ગુઆવા ચિલ્લી આઈસ્ક્રીમ – નાના મોટા દરેકને પસંદ આવશે આ ખાસ આઈસ્ક્રીમ આ સીઝનમાં એકવાર જરૂર બનાવજો…

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “વિન્ટર સ્પેશિયલ ગુઆવા ચિલ્લી આઈસ્ક્રીમ” આઈસ્ક્રીમનું નામ પડતા જ નાના બાળકોના મોઢામાં પાણી તો આવી જ જઈ કેમકે બાળકોને ખૂબ જ પ્રિય હોય છે.એકદમ ઠંડી ઠંડી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મીઠી મધુર બનશે.એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈ ખાતા જ રહી જશે. અને ખાસ કરીને બાળકો વારંવાર સામેથી માગ્યા જ કરશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી

  • જામફળ
  • મિલ્ક પાવડર
  • કન્ડેન્સ મીલ્ક
  • ફ્રેશ ક્રીમ
  • બૂરું ખાંડ
  • લાલ મરચું પાવડર
  • મીઠું

રીત-

1-સૌથી પહેલા જામફળને આપીને તેના બીયા અલગ પાડી દઈશું. આપણે અહીંયા એક પાકું અને એક કાચું જામફડ લીધું છે.વચ્ચે નો જે ભાગ છે બીયા વાળો તે આપણે કાઢી લઈશું.આવી જ રીતે બધું બીયા વાળો ભાગ કાઢી લઈશું.

2-હવે આપણે એક વાડકી અને ગરણી લઈશું.બીયા વારો ભાગ છે તે તેમાં નાખીશું.હવે તેને હાથ થી દબાવાનું છે. એટલે બીયા અલગ થઈ જશે.અને તેનો પલ્પ છે તે નીચે આવી જશે.

3- હવે બાર ની સ્કિન વારો જે ભાગ છે તેના પીસ કરી લઈશું.હવે તેને મિક્સર જાર માં એડ કરતા જઈશું.હવે તેની પેસ્ટ બનાવી લઈશું.હવે આપણો પલ્પ હતો તેને પણ એડ કરીશું.હવે એમાં પાણી તો ના એડ કરાય તો આપણે તેમાં કન્ડેન્સ મિલ્ક નાખીશું.આપણે અડધો કપ કન્ડેન્સ મિલ્ક એડ કરીશું.

4-હવે આપણે ૩/૪કપ મિલ્ક પાવડર નાખીશું.અને સુગર તેમાં ૧/૪કપ નાખીશું.કારણ કે આબધુ વસ્તુ ગડી છે.હવે આ બધું સાથે સરસ મિક્સર માં પીસી લઈશું.

5- હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું.તેને સ્ટીલ ના વાસણ માં કાઢી લેવાનું છે.હવે આ બાઉલ કરતા બીજું મોટું વાસણ લેવાનું છે.જેના થી તે અંદર જઈ શકે. તે વાસણ માં તમારે આઈસ ક્યૂબ લેવાના છે.તેમાં થોડું મીઠું એડ કરવાનું છે.
6-હવે બધું મિશ્રણ વારું વાસણ તેમાં મુકીશું.હવે તેમાં એક કપ ફ્રેશ ક્રીમ એડ કરીશું.હવે બધું ફરી મિક્સ કરી લઈશું.

7- હવે વીસ્કર થી તેને થોડું સ્લફી કરી લઈશું.હવે આપણો આઈસ્ક્રીમ તો તૈયાર થઈ ગયો છે.ખાલી આ સ્લફી થાય પછી.તેને બે કે ત્રણ મિનિટ જ વિસ્ક કરી લેવાનું છે.

8-હવે તેને સેટ કરવા માટે પ્લાટિકનું કન્ટેનર લેવાનું છે.હવે તેમાં કાઢી લઈશું.છેને કેટલો ઈજિ છે આઈસ્ક્રીમ બનાવો.ઘર નો ફ્રેશ આઈસ્ક્રીમ.હવે તેને બંધ કરી ફ્રિજર માં મૂકવાનું છે.હવે તેને સેટ કરવા માટે ઓવર નાઈટ અથવા 12 કલાક માટે.અને પછી આઈસ્ક્રીમ તૈયાર હસે.

9- હવે આપણે ઓવર નાઈટ આઈસ્ક્રીમ ને ફ્રીજરમાં મૂક્યો હતો તો હવે આપણો આઈસ્ક્રીમ સેટ થઈ ગયો છે.તો તેને સર્વે કરીશું.

10-હવે એક બાઉલ માં કાઢી લઈશું.અને તેના પર થોડું મીઠું સ્પ્રિંગ કરીશું.હવે તેના પર લાલ મરચું ભભરાવી શું.હવે તૈયાર છે જામફળનો આઈસ્ક્રીમ. ઘર નો પ્યોર આઈસ્ક્રીમ તમારા બાળકોને બહુ પસંદ આવશે.તો તમે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *