ગુંદરની રાબ – શિયાળામાં આવી ગરમાગરમ રાબ પીવાની મજા જ કાંઈક અલગ છે…

શિયાળાનો પર્યાય એટલે ગુંદર.ઠંડી ઋતુમાંજ તેનો ઉપયોગ થાય. કમરની તકલીફ માટે કે મજબૂતાઈ માટે ખૂબ ઉપયોગી ગણાય છે. ગુંદર ના સાથીદારો એટલે સૂંઠ, ગંઠોડા જેવા વસાણા અને બદામ ,પિસ્તા, જેવો સુકામેવા .સૂકા કોપરાને તો ભૂલાય જ કેમ ? શિયાળામાં સૂકા કોપરાનું મહત્વ વધી જય છે . શિયાળામાં માં ગુંદર નો ઉપયોગ સારો એવો કરવો જોઈએ તો આજે આપણે બનાવીશું .ગુંદરનીરાબ……

“ગુંદરની રાબ “

સામગ્રી :-

  • ૫૦ ગ્રામ – ગુંદર
  • ૧૫ ગ્રામ – સૂંઠ
  • ૧૦ ગ્રામ – ગંઠોડા
  • ૧૦ ગ્રામ – ખસખસ
  • ૨૫ ગ્રામ – કોપરાનું છીણ
  • ૫ નંગ – બદામ
  • ૧ ટીસ્પૂન – ઈલાયચી નો ભૂકો
  • ૧ ટીસ્પૂન – ઘઉંનો લોટ
  • ૭૫ ગ્રામ – ગોળ
  • ૧ ટીસ્પૂન – ઘી

રીત :-

ગુંદરને ખાંડીને ઝીણો ભૂકો કરવો.

ગોળને એકદમ કાતરી જેવો ઝીણો સમારવો.

કોપરાના છીણ ને થોડું શેકી લેવું.

ઘી ગરમ મૂકી ગુંદર તથા ઘઉંનો લોટ ધીરે તાપે ગુલાબી થાય ત્યાંસુધી શેકવા.

સૂંઠ, ગંઠોડા, ખસખસ, તથા કોપરું નાખી થોડી વાર હલાવ્યા બાદ એક ગ્લાસ પાણી રેડવું.ગોળ નો ભૂકો નાખી હલાવ્યા કરી રાબ ને ઉકાળવી.

બદામનો અધકચરો ભૂકો નાખી રાબ સામાન્ય જાડી થાય એટલે ઉતારી લઇ ઈલાયચી નો ભૂકો ઉમેરવો.

ગરમ રાબ તરત જ ઉપયોગમાં લેવી.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *