ગુંદા કેરીનું અથાણું – હજી પણ અથાણું નથી બનાવ્યું? તો અત્યારે જ વાંચો આ ખાટું મીઠું અથાણું બનાવવાની રેસિપી..

કેમ છો ફ્રેંડ્સ….

અથણાનું નામ આવતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. અથાણું ભોજનના સ્વાદને બમણો કરે છે.

અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. હું અહીંયા ગુંદા કેરી નું અથાણાં ની રીત લઈને આવી છું… આમ તો ગુુંદા ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા, ખીચડી,સાથે ખાવાની ખુપ મજા આવે છે. ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા અને કેરી નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો.

“ગુંદા કેરી નું અથાણું “

  • મોટા ગુંદા – ૫૦૦ ગ્રામ
  • કેરીનું છીણ – ૨૫૦ ગ્રામ
  • કેરીના નાના કટકા – ૧ વાટકી
  • સિંગ તેલ -500 ગ્રામ
  • અથાણાનો તૈયાર મસાલો – ૨૫૦ ગ્રામ

બનાવવાની રીત – ગુંદા ધોઈને કોરા કરી તેના ઠળિયા કાઢી નાખો.

અથાણાનો તૈયાર મસાલામાં કેરીના છીણનું પાણી નિતારી પછી મિક્સ કરો.

હવે કેરીના છીણ સાથેનો મસાલો ગુંદામાં ભરો. ઉપરથી કેરીના કટકા પણ નાખી દો.

હવે એક બરણીમાં મસાલાવાળા ગૂંદા ભરી લો. ઉપરથી વધેલો અથાણાનો મસાલો નાખી દો.

સિંગ તેલ ગરમ કરો. એકદમ ઠ્ંડુ પડી જાય પછી ગૂંદા ભરેલી બરણીમાં તેલ નાખી દો. ગૂંદા તેલમાં ડૂબી જવા જોઈએ.

તો તૈયાર છે ગુંદા કેરીનું ખાટું અથાણું….

ગુંદાકેરીનું અથાણું

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *