ગુજરાતી પુલાવ – મસાલેદાર અને સમૃદ્ધ સ્વાદો નો મિશ્રણ છે આ પુલાવ જે બનાવવા માં ઝડપી અને સરળ છે…

ગુજરાતી પુલાવ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે જે ગુજરાતી કઢી સાથે લંચ દરમિયાન પીરસવામાં આવે છે. આ પુલાવ ડુંગળી લસણ વગર પણ બને છે. ઘી, કાજુ અને કીસમીસ આ પુલાવ ને કુબજ રીચ બનાવે છે. આમાં મીઠા અને તીખા સ્વાદો નો મિશ્રણ છે.

પુલાવ ને આપડે ત્રણ અલગ અલગ રીતે બનાવી શકાય છે. તમે કૂકર માં આ પુલાવ બનાવી શકો છો. 1 કપ ચોખા ને 2 કપ પાણી ઉમેરી ને 3 સીટી સુધી પ્રેશર કૂકર માં થવા દો. અથવા તમે હું જેમ જીરા રાયસ બનવું છું એ પ્રકાર થી બનાવી શકો છો . જેમાં હું પેલા વઘાર કરું ને પછી રાયસ ને છુટા ચડવા દવ. હું જયારે તવા પુલાવ કે ગુજરાતી પુલાવ બનવું ત્યારે પ્રથમ વઘાર કરી અને તેમાં રાંધેલા ભાત ઉમેરવું પસંદ કરું છુ.તો આજે શીખીશું વેજિટેબલે પુલાવ .

સામગ્રી :

 • – બાફેલાં ચોખા હળદર વાળા ૩/૪ કપ
 • – તેલ ૪-૫ ટેબલસ્પૂન
 • – જીરું 1 ટી સ્પૂન
 • – સમારેલી ડુંગળી 1
 • – સમારેલું કેપ્સીકમ 1
 • – સમારેલું ગાજર 1
 • – લીલા વટાણા 2 ટેબલસ્પૂન
 • – 50 ગ્રામ સમારેલી ફણસી
 • – મીઠું સ્વાદ અનુસાર
 • – હળદર 1/2 ટી સ્પૂન
 • – લાલ મરચું પાઉડર 1 ટેબલસ્પૂન

રીત :

સ્ટેપ :1

– સૌપ્રથમ ચોખા ને પાણી માં ૧૫-૨૦ મિનિટ પલાળો અને તપેલી માં મીઠું અને હળદર નાખી ભાતના દાણા છૂટા રહે તે રીતે બાફી લો.અને એક પેન માં ફણસી ,ગાજર અને વટાણા અધ કચરાં બાફી લો .

સ્ટેપ :2

એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં ગરમ થાય એટલે જીરું ઉમેરો.જીરું તતડે એટલે તેમાં અધ કચરાં સમારેલા અને બધા જ શાકભાજી ઉમેરી સાંતળો.શાકભાજી બરાબર સંતળાઈ જાય પછી તેમાં મીઠું હળદર, અને લાલ મરચું પાઉડર ઉમેરો.

સ્ટેપ :3

રાંધેલા ભાત ઉમેરીને હવે તેમાં mdh પુલાવ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો. વેજ પુલાવ તૈયાર છે. તેને દહીં બુંદી અથવા રાયતું અથવા સાદા દહીં સાથે પરોસો.અને ગરમ ગરમ સર્વ કરો .

-ગુજરાતી પુલાવ બનાવા માટે ની ટીપ્સ :

– હંમેશા સારા સ્વાદ અને દેખાવ માટે, સારા ગુણવત્તા બાસમતી ચોખાનો ઉપયોગ કરવો.

– થોડી વાર માટે ચોખા પલાળીને રાખવાના તેથી ચોખા લાંબા અને નરમ બને છે. તે રસોઈ સમય પણ ઘટાડે છે.

– તમે કોબીજ, મરચું, મીઠી મકાઈ જેવા અન્ય શાકભાજી ઉમેરી શકો છો

– ઘી ઉમેરવાથી પુલાવ રીચ બને છે. તમે ઘી ની બદલે તેલ નો ઉપયોગ કરી શકો છો.

– મૈં તૈયાર MDH પુલાવ મસાલા નો ઉપયોગ કર્યો છે. પરંતુ તમને પસંદ હોય તો તમે ઘરે તાજો pulav મસાલા બનાવી શકો છો. તજ લાકડી-1/4 ઇંચ, મરી-1/4 ચમચી, લીલા એલચી-2 ટુકડાઓ, લવિંગ 3 ટુકડાઓ, આ બધાનું એક બરછટ મિશ્રણ બનવાનું, તમારા ઘરમાં તાજો પુલાવ મસાલો તૈયાર છે.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *