ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ – હવે ઘરે બનાવો આ હેલ્થી અને યમ્મી ઘઉંના લોટના ગુલાબજાંબુ…

ઘરમાં રહેલ ઘઉંના લોટમાંથી પણ બની શકે છે ટેસ્ટી ગુલાબ જાંબુ. ગુલાબ જાંબુ બનાવવાની રીત પણ ખૂબ સરળ છે. લોટના બોલ્સ બનાવતી વખતે તે કડક થઈ જાય છે, પરંતુ મિલ્ક પાવડરની મદદથી તેને સૉફ્ટ બનાવી શકાય છે. એટલે તમે આ રેસીપી ફોલ્લૉ કરવી …

નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. ભારતમાં લગ્નો હોય કે જમણવાર, દૂધના માવામાંથી બનતી આ સ્વીટને અવશ્ય મોખરાનું સ્થાન મળે છે. પરંપરાગત રીતે ઘીમાં તળીને તૈયાર કરાતા ગુલાબ જાંબુ ઘણા લોકો તેલમાં પણ તળીને બનાવે છે. ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે કેટલીક વાર જાંબુ સોફ્ટ નથી બનતા. અથવા તો તેમાં ચાસણી વ્યવસ્થિત રીતે ઉતરતી નથી. તમે પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ બનાવવા માંગતા હોવ તો આ રેસિપી ફૉલો કરો.એ પણ ઘઉંના લોટમાંથી…..

*સામગ્રી *

 • – 1 કપ ઘઉંનો લોટ
 • – 1 કપ ખાંડ
 • – 2 નંગ એલચી ક્રશ કરેલી
 • – 3 મોટી ચમચી ઘી
 • – 1 મોટી ચમચી મિલ્ક પાઉડર
 • – પા ચમચી બેકિંગ સોડા
 • – દૂધ જરૂર મુજબ
 • – તેલ તળવા માટે

* બનાવવાની રીત *

1..સૌપ્રથમ કડાઈને ગેસ પર મૂકીને તેમાં એક મોટી ચમચી ઘી ઉમેરી ઘઉંના લોટને શેકી લેવો ઘઉંનો લોટ શેકાઈ જાય એટલે એને બીજા બાઉલમાં લઈને ઠંડો કરી લેવો હવે તેની અંદર મિલ્ક પાવડર બેકિંગ સોડા અને દોઢ ચમચી ઘી ઉમેરીને તેને બરાબર મસળી લેવો ….

2…ત્યારબાદ દૂધ ની મદદથી soft dough બાંધી લેવો હવે તને પાંચ મિનિટ માટે મસળી લેવો ત્યારબાદ ૧૦ મિનિટ માટે રેસ્ટ આપો …

3…હવે બીજી તરફ એક પેનમાં ખાંડ અને પાણી ઉમેરીને તેની ચાસણી બનાવી ચાસણીમાં એલચીના દાણા ઉમેરી દેવા ..

4..હવે લોટના એકસરખા નાના નાના લૂઆ કરીને તેને ગુલાબ જાંબુ નો આકાર આપી દેવો હવે તેલ અને કડાઈ ગેસ પર મૂકીને તેલ ગરમ થઇ જાય એટલે ગુલાબ જાંબુ ને બદામી રંગ ના તળી લો ગુલાબ જાંબુ બદામી રંગના તળાઈ જાય એટલે તેને ચાસણીમાં બોળી

5…તો હવે આ ગુલાબ જાંબુ ને ૩ થી ૪ કલાક માટે રેસ્ટ આપો ત્યારબાદ તેને સર્વ કરો તૈયાર છે ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ…

નોંધ :

 • – જયારે અપડે ગુલાબજાંબુ તળાઈ ત્યરે સઁલૉ ફ્લેમ પર તળવા ….નહિ તો કાચા લાગશે ..
 • – ચાસણી એક તાર ની જ કરવી ….જાડી ચાસણી કરશો તો ખાવા માં મજા નહિ આવે ..
 • – બોલ્લ્સ ઠડા પડે પછી જ ચાસણી માં ઉમેરવું …
 • – બધી સામગ્રી ઘર માં થી જ મળી રહે છે જો મિલ્ક પાવડર ના હોય અને માવો પડ્યો છે તો એ ઉમેરી શકો છો …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *