હરીયાલી ગોભી (ફ્લાવર) પાલક – બનાવવામાં સરળ, આ હેલ્ધી સબ્જી હરીયાલી ગોભી પાલક, તમારા રસોડે ચોક્કસથી ટ્રાય કરજો…

હરીયાલી ગોભી ( ફ્લાવર ) પાલક :

આપણા રેગ્યુલર ભોજનમાં શાક-ભાજી, રોટલી અને દાળભાત દરેક લોકો લેતા હોય છે. લીલા શાક્ભાજી કે કઠોળ સાથે અન્ય સંભારા, દહીં-છાશ પણ હોય છે. આ બધા વગર ભોજનની થાળી અધુરી લાગે છે.

અહીં હું આપ સૌ માટે એક ખૂબજ હેલ્ધી એવી હરીયાલી ગોભી (ફ્લાવર) પાલક્ની સબ્જીની રેસિપિ આપી રહી છું. ખૂબજ જ્લદીથી બની જતી આ સબ્જી બધાને ખૂબજ ભાવશે. તેમાં રહેલી પાલકની ભાજીથી સબ્જીની ન્યુટ્રીશ્યસ વેલ્યુ અને સ્વાદ પણ વધી જાય છે અને સબ્જીનો સરસ ગ્રીન (હરિયાલી) કલર પણ આવી જાય છે. તેમાં થોડા સ્પાયસીસ ઉમેરવાથી વધારે સ્વાદિષ્ટ બની જાય છે. આમ આ સબ્જી હેલ્ધી, ટેસ્ટી અને કલરફુલ છે.

આમાં ઉમેરેલું ગોભી( ફ્લાવર-ફુલ કોબી ) કેંસરના કોષો સામે લડી નાશ કરનાર છે. તે એંટીઓક્ષિડંટથી સમૃધ્ધ છે અને એસિડીટી વિરોધી છે. મગજ અને હૃદયની તંદુરસ્તીને બુસ્ટ કરે છે.

ગોભી ( ફ્લાવર ) ખાવાથી શરીરને સારા એવા પ્રમાણમાં વિટામિન સી, કે, બીટાકેરોટિન મળે છે જેથી પાચન શક્તિ વધે છે અને સારી રીતે ડિટોક્સીફેકશન થાય છે. આમ ગોભી અને પાલક ખૂબજ આરોગ્યપ્રદ છે.

ઘણા લોકોને કે બાળકોને પાલક અને ગોભી ભાવતા હોતા નથી. તો આ બન્નેની સાથે, ટેસ્ટી ગ્રીન સબ્જી બનાવવામાં આવે તો ખૂબજ ભાવશે. તો મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ ઘરના દરેક લોકોને ભાવે એવી, બનાવવામાં સરળ, આ હેલ્ધી સબ્જી હરીયાલી ગોભી પાલક, તમારા રસોડે ચોક્કસથી ટ્રાય કરજો. ફુલ્કા, રોટી, તવા પરાઠા કે નાના સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગશે.

વેજ. ગોભી પાલક બનવવા માટેની સામગ્રી :

 • 1 ½ કપ બાફેલી પાલક
 • 150 ગ્રામ ફ્લાવર
 • 2 ટમેટા બારીક કાપેલા
 • 2 બારીક સમારેલી ઓનિયન
 • 2 લીલા મરચા બારીક કાપેલા
 • 1 ટેબલ સ્પુન લસણ –આદુની પેસ્ટ
 • સ્વાદ મુજબ સોલ્ટ
 • ½ કપ પાણી
 • ઓઇલ – ફ્લાવરના ફ્લોરેટ્સ ફ્રાય કરવા માટે
 • 2 ટેબલ સ્પુન ઓઇલ વઘાર માટે
 • 3 લવીંગ
 • 3 નાના પીસ તજના
 • 1 તજ પત્તુ
 • 1 બાદિયાનના નાના ટુકડા
 • 5-6 લીમડાના પાન બારીક કાપેલા
 • 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચું
 • 1 ½ ટેબલ સ્પુન ધાણા જીરું પાવડર
 • ¼ ટી સ્પુન હળદર પાવડર
 • સ્વાદ મુજબ સોલ્ટ
 • ½ ટી સ્પુન સુગર
 • ¾ કપ પાણી
 • ¼ ટી સ્પુન લેમન જ્યુસ
 • ¼ ટી સ્પુન ગરમ મસાલો
 • બટર જરુર મુજબ – ગાર્નિશિંગ માટે

વેજ. ગોભી પાલક બનવવાની રીત :

સૌ પ્રથમ પાલક ધોઇને તેમાં થોડી સુગર ઉમેરી, થોડી બોઇલ કરી લ્યો. ત્યારબાદ તેને ચાળણીમાં કાઢી પાણી નિતારી તેના પર ઠંડું પાણી ઉમેરી લ્યો. તેને ¼ કપ પાણી ઉમેરી બ્લેંડર થી બ્લેંડ કરી લ્યો. હવે તેને એક બાજુ રાખો.

ત્યારબાદ ગોભી( ફ્લાવર)ના ફ્લોરેટ્સ છૂટા પાડી, ગરમ પાણીમાં ધોઇને પાણી નિતારી લ્યો, જેથી ફ્રાય કરતી વખતે ઓઇલના છાંટા ના ઉડે. ફલોરેટ્સ વધારે પડતાં મોટા હોય તો ચપ્પુ વડે સમારી લ્યો. (પીકચરમમાં બતાવ્યા પ્રમાણે).

હવે ફ્લોરેટ્સ કોરા થઈ જાય એટલે તેને ઓઇલ ગરમ મૂકી, લાઇટ ગોલ્ડ્ન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરી લ્યો. ઓઇલ નિતારી એક પ્લેટમાં ટ્રાંસફર કરો.

હવે બોઇલ્ડ પાલક અને ફ્રાય્ડ ગોભી ફ્લોરેટ્સ રેડી છે.

તડકા :

હરીયાલી ગોભી પાલકનો વઘાર કરવા માટે એક પેનમાં 2 ટેબલ સ્પુન ઓઇલ મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો.

ઓઇલ ગરમ થાય એટલે તેમાં 3 લવીંગ, 3 નાના પીસ તજના, 1 તજ પત્તુ, 1 બાદિયાનના નાના ટુકડા અને 5-6 લીમડાના પાન બારીક કાપેલા ઉમેરી સાંતળો.

હવે તેમાં 2 નંગ બારીક સમારેલી ઓનિયન ઉમેરો. થોડીજ સંતળાય એટલે તેમાં 2 લીલા મરચા બારીક કાપેલા અને 1 ટેબલ સ્પુન લસણ –આદુની પેસ્ટ ઉમેરી મિક્ષ કરી 1-2 મિનિટ સાંતળો.

ત્યારબાદ તેમાં 2 ટમેટા બારીક કાપેલા ઉમેરી મિક્ષ કરી, તેમાં 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચું, 1 ½ ટેબલ સ્પુન ધાણા જીરું પાવડર, ¼ ટી સ્પુન હળદર પાવડર, સ્વાદ મુજબ સોલ્ટ અને ½ ટી સ્પુન સુગર ઉમેરી મિક્ષ કરી લ્યો. 1 મિનિટ કૂક કરો.

ત્યારબાદ તેમાં ½ કપ પાણી ઉમેરી ટમેટા મેશી થાય ત્યાંસુધી કૂક કરો.

હવે તેમાં ફ્રાય કરેલા ગોભીના ફ્લોરેટ્સ ઉમેરી મિક્ષ કરો.

તેને ઢાંકીને સબ્જીમાંથી ઓઇલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરો.

ઢાંકણ ખોલીને તેમાં સ્પુન વડે મિક્ષ કરી લ્યો. હવે તેમાં બ્લેંડ કરેલી પાલક અને ¾ કપ પાણી ઉમેરી મિક્ષ કરી લ્યો. એટલે બધા મસાલા અને સામગ્રી સરસ ભળી જાય.

ત્યારબાદ ઢાંકણ ઢાંકી 2-3 મિનિટ કુક કરો.

ઉપર ઓઇલ છૂટું પડતું દેખાય એટલે તેમાં ¼ ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરો. 1-2 મિનિટ કૂક કરો.

સબ્જી થોડી થીક થાય એટલે તેમાં ¼ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લ્યો.

સર્વીંગ બાઉલમાં સર્વ કરો.

હવે ગરમા ગરમ સબ્જી ફુલ્કા રોટી, પરાઠા, નાન સાથે કે જીરા રાઇસ સાથે સર્વ કરવા માટે રેડી છે. બધાને ખૂબજ ટેસ્ટી લાગશે.

હેલ્ધી અને ટેસ્ટી હરીયાલી ગોભી પાલક તમે પણ તમારા રસોડે ટ્રાય કરજો. ગોભી અને પાલક નહી ભાવતા હોય તેમને પણ આ સ્વાદિષ્ટ સબ્જી ખાવી ખૂબજ પસંદ પડશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *