રેસ્ટોરન્ટ જેવી ગ્રીન ચટણી – બનાવવામાં સરળ અને ટેસ્ટમાં લાજવાબ…

આજે આપણે બનાવીશું ફરસાણ સાથે ખવાઈ એવી રેસ્ટોરન્ટ જેવી ગ્રીન ચટણી બનાવવાની રીત જોઈશું.જ્યારે આપણે હોટલ માં જઈએ ત્યારે સ્ટાર્ટર સાથે ગ્રીન ચટણી સૌ કરવામાં આવે છે. એ ચટણી ખૂબ જ ટેસ્ટી હોય છે. આપણે એવું થાય કે તેનો કલર કેમ ગ્રીન જ રહે છે.આપણે જ્યારે ઘરે બનાવી એ ત્યારે ગ્રીન કલર નથી રેતો. તો આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગ્રીન ચટણી કેવી રીતે બનાવવી તે જોઈશું.ગ્રીન કલર તેનો કઈ રીતે જાળવવો તે પણ જોઈશું.

સામગ્રી

  • લીલા ધાણા
  • લીલા મરચાં
  • લસણ
  • આદુ નો ટુકડો
  • બેસન ના નાના ગાઠીયા
  • સીંગદાણા
  • શેકેલું જીરું
  • ચાટ મસાલો
  • મીઠું
  • સંચળ
  • લીંબુ નો રસ

રીત

1- હંમેશા ચટણી બનાવો ત્યારે લીલા ધાણા ને તેની દાંડી સાથે જ લેવાના છે. હવે સૌથી અગત્ય ની વાત એ કે ચટણી ને પીસવા માટે ઠંડુ પાણી નો જ ઉપયોગ કરવાનો છે.અથવા બરફ લેવાનો.જ્યારે આપણે ચટણી પીસીએ ત્યારે તેમાં ગરમી થાય છે. તેથી આપણી ચટણી કાળી પડી જાય છે.

2- પરંતુ ઠંડુ પાણી કે બરફ નાખવા થી ચટણી નો કલર તેવો ને તેવો જ રહે છે. હવે સૌથી પહેલા એક મિક્સર જાર લઈ લઈશું.હવે તેમાં ધાણા ને મોટા મોટા ટુકડા માં લઇ લઈશું.

3- તમે ધાણા ની જોડે ફુદીનો પણ લઈ શકો છો. તેનો ટેસ્ટ પણ ખુબ સરસ આવે છે.પણ આજે આપણે ફુદીના વગર ધાણા ની ચટણી બનાવીશું. ધાણા ને મોટા મોટા કટ કરી ને લઇ લઈશું.

4- હવે તેમાં એક મોટી ચમચી શેકેલું જીરું નાખીશું.ત્યારબાદ તેમાં પાચ થી છ લસણ ની કડી લીધી છે. અને એક નાનો ટુકડો આદુ નો લીધો છે. તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો.

5- હવે તેમાં પાચ થી છ લીલા મરચા એડ કરીશું.હવે પા કપ શેકેલા સીંગદાણા નાખીશું. ત્યારબાદ પા કપ બેસન ના ગાઠીયા નાખીશું.તમે પાપડી પણ લઇ શકો છો.ત્યારબાદ અડધી નાની ચમચી સંચળ એડ કરીશું.તેનો ટેસ્ટ પણ ખુબ સરસ આવે છે.

6- હવે તેમાં એક ચમચી ચાટ મસાલો નાખીશું.હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે ત્યારબાદ તેમાં એક લીંબુ નો રસ નાખીશું.ત્યારબાદ ટેસ્ટ કરી ને જરૂર પડે તો બીજું નાખવાનું. આની જગ્યાએ આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે.

7- હવે તેમાં જરૂર મુજબ ઠંડુ પાણી નાખીશું.જો તમારી પાસે ઠંડુ પાણી ના હોય તો બરફ ના ટુકડા પણ નાખી શકો છો.લગભગ પા કપ જેટલું પાણી નાખીશું. હવે ચટણી ને સરસ પીસી લઈશું.

8- જ્યારે તમે ચટણી ને પીસો ત્યારે સડીંગ નથી પિસ્વાનું તેને થોડી થોડી વારે રોકી ને પીસ્વાનું.જેથી તેમાં ગરમા હટ અોછી થાય.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ ગ્રીન કલર આવ્યો છે.અને એકદમ ઘટ્ટ થઈ છે.

9- આ ચટણી માં જરૂર મુજબ પાણી નાખી ને તમને જેટલી પાતળી જોઈએ એટલી કરી શકો છો.તમારે ચટણી ને સ્ટોર કરવી હોય તો એક પ્લાસ્ટિક ના ડબ્બા માં સ્ટોર કરી શકો છો.તેને ફ્રિજર માં રાખી શકો છો.

10- આ ચટણી ત્રણ થી ચાર મહિના સુધી સારી રહે છે.જ્યારે તમારે ખાવી હોય ત્યારે રૂમ તાપમાન પર લાવી ને તમે ખાય શકો છો. બની છે ને? એકદમ રેસ્ટોરન્ટ જેવી જ ગ્રીન અને ચટપટી ચટણી જેને તમે સેન્ડવીચ માં અથવા તો કોઈ પણ પકોડા સાથે અથવા તો પરોઠા સાથે ખાય શકો છો.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *