ગોળ અને આદુના બોલ્સ – શરદી ખાંસીને જડમૂળથી દૂર કરે તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા આયુર્વેદિક દેશી ઉપાય

મિત્રો, આયુર્વેદિક દ્રષ્ટિએ ગોળ અને આદુ માનવ શરીરને અનેક રીતે ફાયદાકારક છે, ગોળએ શક્તિવર્ધક છે જેને આપણે કાયમી ખોરાકમાં લેવો જોઈએ તેમજ આદુના પણ અનેક ફાયદા છે માટે જ તો આપણા દાદી નાની આ વસ્તુઓનો અનેક રીતે ઉપયોગ કરી વિવિધ રોગોની સારવારમાં ઉપયોગ કરતા.

તો આજે હું શરદી ઉધરસ માટે રામબાણ તેમજ ઈમ્યૂનિટી વધારે તેવી ઘરગથ્થુ રેસિપી શેર કરવા જઈ રહી છું જે છે ગોળ અને આદુના બોલ્સ જેને શરદી ઉધરસ વગર પણ ચોકલેટના ઓપ્શનમાં બાળકોને આપી શકાય. જે એટલી તો ટેસ્ટી છે કે બાળકો માંગી માંગીને ખાશે. તો ચાલો જોઈ લઈએ રેસિપી

સામગ્રી :

  • Ø 100 ગ્રામ દેશી ગોળ
  • Ø 50 ગ્રામ આદુ
  • Ø 1/4 ટી સ્પૂન મીઠું
  • Ø 1/4 ટી સ્પૂન ચંચળ
  • Ø 1/4 ટી સ્પૂન અજમા
  • Ø 1/4 ટી સ્પૂન ચાટ મસાલો

રીત :

1) સૌ પ્રથમ આદુની છાલ ઉતારી ખમણીને પેસ્ટ તૈયાર કરી લો. સાથે 2 ટેબલ સ્પૂન પાણી એડ કરવું જેથી સ્મૂથ પેસ્ટ બને.

2) હવે એક પેનમાં ગોળ લઈ સ્લો આંચ પર ધીમે ધીમે મેલ્ટ થવા દો.

3) ગોળ મેલ્ટ થતા જ તેમાં મીઠું, ચંચળ પાવડર, અજમા અને હળદર એડ કરી મિક્સ કરી લો.

4) બરાબર મિક્સ થતા જ તેમાં આદુની પેસ્ટ ઉમેરો અને સતત ચલાવતા રહી ઘટ્ટ થવા દેવાનું છે. આદુમાં પાણીનો ભાગ હોય છે તેમજ પેસ્ટ બનાવવા માટે પણ પાણી એડ કરેલું છે જેને બળી જવા દેવાનું છે.

5) મિશ્રણ કડાઈને છોડવા લાગે એટલે મિશ્રણના બે ત્રણ ટીપા પાણીમાં નાખીને ચેક કરી લો. જો આ મિશ્રણ પાણીમાં સ્પ્રેડ થાય તો હજુ થોડીવાર ચડવા દો અને જો મિશ્રણ સ્પ્રેડ ન થાય અને તેમાંથી બોલ્સ બને તેવું ટેક્સચર થાય એટલે સ્ટવની ફ્લેમ ઓફ કરી દો. અને મિશ્રણને થોડું ઠંડુ પડવા દો.

6) થોડું ઠંડુ પડતા જ તેમાં ચાટ મસાલો ઉમેરી દો, ચાટ મસાલો ઓપ્શનલ છે પરંતુ ચાટ મસાલો એડ કરવાથી ગોળી ચટપટી બને છે જે બાળકોને ખુબ ભાવે છે.

7) મિશ્રણ હાથથી અડી શકાય એટલું ઠંડુ થતા હાથમાં ઘી અથવા તેલ લગાવી પીપરમેન્ટ જેવા નાનકડા બોલ્સ બનાવી લો.

8) તો આ હેલ્ધી અને ચટપટી ગોળ અને આદુની ગોળી તૈયાર છે જેને તમે બનાવીને બાળકોને રોજ ચોકલેટની જેમ આપી શકો. બોલ્સ બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગોળનું મશ્રણ વધારે કડક ન થઈ જાય, જો કડક થઇ જાય તો બોલ્સ વધુ કડક થઈ જાય માટે મિશ્રણ કડાઈ છોડવા લાગે અને બોલ્સ વળે એવું ટેક્સચર બનતા જ સ્ટવની ફ્લેમ ઑફ કરી દેવી.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

વિડીયો લિંક :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *