ગુજરાતનું ફેમસ ફરસાણ ખાંડવી – હજી પણ પરફેક્ટ ખાંડવી નથી બનતી? તો આ રીતે બનાવજો…

આજે આપણે ગુજરાત નું ફેમસ ફરસાણ ખાંડવી બનાવીશું.આ બધા ના ઘર માં બનતું હોય છે આજે આપણે એકદમ પરફેક્ટ માપ અને સરળ રીત સાથે જોઈશું.જો તમે આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • બેસન
  • દહીં
  • હીંગ
  • આદુ મરચા ની પેસ્ટ
  • હળદર
  • મીઠું
  • તેલ
  • રાઈ
  • મીઠા લીમડાના પાન
  • લીલા મરચા
  • તલ
  • લીલા ધાણા

રીત

1- સૌથી પહેલા આપણે એક બાઉલ લઈ લઈશું.આપણે તેનું બેટર બનાવી લઈશું.તો તેના માટે એક કપ બેસન લઈ લઈશું.ત્યારબાદ એક બેસન ની સામે એક કપ દહીં લઈ લઈશું.દહી આપણે ઘર નું લઈ લીધું છે બહુ ખાટું નઈ અને બવ મોડું નઈ તેવું લેવાનું છે.

2- માપ તમારે સરખું રાખવાનું છે કે એક કપ બેસન તો એક કપ દહીં લઈ લેવાનું.ત્યારબાદ પા ચમચી હિંગ નાખીશું.ત્યારબાદ એક ચમચી આદુ મરચા ની પેસ્ટ નાખીશું.ત્યારબાદ અડધી નાની ચમચી હળદર લઈશું.અને સ્વાદ મુજબ મીઠું નાખીશું.

3- હવે દહીં અને બેસન ને સારી રીતે વિસ્કર થી મિક્સ કરી લઈશું.એકદમ ગાઠા વગર નું બેટર બનાવી લઈશું.હવે તેમાં દોઢ કપ પાણી નાખીશું હવે આને સરસ રીતે મિક્સ કરી લઈશું.આ માપ થી બનાવશો તો પરફેક્ટ તમારી ખાંડવી બનશે.

4- હવે આને કુક કરી લઈશું એક નોનસ્ટિક ની પેન લઈ લઈશું.હવે મિશ્રણ ને પેન માં લઇ લઈશું.હવે ગેસ ધીમો જ રાખીશું જ્યાં સુધી બેટર ઘટ્ટ ના થાય ત્યાં સુધી.એ વાત નું ખાસ ધ્યાન રાખવાનું કે સેજ પણ ચમચો છોડવાનો નથી જેથી તેને સતત હલાવતા રહીશું.

5- આ ખાંડવી બને ત્યારે ખૂબ જ મજા આવે છે સાત થી આઠ જ મિનિટ માં ખાંડવી રેડી થઈ જાય છે હવે આપણે કુક કરી લઈશું.હવે તેને પાથરવાની તૈયારી કરી લઈશું તેલ એકદમ ઓછું જ લેવાનું છે.જો તેલ વધારે નાખશો તો તે સરકી જશે.હવે પાંચ મિનિટ થઈ ગઈ છે મિશ્રણ ઘટ્ટ થવા લાગ્યું છે.

6- વધારે હોય તો તમે પ્લેટફોર્મ પર પણ પાથરી શકો છો.અને થાળી પર પણ તમે પાથરી શકો છો.તમે વીડિયોમાં જોઇ શકો છો કે મિશ્રણ નો કલર પણ એકદમ સરસ આવી ગયો છે હજુ આને ઘટ્ટ થવા દઈશું ત્યાં સુધી આને કુક કરી લઈશું.

7- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે દસ થી અગિયાર મિનિટ થઈ ગઈ છે અને સતત હલાવતા મિશ્રણ ને ઘટ્ટ કરી લીધું છે હવે આને ચેક કરવું હોય તો કોઈ પણ થાળી માં લગાવી ને જોઈ લઈશું.ઠંડુ થાય પછી જોઈશું કે રોલ થાય છે કે નઈ.તો હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે.

8- હવે આપણે ચેક કરી લઈએ ઠંડુ થઈ ગયું છે એકદમ સરસ રોલ થવા લાગ્યો છે હવે આપણે થોડી વાર થવા દઈશું અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું.હવે ગેસ બંધ કરી દઈશું અને ગરમ ગરમ તેને પાથરી લઈશું હવે આને થાળી પર પાથરી લઈશું.

9- તેને તવેથા થી પાથરી લઈશું.બહુ જાડી નથી રાખવાની પાતળી જ રાખીશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે થાળી પર પથરાઈ ગયું છે હવે આપણે પ્લેટફોર્મ પર પાથરી લઈશું.હવે દસ મિનિટ થઈ ગઈ છે આપણી ખાંડવી સરસ ઠંડી થઇ ગઇ છે હવે આપણે કટ કરી લઈશું.

10- પહેલા ચપ્પુ ની મદદથી થોડો રોલ કરી લઈશું.અને એકદમ સરસ રોલ વળી જાય છે જે તમે વિડિયો માં જોઈ શકો છો. વળ્યો છે ને એકદમ સરસ રોલ.બજાર માં મળે છે તેનાથી પણ સરસ ઘરે બનાવી શકીએ છીએ ખાંડવી.પણ થોડી મહેનત ની જરૂર છે.

11- તમે વીડિયોમાં જોઇ શકો છો કે બધા રોલ વાળી લીધા છે હવે આપણે તેમાં વઘાર કરી લઈશું.હવે બે મોટી ચમચી તેલ લઈશું.હવે તેમાં અડધી નાની ચમચી રાઈ નાખીશું.હવે તેમાં મીઠા લીમડાના પાન નાખીશું.અને તેમાં પા ચમચી હિંગ નાખીશું.હવે તેમાં બે લીલા મરચા કટ કરી ને એડ કરીશું.હવે તેમાં એક મોટી ચમચી તલ એડ કરીશું. હવે તેને બરાબર સાંતળી લઈશું.હવે વઘાર ને આપણે બધી ખાંડવી પર નાખીશું.હવે તેમાં લીલા ધાણા નાખીશું. દુકાન જેવી જ ખાંડવી તૈયાર થઈ ગઈ છે.આ તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *