ગુલાબ નું શરબત – આવી ગરમીમાં ઠંડક આપશે ઓરિજિનલ ગુલાબમાંથી બનાવેલ શરબત…

ગુલાબ નું શરબત

ઉનાળા ની આ ગરમી માં બનાવો , તાજા ગુલાબ માંથી બનતું આ શરબત , જે તમારા પેટ અને મન બંને ને ઠંડક આપશે.. બજાર માં મળતા તૈયાર શરબત ની બોટલો માં ફ્લેવર , કલર અને નિમ્ન ગુણવત્તા ના કેમિકલ વધુ પ્રમાણ માં હોય છે.

આજે આપણે બનાવીશું , તાજા ગુલાબ ની પાંદડીઓ માંથી શુદ્ધ , ગુલાબ ની અસલી ઠંડક વાળું શરબત. અહીં આપણે જે ગુલાબ ના અસલી સત્વ વાળી શરબત ની ચાસણી બનાવીશું એ આપ પાણી માં કે દૂધ માં ભેળવી પીરસી શકો…

સામગ્રી ::

• 30 નંગ દેશી ગુલાબ

• 1.5 વાડકો ખાંડ

• 4 થી 5 ટીપા ગુલાબ એસેન્સ

• 2 ટીપા લીંબુ નો રસ

રીત :::

સૌ પ્રથમ ગુલાબ ની પાંદડી ઓ ને દાડલીઓ થી અલગ કરો.. એક બાઉલ માં આ પાંદડી ઓ લો. 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી પાંદડીઓ ડૂબાડો..

હળવા હાથ થી પાંદડીઓ ધોઈ , પાતળા કપડાં પર કોરી કરી લો. પાંદડીઓ ધોવા થી બધી ધૂળ, કચરો અને ગુલાબ ની પરાગરજ નીકળી જશે.

હવે એક તપેલા માં આ પાંદડીઓ લો અને અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઢાંકી લો. કુકર માં આ તપેલું મૂકી ધીમા તાપે 3 સીટી વગાડી લો. આમ કરવા થી ગુલાબ નું સત્વ અને ગુલાબ નો સુંદર કલર પાણી માં ઉતરી આવશે.

એક કડાય માં ખાંડ અને 1 વાડકો પાણી ઉમેરો. 2 ટીપા લીંબુ રસ ઉમેરી ધીમા તાપે ગરમ મુકો. વચ્ચે વચ્ચે હલાવતા જાઓ.. ખાંડ સંપુર્ણ રીતે ઓળગે ત્યાં સુધી ધીમા તાપે પછી મધ્યમ આંચ પર ઉકાળો. આ ચાસણી 2 તાર ની થાય ત્યાં સુધી ઉકાળો..

ઉકાળેલા ગુલાબ માંથી પાણી નિતારી લો. ચમચી ની પાછળ ના ભાગ થી પાંદડીઓ ને પણ મિક્સ કરી નિતારો. બચેલો કસ પણ નીકળી જશે. હવે આ નિતરેલું પ્યોર ગુલાબ નો રસ તૈયાર ચાસણી માં ઉમેરો.. સરસ મિક્સ કરો..

મધ્યમ તાપે ઉકાળો અને ચાસણી 1 તાર ની થાય ત્યાં સુધી ઉકાળો.. ગેસ બંધ કરી ઠરવા દો. હુંફાળું થાય એટલે એસેન્સ ઉમેરી દો. સંપૂર્ણ ઠરે એટલે ચોખી બોટલ માં ભરો…

આ ચાસણી ઠંડા દૂધ માં કે ઠંડા પાણી માં મિક્સ કરો અને પીરસો… આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *