ક્વીક ગ્રીલ્ડ સેંડવીચ – આ રવિવારે બાળકોને બનાવી આપો આ ચીઝી સેંડવીચ ખુબ પસંદ આવશે…

બ્રેડમાંથી અનેક પ્રકારની સેંડ્વિચ બનાવવામાં આવતી હોય છે. જુદી જુદી બ્રેડમાંથી પણ સેંડવીચ બનાવવામાં આવે છે. તો અનેક પ્રકારના અલગ અલગ સ્ટફીંગ સ્ટફ કરીને પણ સેંડવીચ બનાવાય છે. કયારેક નુડલ્સ કે પાસ્તા તો ક્યારેક પનીર કે ચીઝ પણ તેમાં ઉપયોગમાં લેવાતું હોય છે. તો ક્યારેક બટર કે ઓઇલ સ્પ્રેડ કરીને રોસ્ટ કરવામાં આવતી હોય છે. આમ સેંડવિચ પોતપોતાની પસંદગી પ્રમાણે બનાવતા હોય છે. હાલ શાક ભાજી ખુબજ સારા એવા પ્રમાણમાં આવે છે તો વેજ સેંડ્વીચ પણ વધારે પ્રમાણમાં બનતી હોય છે.

આજે હું અહીં ગ્રીલ્ડ સેંડવિચની રેસિપિ આપી રહી છું જે ટમેટા, ઓનિયન, કેપ્સિકમ, થોડા પ્રમાણમાં ચીઝ તેમજ થોડા જ સ્પાઇસથી બની જાય છે તેમજ બનાવવામાં પણ ખૂબજ સરળ અને ક્વિક છે. તો મારી આ રેસિપિને ફોલો કરીને આવી ટાઇમ સેવર સેંડવીચ જરુરથી બનાવજો.

ક્વીક ગ્રીલ્ડ સેંડવીચ બનાવવા માટેની સામગ્રી : 6 સેંડવીચ બનશે.

 • 12 બ્રેડ – 6 ક્વીક ગ્રીલ્ડ સેંડવીચ બનશે
 • 2 ક્યુબ ચીઝ
 • 2 સ્લાઇઝ ચીઝ
 • 1 કપ ટમેટાના નાના કાપેલા ટુકડા
 • ¾ કપ ઓનિયન
 • 1 કપ કેપ્સીકમ બારીક કપેલા
 • ½ કપ કોથમરી બારીક સમારેલી
 • 1 ટેબલ સ્પુન લીલા બારીક સમારેલા લીલા મરચા
 • ¾ કપ લીલી ઓનિયનના લીલા પાન
 • 1ટી સ્પુન મરી પાવડર
 • સ્વાદ મુજબ મીઠું
 • ½ કપ ચીઝની સ્લાઇઝના નાના પીસ
 • બટર જરુર મુજબ – બ્રેડ પર સ્પ્રડ કરવા માટે અને બ્રેડને રોસ્ટ કરવા માટે
 • ફ્રેશ લાલ મરચા અને ફ્રેશ લીલા લસણ ની રેડ ચટણી – બ્રેડ પર લગાવવા માટે અને સર્વ કરવા માટે
 • કોથમરી અને લીલા મરચાની લીલી ચટણી – બ્રેડ પર લગાવવા માટે અને સર્વ કરવા માટે

ક્વીક ગ્રીલ્ડ સેંડવીચ બનાવવાની રીત:

સૌ પ્રથમ મોટું મિક્ષિંગ બાઉલ લઇ તેમાં 1 કપ ટમેટાના નાના કાપેલા ટુકડા ¾ કપ ઓનિયન મિક્ષ કરો.

હવે તેમાં 1 બારીક કાપેલા કેપ્સીકમ અને ¾ કપ લીલી ઓનિયનના લીલા પાન ઉમેરી મિક્ષ કરો.

ત્યારબાદ તેમાં ½ કપ કોથમરી બારીક સમારેલી અને 1 ટેબલ સ્પુન લીલા બારીક સમારેલા મરચા ઉમેરો.

સાથે 1 ટી સ્પુન મરી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધું મિક્ષ કરી લ્યો.

હવે ચીઝની સ્લાઇઝને લાંબી કાપીને તેના 2 ટુકડા કરી લ્યો. મોટા સ્પુનથી હલાવી બધું મિક્ષ કરી લ્યો.

સેંડ્વીચ માટેનું સ્ટફિંગ રેડી છે.

પ્રથમ બ્રેડને એક સ્લાઇઝ લઇને તેના પર નાઇફ વડે બટર લગાવો. ત્યાર બાદ તેની બેક સાઇડ ફ્રેશ લાલ મરચા અને ફ્રેશ લીલા લસણની રેડ ચટણીનું નાઇફ વડે પાતળું લેયર કરો. (નાઇફ વડે બટર કે ચટણી બ્રેડ પર લગાવવાથી સરસ એક સરખા પ્રમાણમાં લાગીને બટર કે ચટણીનું સરસ લેયર થશે).

હવે બ્રેડની બીજી સ્લાઇઝ લઇ તેના પર એક બાજુ બટર લગાવી તેની બીજી સાઇડ કોથમરી અને લીલા મરચાની લીલી ચટણીનું નાઇફ વડે પાતળું લેયર કરો.

ત્યારબાદ રેડ ચટણી લગાવેલી સાઇડ પર 1 મોટો સ્પુન ભરી ને બનાવેલું સ્ટફીંગ મૂકો. તેના ઉપર કોથમરી અને લીલા મરચાની લીલી ચટણી લગાવેલી બ્રેડની સાઈડ આવે એ રીતે સ્લાઇઝ મૂકો. જરા હાથથી પ્રેસ કરી લ્યો.

આ પ્રમાણે બધી સેંડવીચ રેડી કરી લ્યો.

પ્રીહીટ ગ્રીલરમાં જરુર મુજબ ગ્રીલ કરી લ્યો.

નોન સ્ટિક તવીમાં થોડું બટર કે ઘી લગાવી સેંડવીચને બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન રોસ્ટ કરો. અથવા ક્રંચી થાય ત્યાં સુધી રોસ્ટ કરો. જરુર પડે તો થોડું વધારે બટરનો ઉપયોગ કરો.

આ રીતે બધી જ સેંડ્વીચ રોસ્ટ કે ગ્રીલ કરી લ્યો.

ખૂબજ ઝડપ થી બની જતી આ ટાઇમ સેવર – ક્વીક ગ્રીલ સેંડ્વીચ જરુર થી બધાને પસંદ પડશે.

નાસ્તા માટે કે લંચ બોક્ષમાટે કે બાલકો માટે હેલ્ધી અને ટેસ્ટી એવી આ સેંડવીચ ખરેખર બનાવવી અનૂકુળઆવશે.

ક્વીકગ્રીલ્ડ સેંડ્વીચ પર ફ્રેશ લાલ મરચા અને ફ્રેશ લીલા લસણ ની રેડ ચટણી અને કોથમરી અને લીલા મરચાની લીલી ચટણી કે ટોમેટો સોસ લગાવી ઉપર ખમણેલુ ચીઝ સ્પ્રીંકલ કરી સર્વ કરો.

સાથે લાલ-લીલી ચટણી કે સોસ સર્વ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *