ મરચું એડ કરી બધું જ બરાબર મિક્સ કરી લો.

7) મિક્સ કરી લીધા બાદ તુવેરના દાણા એડ કરી દો. સાથે જ થોડા ફ્રેશ કોથમીર પણ એડ કરી દો.

8) તેમજ થોડું પાણી એડ કરી મિક્સ કરી લો. તેલ આપણે પૂરતા પ્રમાણમાં લીધું છે તો પાણી નાખ્યા વિના પણ બનાવી શકો છો. સાથે લીંબુનો રસ પણ એડ કરી દો.

9) મિક્સ કરી લીધા બાદ લીડ ઢાંકી 2 મિનિટ ચડવા દો.

10) 2 મિનિટ પછી લીડ ખોલીને ચેક કરી લો, શાકમાં તેલ ઉપર આવી જશે તો સ્ટવની ફ્લેમ ઓફ કરી દો અને શાકને બ્રેડ, રોટલી કે પછી રોટલા સાથે સર્વ કરો.

11) તો મિત્રો, આ સીઝનમાં તમે પણ એકવાર અચૂક બનાવજો બધાને ખુબ પસંદ આવશે. બનાવતા પહેલા એકવાર વિડીયો જરૂર જોઈ લેજો જેથી શાક બનાવવામાં સરળતા રહે.

વિડીયો લિંક:


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *