ગુજરાતી સ્ટાઇલ સોફ્ટ થેપલા પરફેક્ટ માપ સાથે ઘરે બનાવવાની સરળ રેસિપી

આજે આપણે ગુજરાતી સ્ટાઇલ સોફ્ટ થેપલા પરફેક્ટ માપ સાથે ઘરે બનાવવાની સરળ રેસિપી જોઈશું.તો આજે આપણે જે ગુજરાતી નથી તે પણ ફર્સ્ટ ટાઈમ બનાવી રહ્યા હશે તો પણ પરફેક્ટ બનશે અને જે ગુજરાતી ઓ થેપલા બનાવે છે તેમને નાની મોટી મુશ્કેલીઓ આવે છે.કોઈ વખતે થેપલા કડક થઇ જતાં હોય છે અથવા કોઈ વખત ચવડ પણ થઈ જતાં હોય છે. દરેક વખતે થેપલા સરસ નથી બનતા.તો આજે પરફેક્ટ માપ સાથે અને એક કપ લોટ લો તો તેમાંથી કેટલા થેપલા રેડી થાય તે પણ આજે આપણે જોઈશું.તો આ માપ સાથે તમે થેપલા બનાવશો તો દર વખતે એક સરખા થેપલા બનશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • ઘઉં નો લોટ
  • મીઠું
  • દહીં
  • ધાણાજીરું પાવડર
  • લાલ મરચું પાવડર
  • તલ
  • તેલ
  • હીંગ
  • હળદર
  • જીરું

રીત

1- આજે આપણે એક સિક્રેટ સામગ્રી આમાં એડ કરીશું અને એ છે છાસ થોડી ઘટ્ટ છાસ એડ કરવાની છે.અને જો એ છાસ થી તમે કણક તૈયાર કરશો તો તમારા થેપલા એકદમ સરસ અને સોફ્ટ બનશે.

2-હવે સૌથી પહેલા આપણે બે ટેબલ સ્પૂન દહીં લઈશું.અને બની શકે તો થોડું ખટાશ પડતું દહીં લેવાનું છે હવે તેમાં ૧/૪ કપ પાણી એડ કરીશું.હવે આ મિશ્રણ ને મિક્સ કરી લઈશું.આ થેપલા ને લગભગ છ થી સાત દિવસ સુધી સાચવી શકશો.અને તેનો સ્વાદ પણ સરસ રહેશે. મીડિયમ ઘટ્ટ છાસ બનાવી લેવાની છે.

3- હવે એક કપ ઘઉ નો લોટ લઈશું હવે આમાં મસાલો કરી લઈશું.હવે તેમાં અડધી ચમચી હીંગ લઈશું,ત્યારબાદ બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું. ત્યારબાદ બે ટી સ્પૂન ધાણાજીરુ પાવડર લઈશું.ત્યારબાદ એક ટી સ્પૂન હળદર લઈશું.ત્યારબાદ એક ટી સ્પૂન તલ એડ કરીશું.

4- હવે અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું.જીરું ને હાથ થી મસળી ને નાખીશું.આમ કરવાથી તેની સુગંધ સરસ આવશે અને સ્વાદ પણ સરસ આવશે.હવે આ બધું સરસ મિક્સ કરી લઈશું.હવે તેમાં એક ટી સ્પૂન મીઠું એડ કરીશું.હવે તેમાં એક ટેબલ સ્પૂન તેલ નું મોવાણ લઈશું.હમેશા થેપલા બનાવીએ ત્યારે એ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે કે મોવાણ વધારે ના પડવું જોઈએ.અને ઓછું પણ ના હોવું જોઈએ.

5- જો વધારે મોવાણ હશે તો ચવડ થઈ જશે અને જો ઓછું હશે તો કડક થઈ જશે.એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે મોવાણ એકદમ પરફેક્ટ હોવું જોઈએ.હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી મસાલો સરસ લોટ માં મિક્સ થઈ જાય.જો તમે નાની નાની વાત નું ધ્યાન રાખશો ને તો થેપલા એકદમ સરસ બનશે.આપણ ને હમેશા એવું થાય કે જે બહાર થેપલા મળે છે તે બહુ સરસ મળે છે મોઢા માં મૂકતા જ એકદમ સોફ્ટ લાગે અને ઓગળી જાય છે.એવા થેપલા બનતા હોય છે તો એવા જ થેપલા આપણે આજે ઘરે બનાવીશું.

6- તમે વીડિયોમાં જોઈ શકો છો કે મોવાણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આ ડ્રાય મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે તેની અંદર જે તૈયાર કરેલી છાસ છે તે એડ કરીશું.હવે થોડી થોડી છાસ એડ કરી ને લોટ ને બાંધી લઈશું જેથી લોટ વધારે કઠણ પણ ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. જો તમે મેથી ના થેપલા બનાવતા હોય તો મેથી પણ એડ કરી શકો છો.તમે કોથમીર પણ એડ કરી શકો છો.બધા જ ટાઈપ ના થેપલા સરસ લાગે છે.હજુ થોડા પ્રમાણ માં છાસ એડ કરીશું હવે તેને સરસ રીતે મસળી ને કણક તૈયાર કરી લેવાની છે.

7- તમે વીડિયોમાં જોઈ શકો છો કે હવે લોટ નો કલર પણ ખૂબ સરસ લાગે છે આપણે જે રીતે છાસ તૈયાર કરી હતી તે રીતે આપણી કણક તૈયાર થઈ ગઈ છે અને જે કણક તૈયાર કરો એ રોટલી જેવી કણક તૈયાર કરવાની છે હવે થેપલા ની કણક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે ઉપર થી એક ટી સ્પૂન તેલ ઉમેરી મસળી લઈશું.

8- હવે આને અડધો કલાક રેસ્ટ આપી દઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે કણક એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે હવે તેના લૂઆ કરી લઈશું.હવે મીડિયમ સાઈઝ ના લૂઆ બનાવી લેવાના છે.બહુ વધારે પ્રમાણ માં જાડા થેપલા નથી બનાવવાના અને પાતળા પણ નથી બનાવવાના.એક કપ લોટ માંથી સાત થી આઠ થેપલા રેડી થતા હોય છે.

9- તમે આ માપ ખાસ યાદ રાખજો. હવે થેપલા ને વણી લઈશું.હવે તેને અટામણ માં કોર કરી વણી લઈશું.જો કણક સરસ બંધાય હશે તો થેપલા સરસ રીતે વણાસે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે તે રીતે થેપલા રેડી કરી લઈશું.હવે આ જ રીતે બધા થેપલા વણી લઈશું.હવે આપણે થેપલા ને શેકી લઈશું.

10- જો થેપલા સરસ રીતે શેકાશે તો લાંબો ટાઈમ સુધી સારા રહેશે.હવે પહેલા ઉપર ના પડ માં બબ્લસ આવે એટલે તરતજ પલટાવી લેવાનું છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે નીચે નું પડ છે તે કુક થઈ ગયું છે અને આ રીતે પલટાવી લેવાનું છે.હવે એક થી દોઢ ટી સ્પૂન તેલ એડ કરીશું. હવે તેને પલટાવી લઈશું.તેને વધારે પલટાવવા ના નથી નહીં તો કડક થઈ જશે.હવે તેને એક પ્લેટ માં કાઢી લઈશું.હવે આ રીતે બીજા બધા થેપલા શેકી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થેપલા તૈયાર થયા છે તમે ગમેતે રીતે વાળો એમ વળી જાય છે તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો.


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *