શરદી ઉધરસથી રક્ષણ આપે તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવો ઉકાળો, બાળકો પણ માંગી માંગીને પીશે…

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે હવા, પાણી અને ખોરાક બધું જ દુષિત છે જેને લીધે હરકોઈ અવારનવાર કોઈને કોઈ રોગથી પીડાતા હોય છે જેનું એક કારણ એ પણ છે કે આપણે પરંપરાગત ખોરાક છોડી ફાસ્ટ ફૂડને આપણે રેગ્યુલર આરોગવા લાગ્યા છીએ. પિઝિકલ વર્ક ઓછું હોવાને લીધે આ બધા ખોરાક પચાવી નથી શકતા અને ઓબેસિટી તેમજ ડાયાબીટીશ જેવા રોગ કાયમી ઘર કરી ગયા છે.

આવા સમયે આપણે આપણા દાદી નાનીના ઘરગથ્થુ નુખસા જે આપણી તંદુરસ્તીને ઈન્ટૅક્ટ રાખવામાં અકસીર છે તે આપણે રેગ્યુલર ખોરાકમાં સામેલ કરવા જોઈએ. તો આજે હું આવું જ એક ટેસ્ટી અને હેલ્ધી પીણું શેર કરું છે શરદી ખાંસી સામે રક્ષણ આપે છે તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જે ઘણા બધા રોગોથી આપણને બચાવે છે તો તમે પણ ચોક્કસ બનાવીને સેવન કરજો. જે નાના મોટા સૌને ભાવે તેવું સુપર ટેસ્ટી પીણું છે. તો ચાલો જોઈ લઈએ રેસિપી

સામગ્રી :

  • Ø 750 મિલી પાણી
  • Ø 2 કપ ફુદીના ના પાન
  • Ø 20 તુલસીના પાન
  • Ø 1/2 ઈંચ આદું
  • Ø 1 ટુકડો તજ
  • Ø 2 નંગ લવિંગ
  • Ø 8 – 10 દાણા મરી
  • Ø 1/2 નાની ચમચી અજમા
  • Ø 1 નાની ચમચી ધાણા
  • Ø 1/2 નાની ચમચી ચંચળ
  • Ø 1/2 નાની ચમચી સિંધાલુણ અથવા મીઠું
  • Ø ચપટી હળદર
  • Ø 1 લીંબુ નો રસ

રીત :

1) સૌપ્રથમ મોટા વાસણમાં 750 મિલી પાણી લઈ ઉકાળવા દો.

2) જ્યાંસુધી પાણી ગરમ થાય ત્યાં સુધીમાં સૂકા મસાલા જેવા કે તજ, લવિંગ, મરી, અજમા, તેમજ સૂકા ધાણાને ખાંડી કે પીસીને ફાઈન પાવડર તૈયાર કરી લો. ધાણાની તાસીર ઠંડી હોય માટે મેં થોડા ધાણા યુઝ કર્યા છે.

3) પાણી ઉકાળવા લાગે એટલે તેમાં આ પાવડર એડ કરી મિક્સ કરી લો.

4) હવે ફુદીના, તુલસી તેમજ આદુને પીસીને પેસ્ટ બનાવી લો. વાટવાથી ટેસ્ટ સારો આવે તો બને તો ખાંડણીમાં વાટી લેજો બાકી મિક્સરમાં પીસીને પણ પેસ્ટ તૈયાર કરી શકાય.

5) આ પેસ્ટને પણ ઉકળતા પાણીમાં એડ કરી દો.

6) ત્યારબાદ તેમાં ચંચળ પાવડર, સિંધાલુણ તેમજ હળદર પાવડર ઉમેરી બરાબર ઉકાળવા દો.

7) પાણી ઉકાળીને થોડું ઓછું થતા તેમાં લીંબુનો રસ એડ કરી લો. બરાબર મિક્સ કરી ગરમાગરમ સર્વ કરો. ડાયરેક્ટ ન ફાવે તો ગાળીને પી શકાય.

8) મિત્રો, આપણે યુઝ કરેલ આદુ, લીંબુ, ફુદીના, તુલસી તેમજ મરી આ ઉકાળાને ખુબ જ હેલ્ધી બનાવે છે. આ બધા તત્વોને આયુર્વેદમાં ખુબ જ ગુણકારી કહ્યા છે. હેલ્થની સાથે સ્વાદમાં પણ ખુબ જ ટેસ્ટી લાગે છે.

આમ તો આ ઉકાળાને ચોમાચું તેમજ શિયાળામાં પીવાથી શરદી તેમજ ખાંસી સામે ખુબ જ ફાયદાકારક છે પરંન્તુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે આ રેસિપી શેર કરું છું તો ચોક્કસ બનાવજો મોટા તો શું બાળકો પણ માંગી માંગીને પીશે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

વિડીયો લિંક :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *