લવ્લી હાર્ટ્સ ફોર વેલેનટાઇન ડે – તમારા સમવન સ્પેશિયલને તમારા હાથે બનાવેલ આ મીષ્ટન ખવડાવો..

લવ્લી હાર્ટ્સ ફોર વેલેનટાઇન ડે :

હાલ વેલેનટાઇન વીક ચાલી રહ્યુ છે. આવતી કાલે 14 ફેબ્રુઆરીના રોજ વેલેનટાઇન ડે છે. તો આજે ખાસ હું અહિં લવ્લી હાર્ટ્સની રેસિપિ આપી રહી છું. જરુરથી બનાવજો. ખુબજ હેલ્ધી અને ઇઝી રેસિપિ છે. સ્વાદમાં પણ ખૂબ સરસ છે. તમારા વેલેનટાઇનને આવતીકાલે બનાવીને ચોક્કસથી ટેસ્ટ કરાવજો. ખૂબજ ટેસ્ટી હોવાથી ભાવશે અને તમે Be My Valentine પણ જરુરથી કહી શકશો.

લવ્લી હાર્ટ્સ બનાવવા માટે સામગ્રી :

  • 1/ 2 કપ રવો
  • ½ કપ સુગર
  • 1 ½ કપ મિલ્ક
  • ½ ઘી
  • 2 ટેબલ સ્પુન સ્ટ્રોબેરી ક્રશ
  • 2 ટેબલ સ્પુન મિક્સ ડ્રાયફ્રુટ સ્લિવર્સ

ગાર્નિશિંગ માટે :

  • સિલ્વર સુગર બોલ્સ
  • કલર્ડ સુગર સ્પ્રીંકલર્સ
  • રેડ દાડમના દાણા

લવ્લી હાર્ટ્સ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ 1 ½ કપ ફુલ ફેટ મિલ્ક પેનમાં ગરમ કરી એક્બાજુ રાખી દ્યો.

ત્યાર બાદ એક થીક બોટામ્ડ નોન સ્ટીક પેન લઇ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં 2 ટેબલ સ્પુન ઘી ઉમેરો.

ઘી ગરમ થાય એટલે તેમાં ½ કપ રવો ઉમેરી મિક્ષ કરી હલાવો. મિડિયમ ક્લૈમ રાખી રોસ્ટ કરો.

રોસ્ટ થઇને રવાનો થોડો કલર ચેઇંજ થાય એટલે તેમાંથી સરસ અરોમા આવશે. ત્યાં સુધી કૂક કરો.

હવે ફ્લૈમ સ્લો કરીને ઘી – રવાના રોસ્ટેડ મિશ્રણમાં ગરમ કરેલું મિલ્ક ઉમેરી દ્યો. સતત હલાવતા રહો. બરાબર મિક્ષ કરો. જેથી મિશ્રણમાં જરા પણ લમ્પ્સ રહેશે નહી. હલાવીને સરસ એકરસ કરો.

થોડું ઘટ્ટ થાય એટ્લે તેમાં ½ કપ સુગર ઉમેરી મિક્ષ કરો. ( તમારા સ્વાદ મુજબ સુગર ઓછી કે વાધારે ઉમેરી શકાય છે).

1 થી 2 મિનિટ સતત તવેથા થી હલાવતા રહો. જેથી તેમાં ઉમેરેલી સુગર ઓગળીને મિશ્રણમાં બરાબર મિક્ષ થઇ જાય.

ત્યારબાદ મિશ્રણમાં 2 ટેબલ સ્પુન સ્ટ્રોબેરી ક્રશ ઉમેરો. મિક્ષ કરો. સરસથી મિક્ષ થઇ જાય એટલે તેમાં મિક્ષ ડ્રાય ફ્રુટમાં સ્લિવર્સ ઉમેરી મિક્સ કરો.

બરાબર મિક્ષ થઇ જાય એટલે તેમાં લિક્વિડ રેડ કલરના 6-7 ડ્રોપ્સ ઉમેરી દ્યો. બરાબર હલાવીને કલર ઓલ ઓવર એક સરખો થઇ જાય ત્યાં સુધી હલાવતા રહો. ઘટ્ટ થઇ જશે.

સ્લો ફ્લૈમ પર જ કૂક કરો.

થોડું ઘી છૂટું પડતું લાગશે અને પેનમાં રહેલું મિશ્રણ પેનની સાઇડ છોડતું દેખાશે.

એટલે મિશ્રણ પ્રોપર બની ગયું છે. હવે તેને હાર્ટ શેઇપના મોલ્ડમાં ભરવા માટે રેડી છે.

હાર્ટ શેઇપનું મોલ્ડ લઇ તેને થોડું ગરમ ઘી લઇ ગ્રીસ કરો.

હવે તે ગ્રીસ કરેલા મોલ્ડને સર્વિંગ પ્લેટમાં મૂકી તેમાં બનાવેલું મિશ્રણ જરા પ્રેસ કરીને ભરો.

હવે ધીમેધીમે મોલ્ડ કાઢી લ્યો. જેથી સરસ હાર્ટ શેઇપ બની જશે. પ્લેટીંગ માટે એજ રીતે મોલ્ડથી બીજો હાર્ટ શઇપ બનાવી લ્યો.

બાકીના મિશ્રણમાંથી પણ જરુર મુજબ એજ પ્રમાણે હાર્ટ બનાવી લ્યો.

હાર્ટને લવ્લી બનાવવા માટે ગાર્નિશ કરો.

હાર્ટ પર સિલ્વર સુગર બોલ્સ, કલર્ડ સુગર સ્પ્રિંકલર્સ, જીણા વ્હાઇટ સુગર ફ્લાવર્સ અને રેડ દાડમના દાણા થી ગાર્નિશ કરો. સાથે પ્લેટ પણ ગાર્નિશ કરો.

ખૂબજ સરસ બનીલાઆ લવ્લી હાર્ટ્સ બધાને ખૂબજ ગમશે અને ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *