ગુંદર ની પેંદ – શિયાળા સ્પેશ્યલ વસાણા રેસિપી…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “શિયાળામાં ખૂબ જ લાભદાયી એવી ગુંદરની પેંદ” જે નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધાને માટે બોઉં જ લાભદાયી છે.આ ગુંદરની પેંદ તમે આ શિયાળામાં ખાશો તો તમે આખા વર્ષ માટે શરીરમાં તાકાત ભરી લેશો.આ પેંદ બનાવી ખૂબ જ ઈસી છે. જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને તરત જ ખાવાનું મન થાય એવી હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તેમજ મીઠી મધુર બનશે. એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ભાવશે.ખાધા પછી પણ સ્વાદ દાઢે જ વળગી જશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૧ લીટર ફુલ ફેટ દૂધ
  • ૧૦૦ ગ્રામ ગુંદર
  • ૧૦૦ ગ્રામ ખડી સાકર
  • ૫૦ ગ્રામ કોપરા નું છીણ
  • ૧૦૦ ગ્રામ મિક્સ ડ્રાયફ્રુટ નો પાવડર
  • જાયફળ
  • ૩ ટેબલ સ્પૂન ખસખસ
  • ૩ ટેબલ સૂંઠ નો પાવડર
  • ૨ ટેબલ સ્પૂન ગંઠોડા નો પાવડર
  • ૨ થી ૩ ટેબલ સ્પૂન અધકચરા વાટેલા ડ્રાયફ્રુટ
  • ૨ ટેબલ સ્પૂન કિશમિશ
  • ૫ ટેબલ સ્પૂન ઘી

રીત :

૧. ગુંદર ને મિક્સર માં ક્રશ કરી ને પાવડર બનાવી લો.

૨. એક જાડા તળિયા વાળા વાસણ માં ૩ ટેબલ સ્પૂન ઘી મૂકી ને ગુંદર સાંતળો.

૩. જરૂર પડે બીજું ૨ ટેબલ સ્પૂન ઘી ઉમેરો.

૪. ગુંદર ફૂલી જાય એટલે એમાં દૂધ ઉમેરી ને ગરમ કરો.

૫. દૂધ ગરમ થાય એટલે ફાટી જશે. હવે એને હલાવતા રહો જ્યાં સુધી પાણી થોડું બળી ના જાય.

૬. અડધું પાણી બળી જાય એટલે એમાં ખડી સાકર ઉમેરો.

૭. હવે એને પાછું ગરમ થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.

૮. થોડું વધારે પાણી બળે એટલે એમાં કોપરા નું છીણ અને ડ્રાયફ્રુટ નો પાવડર ઉમેરી દો.

૯. બરોબર મિક્સ કરી ને એમાં જાયફળ નો પાવડર ઉમેરી દો.

૧૦. હવે આમ ખસખસ, સૂંઠ અને ગંઠોડા નો પાવડર ઉમેરી દો.

૧૧. હવે પેંદ નું પાણી સાવ બળે ત્યાં સુધી હલાવતા રહો.

૧૨. છેલ્લે અધકચરા વાટેલા ડ્રાયફ્રુટ અને કિશમિશ ઉમેરી ને હલાવી દો.

૧૩. પેંદ જયારે પેન ની સાઈડ છોડવા માંડે એટલે એને એક સ્ટીલ ના ડબ્બા માં કે કાચ ની ટ્રે માં પાથરી દો.

૧૪. છેલ્લે વધુ ડ્રાયફ્રુટ થી ગાર્નિશ કરી ને એને ફ્રિજ માં ૧૦ થી ૧૨ દિવસ કે પછી ૪ થી ૫ દિવસ બહાર રાખી શકાય છે.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *